________________
૫૮
જૈન દર્શનમાં નય
૨૦.
૧૯. અનિત્યનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય રામરાવણની જેમ
અનવસ્થાપી દ્રવ્ય છે. પૃથક્ પૃથક્ પર્યાયોની સ્વતંત્ર સત્તા સ્વીકારનાર આ નય પર્યાયાર્થિક ઋજુસૂત્ર અને વ્યવહાર નયમાં સમાવેશ પામે છે (૧૭માં પ્રકારની જેમ). સર્વગતનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય ખુલ્લી આંખોની જેમ સર્વગત છે. આત્મદ્રવ્યની વ્યાપકતા દર્શાવનાર પ્રસ્તુત નય
અસભૂત વ્યવહારમાં સમાવેશ પામે છે. ૨૧. અસર્વગતનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય મીંચેલી બીડેલી
આંખોની જેમ આત્મવર્તી જ છે. આ નયનો સમાવેશ ભેદનિરપેક્ષ
શુદ્ધ દ્રવ્યાર્થિક, સંગ્રહનય અને શુદ્ધ નિશ્ચય નયમાં થાય છે. ૨૨. શૂન્યનય : શૂન્ય ઘરની જેમ આત્મદ્રવ્યને એકલો માને તે શૂન્યનય.
આ નયનો સમાવેશ કર્યદ્રવ્ય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક તથા શુદ્ધ સંગ્રહ
અને શુદ્ધ નિશ્ચયનયમાં થઈ શકે. ૨૩. અશૂન્યનય : માણસોથી ભરેલા વાહનની જેમ આત્મદ્રવ્યને સંમિલિત
માનનાર આ નયનો સમાવેશ અનુપચરિત અસભૂત વ્યવહાર
નયમાં કરી શકાય. ૨૪. જ્ઞાનશેય અદ્વૈતનય : બહુ જ મોટા ઈંધણને કારણે સમૂહરૂપમાં
પરિણત અગ્નિ સ્વરૂપ આત્મદ્રવ્યને જ્ઞાનશેય અદ્વૈત રૂપ માનનાર આ નયનો સમાવેશ ભેદનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક તથા સંગ્રહનામાં તેમજ
શુદ્ધ નિશ્ચયનયમાં કરી શકાય. ૨૫. જ્ઞાનય દૈતનય : બીજાનાં પ્રતિબિબોથી સંયુક્ત દર્પણની જેમ
આત્મદ્રવ્ય જ્ઞાનશેય ત નય સ્વરૂપ છે. આ નયનો સમાવેશ ભેદ
સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક અને અસભૂત વ્યવહારનયમાં કરી શકાય. ર૬. નિયતિનય : આત્મદ્રવ્યને નિયત સ્વભાવવાળો માનનાર આ નયનો
સમાવેશ સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય અને શુદ્ધ નિશ્ચય નયમાં સમાવેશ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org