________________
૫૧
કી હૈ 11 ) નિ જિના
श्री महावीर जैन आरा । केन्द्र જૈન દર્શનમાં નય
બિના, જિ. મીર : ૩ ૨૦૦૫ સમ્યફમિથ્યાનય, સુનય–દુર્નય–પ્રમાણ :
અનેકાન્તાત્મક વસ્તુના કોઈ એક અંશને સાપેક્ષિક રૂપે ગ્રહણ કરે તે સુનય કહેવાય. જે નય સ્વાભિપ્રેત અંશને ગ્રહણ કરે અને અન્ય અંશનો અપલાપ ન કરે તે સુનય છે પરંતુ જે નય સ્વાભિપ્રેત અંશને ગ્રહણ કરે અને અન્ય તમામ અંશોનું નિરાકરણ કરે તે દુર્નય છે. આ સુનય અને દુર્નયની વ્યાખ્યા આ હેમચન્દ્ર અન્યયોગ-વ્યવચ્છેદિકામાં જણાવી છે. તેમના મતે સત્ એવો વ્યવહાર કરવો સુનય છે અને સદેવ એવો વ્યવહાર કરવો દુર્નય છે. આ વાતને આ મલ્લેિષણસૂરિએ ટીકામાં વધુ સ્પષ્ટ રીતે વર્ણવી छे सदेवेति दुर्नयः । दुर्नयत्वं चास्य मिथ्यारूपत्वात् । मिथ्यारूपत्वं । तन्न ધર્માતરીપ સંતાપ નિહૃવત્ ! અર્થાત જે પદાર્થને સત માત્ર માને છે તે દુર્નય છે. તે અન્ય ધર્મોનો તિરસ્કાર કરે છે માટે મિથ્યારૂપ હોવાથી દુર્નય છે. સુનયની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે
सदिति उल्लेखनात् नयः । स हि घटः इति घटे स्वाभिमतमस्तित्वधर्म प्रसाधयन् शेषधर्मेषु गजनिमिलिकामवलम्बते । न चास्य दुर्नयत्वं धर्मान्तरातिरस्कारात् । न च प्रमाणत्वं । स्यात्-शब्देन अयाञ्चितत्वात् । स्यात् सदिति स्यात् कथञ्चित् सद् वस्तु प्रमाणम् ।
અર્થાત્ સત એવો ઉલ્લેખ કરવો તે નય છે. તે ઘટ છે.
અર્થાત્ ઘટમાં સ્વાભિમત અસ્તિત્વધર્મને સાધતો અન્ય ધર્મો પ્રત્યે ગજનિમીલિકા ન્યાયને અનુસરતો હોવાને કારણે સુનય છે. પણ સાથે સાથે ધર્માન્તરનો તિરસ્કાર ન થતો હોવાથી તે સુનય છે. સ્યાત્ પદ લગાડવાથી તે પ્રમાણ બને છે. સુનય અને દુર્નયના મૂળ સમ્યનય અને મિથ્યાનમાં પડેલા છે. આ સિદ્ધસેન સન્મતિતર્ક પ્રકરણમાં જણાવે છે કે તે બધા જ નય મિથ્યાદષ્ટિ છે જે પોતાના પક્ષનો જ આગ્રહ રાખે છે અને પર પક્ષનો નિષેધ કરે છે. પરંતુ તે જ જયારે પરસ્પર સાપેક્ષ બને છે ત્યારે તે સમ્યક બની જાય છે. સમયસાર(૧૪૩)માં જણાવ્યું છે કે સ્વસમી વ્યક્તિ બને નયને જાણે છે જયારે દુર્નયી વ્યક્તિ કોઈ એક જ પક્ષને ગ્રહણ કરે છે. આ અંગે આપ્તમીમાંસામાં જણાવ્યું છે કે નિરપેક્ષા નયા મિથ્થા સાપેક્ષા વતુર્થવૃત્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org