________________
જૈન દર્શનમાં નય
પ૭ ૧૩. સ્થાપનાનય : આત્મદ્રવ્ય સ્થાપનાનય દ્વારા મૂર્તિમાનની જેમ બધા
પુદ્ગલોનો અવલંબન કરે છે. બે દ્રવ્યમાં અદ્વૈત સાધવાને કારણે આ લક્ષણ આગમપદ્ધતિથી અશુદ્ધ દ્રવ્યાર્થિક અથવા વ્યવહાર ન માં તથા
અધ્યાત્મપદ્ધતિથી અસદૂભૂત વ્યવહારનયમાં સમાવિષ્ટ થાય છે. ૧૪. દ્રવ્યનય : આત્મદ્રવ્ય પ્રસ્તુતનયની અપેક્ષાએ બાળક, શેઠની જેમ
અને શ્રમણ રાજાની જેમ અનાગમ અને અતીત પર્યાયવાળો છે. ભૂતકાળ અને ભવિષ્ય કાળ પર્યાયોમાં એકત્વ ગ્રહણ કરવાને કારણે આ લક્ષણ આગમપદ્ધતિથી અશુદ્ધ દ્રવ્યાર્થિક અથવા ભૂતભાવિ નૈગમનમાં અને અધ્યાત્મપદ્ધતિથી નિશ્ચય નયમાં સમાવેશ પામે છે. દ્રવ્ય અને પર્યાયનું ગ્રહણ કરવાને કારણે કથંચિત્ પર્યાયાર્થી નય અથવા સ્થૂળ ઋજુસૂત્રમાં પણ સમાવેશ કરી શકાય. ભાવનય : આત્મદ્રવ્ય ભાવનયની અપેક્ષાએ પુરુષનય સમાન પ્રવર્તતી સ્ત્રીની જેમ તત્કાળના પર્યાયથી પ્રકાશિત થાય છે. કોઈ એક પર્યાય વિશેષથી સન્મય દ્રવ્યની સત્તા દેખવાથી આ લક્ષણ આગમપદ્ધતિ અનુસાર અશુદ્ધ નિશ્ચય નય છે. સામાન્યનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય હાર, કંઠી અને દોરાની જેમ વ્યાપક છે. અનેક પર્યાયોમાં અનુસ્મૃત એક સૈકાલિક દ્રવ્યને વિષય કરવાને કારણે આ લક્ષણ આગમ પદ્ધતિમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નય. અથવા સંગ્રહ નયમાં અને અધ્યાત્મપદ્ધતિમાં શુદ્ધ નિશ્ચયમાં
સમાવિષ્ટ થાય છે. ૧૭. વિશેષનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય માળાના એક મોતીની જેમ
અવ્યાપક છે. પૃથફ પર્યાયોની સ્વતંત્ર સત્તા સ્વીકારનાર આ નય
પર્યાયાર્થિક ઋજુસૂત્રમાં અને વ્યવહારનયમાં સમાવેશ પામે છે. ૧૮. નિત્યનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય નટની જેમ અવસ્થાયી છે.
અર્થાત્ અનેક પર્યાયોમાં અનુસ્મૃત એક જ દ્રવ્યને માનવાવાળો આ નય સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય, સંગ્રહનય અને શુદ્ધ નિશ્ચય નયમાં સમાવેશ પામે છે (૧૬મા પ્રકારની જેમ).
૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org