________________
જૈન દર્શનમાં નય
૮. નાસ્તિત્વ અવક્તવ્ય નય : આત્મદ્રવ્ય નાસ્તિત્વ અવક્તવ્ય નયની
અપેક્ષા પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તથા યુગપતું સ્વપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિત્વ યુક્ત અવક્તવ્ય છે. આ લક્ષણ આગમપદ્ધતિના સામાન્ય દ્રવ્યાર્થિક અથવા નૈગમનયમાં તથા અધ્યાત્મપદ્ધતિથી સામાન્ય નિશ્ચયનયમાં સમાવિષ્ટ થશે. અસ્તિત્વ નાસ્તિત્વ અવક્તવ્ય નય : આત્મ દ્રવ્ય અસ્તિત્વ, નાસ્તિત્વ અવક્તવ્ય નયની અપેક્ષા ક્રમશ: સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી, પર દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવથી તથા યુગપતુ સ્વપર દ્રવ્યક્ષેત્ર કાલ ભાવથી અસ્તિત્વ નાસ્તિત્વ અવક્તવ્ય છે. આ નય પણ આગમ પદ્ધતિથી સામાન્ય દ્રવ્યાર્થિક ય અથવા નૈગમન તથા અધ્યાત્મપદ્ધતિથી
સામાન્ય નિશ્ચયનયમાં સમાવિષ્ટ થશે. ૧૦. વિકલ્પનય : આત્મદ્રવ્ય વિકલ્પનયને આધારે બાળક, કુમાર, વૃદ્ધ
એવા એક પુરુષ સમાન સવિકલ્પ છે. અભેદ દ્રવ્યમાં વૈત ઉત્પન્ન કરવાને કારણે આ લક્ષણ આગમપદ્ધતિના ભેદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક અથવા વ્યવહારનયમાં તથા અધ્યાત્મપદ્ધતિના સદૂભૂત
વ્યવહારનયમાં સમાવિષ્ટ થશે. ૧૧. અવિકલ્પનય : આત્મ દ્રવ્ય અવિકલ્પ નયથી એક પુરુષમાત્રની જેમ
અવિકલ્પ છે. આ લક્ષણ અભેદને ગ્રહણ કરે છે માટે આગમપદ્ધતિના ભેદ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક અથવા સંગ્રહનયમાં
અને અધ્યાત્મપદ્ધતિના શુદ્ધ નિશ્ચય નયમાં સમાવિષ્ટ થશે. ૧૨. નામનય : આત્મદ્રવ્ય નામ નયની અપેક્ષાએ નામવાળાની જેમ
શબ્દબ્રહ્મને સ્પર્શ કરનારો છે. આ લક્ષણ વાચ્ય, વાચક દ્વતને ગ્રહણ કરવાને કારણે આગમપદ્ધતિના અશુદ્ધ દ્રવ્યાર્થિક અથવા વ્યવહાર નયમાં અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહાર સામાન્યમાં સમાવેશ થશે તે મજ પર્યાયરૂપ શબ્દને વિષય કરનાર હોવાને કારણે આગમપદ્ધતિના પર્યાયાર્થિક તથા શબ્દનામાં અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહારનયમાં સમાવેશ પામશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org