Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 63
________________ ૫૨ જૈન દર્શનમાં નય અર્થાત્ નિરપેક્ષ નય મિથ્યા છે. અને સાપેક્ષ નય સાર્થક હોય છે. આ વાત કાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ જણાવી છે કે તે સાવરવા સુપયા ઉછરવેRવા તે વિ તુuખયા હાંતિ (ઋત્તિo To ર૬૬). આમ શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરામાં સુજ્ય અને દુર્નયની પરંપરા પણ પ્રાચીન કાળથી જ ચાલી આવે છે. નય ઉત્તરોત્તર સૂક્ષ્મ અને અલ્પ વિષયક છે : નૈગમાદિ સાત નયોમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા અને અલ્પવિષયતા છે. નૈગમનન્ય સકલગ્રાહી હોવાથી સત્ અને અસત બન્નેને વિષય કરે છે. જયારે સંગ્રહનય સત્ સુધી જ સીમિત છે. નૈગમન ભેદ અને અભેદ બન્નેને ગૌણ–મુખ્યભાવે વિષય કરે છે, જ્યારે સંગ્રહનયની દષ્ટિ કેવળ અભેદ પર છે. આથી નૈગમનય મહાવિષયક અને સ્થૂળ છે, જયારે સંગ્રહાય અલ્પવિષયક અને સૂક્ષ્મ છે. સંગ્રહનય સમસ્ત સામાન્ય પદાર્થને જાણે છે, જયારે વ્યવહારનય સંગ્રહનય દ્વારા જાણેલી વસ્તુને વિશેષ રૂપે જાણે છે માટે વ્યવહારનયનો વિષય સંગ્રહનયની અપેક્ષાએ સૂક્ષ્મ છે. વ્યવહારનય ત્રણેય કાળના પદાર્થોને જાણે છે અને ઋજુસૂત્ર કેવળ વર્તમાનકાલીન પદાર્થને જ પોતાનો વિષય બનાવે છે. માટે વ્યવહારનયનો વિષય ઋજુસૂત્ર નય કરતાં વિશેષ છે. શબ્દનય કાળ આદિના ભેદથી વર્તમાન પર્યાયને જાણે છે, જયારે ઋજુસૂત્રમાં કાલ આદિનો કોઈ ભેદ નથી માટે ઋજુસૂત્રનો વિષય શબ્દનય કરતાં વધુ છે. સમભિરૂઢનય ઇન્દ્ર, શક્ર આદિ પર્યાયવાચી શબ્દને વ્યુત્પત્તિભેદે ભિન્ન માને છે પરંતુ શબ્દનયમાં આ સૂતા નથી રહેતી માટે સમભિરૂઢ નય કરતાં શબ્દનયનો વિષય અધિક છે. સમભિરૂઢથી જાણેલ પદાર્થોમાં ક્રિયાભેદે વસ્તુભેદ માનવો એ એવંભૂતનયનો વિષય છે. માટે એવંભૂતનય કરતાં સમભિરૂઢનયનો વિષય અધિક છે. આમ પૂર્વ-પૂર્વનય અધિક વિષયવાળા અને ઉત્તર-ઉત્તરનય અલ્પ વિષયવાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108