________________
૪૮
જૈન દર્શનમાં નય વિભિન્ન દર્શન સાથે જોડવાની આ શૈલી પરવર્તીકાળની છે. તત્ત્વાર્થભાષ્યના કાળ સુધી આપણને તેનો ઉલ્લેખ મળતો નથી. તત્ત્વાર્થભાષ્યમાં એ પ્રશ્ન ઉપસ્થિત કરાયો છે કે નૈગમાદિ નવ તન્ત્રાન્તર્ગત છે કે સ્વતંત્ર છે ? અને તેનો ઉત્તર આપતાં ઉમાસ્વાતિ કહે છે : “નૈગમાદિ નય તન્ત્રાન્તર્ગત નથી કે સ્વતંત્ર પણ નથી. કારણ કે શેય પદાર્થનું સ્વરૂપ જ એવું છે કે ય પદાર્થને ભિન્ન-ભિન્ન દૃષ્ટિઓથી જાણવા માટે આ નયોનો આવિર્ભાવ થયો છે.”૩૩ આ પરથી એ સાબિત થાય છે કે વાચક ઉમાસ્વાતિના કાળ સુધી દર્શનોને વિભિન્ન નયોથી જોડવાની શૈલીનો વિકાસ થયો ન હતો. આ એક પરવર્તી વિકાસ છે. આમ તો તંત્ર શબ્દનો એક અન્ય અર્થ કરીને આ વિષય પર એક અન્ય દૃષ્ટિથી પણ વિચાર થઈ શકે. પ્રાચીન ગ્રંથોમાં આગમ શબ્દ માટે પણ તંત્ર શબ્દનો ઉલ્લેખ થયો છે. જેમ કે હરિભદ્રસૂરિએ યાપનીય-તંત્રનો ઉલ્લેખ કર્યો છે. આ આધાર પરથી આપણે કહી શકીએ કે ઉમાસ્વાતિની સમક્ષ એ પ્રશ્ન ઉપસ્થિત થયો હશે કે જે નૈગમાદિ સાત નય છે તે તે સમયના આગમોમાં ઉલ્લેખિત ન હતા. તેથી આ ચર્ચા થઈ હશે કે આ નય આગમને અનુકૂળ છે કે પ્રતિકૂળ. આ વાતનું નિરાકરણ ઉમાસ્વાતિએ આ પ્રમાણે કર્યું છે–આ નય આગમમાં તો નથી પરંતુ આગમના અનુસાર વસ્તુ-તત્ત્વનું વિવેચન કરવાથી આગમને પ્રતિકૂળ પણ નથી.૩૫
આ સમગ્ર ચર્ચા પરથી એ નિષ્કર્ષ પર પહોંચાય છે કે જૈન પરંપરામાં નયોનું અવતરણ વસ્તુ-તત્ત્વના વિભિન્ન પક્ષની પૃથપૃથફ દૃષ્ટિથી વ્યાખ્યાબદ્ધ કરવા માટે થયું છે. વસ્તુની પરિણામિતા જ અલગઅલગ યદષ્ટિઓનો આધાર છે. વિભિન્ન દર્શનોની સાથે નયોનું સંયોજન કરવાની શૈલી અપેક્ષાએ પરવર્તી છે.
સન્મતિપ્રકરણમાં નયોના વિભિન્ન ભેદ-પ્રભેદોની અને તેની જ્ઞાનસભાના વિસ્તારનું વિવેચન કરેલ છે.૩૬ નયોનું આટલું વિસ્તૃત વિવેચન આગમિક સાહિત્યમાં અને તત્ત્વાર્થાધિગમ સૂત્ર જેવા આરંભના દર્શનગ્રંથોમાં જોવા મળતું નથી. આચાર્ય સિદ્ધસેન દિવાકરે મૂળમાં આગમનું અનુસરણ કરીને બે નયોનું પ્રતિપાદન કર્યું અને દાર્શનિક યુગમાં નૈગમ જેવા નયોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org