________________
૩૮
જૈન દર્શનમાં નય
जावइया वयणवहा तावइया चेव होंति णयवाया । जावइया णयवाया तावइया चेव परसमया ।
અર્થાત્ કથનની જેટલી શૈલી કે જેટલાં વચન પદ હોય છે તેટલા નયવાદ હોય છે તથા જેટલા નયવાદ હોય છે તેટલાં પર-સમય અર્થાત પરદર્શન હોય છે. આ આધાર પરથી સિદ્ધ થાય છે કે નયોની સંખ્યા અનંત છે. કારણ કે વસ્તુના અનંત ગુણધર્મોની અભિવ્યક્તિ માટે વિવિધ દૃષ્ટિકોણોની સહાય લેવી પડે છે. આ બધા દષ્ટિકોણ નય આશ્રિત જ હોય છે. જૈનદર્શનમાં નયોની ચર્ચા વિભિન્ન રૂપોમાં કરવામાં આવી છે. સર્વપ્રથમ આગમ યુગમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિથી વસ્તુનું વિવેચન જોવા મળે છે. વસ્તુના દ્રવ્યાત્મક કે નિત્યત્વને જે પોતાનો વિષય બનાવે છે તેને “દ્રવ્યાર્થિક-નય' કહેવામાં આવે છે. એનાથી વિરુદ્ધ પરિવર્તનશીલ પક્ષને જે નય પોતાનો વિષય બનાવે છે તે નય “પર્યાયાર્થિકનય' કહેવાય છે. તેમજ પ્રમાણ અને યથાર્થતાના આધાર પર પણ પ્રાચીન આગમોમાં બે પ્રકારના નયોનો ઉલ્લેખ મળે છે. જે નય વસ્તુના મૂળભૂત સ્વાભાવિક સ્વરૂપને પોતાનો વિષય બનાવે છે તે “નિશ્ચયનય અને જે નય વસ્તુના પ્રમાણજન્ય વિષયને પોતાનો વિષય બનાવે છે તે “વ્યવહારનય કહેવાય છે.
પ્રાચીન આગમોમાં મુખ્યતઃ આ બે પ્રકારના નિયોની ચર્ચા કરવામાં આવી છે. ક્યારેક વ્યવહારનય કે દ્રવ્યાર્થિક નય અથવા અવ્યચ્છિત્તિ-નય તેમજ પર્યાયાર્થિક-નય કે નિશ્ચયનયને બુચ્છિત્તિ-નય કહેવામાં આવે છે. નયોના આ બે પ્રકારના વિવેચન ઉપરાંત આપણને તેના અન્ય વર્ગીકરણ પણ ઉપલબ્ધ થાય છે. ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમસૂત્ર (પ્રાયઃ ઈસ્વી. ૩૫૦)માં નૈગમાદિ પાંચ મૂળ નયોનો ઉલ્લેખ કર્યો છે. સિદ્ધસેન દિવાકરે સન્મતિપ્રકરણમાં નૈગમનય છોડીને બીજા છ નયોની ચર્ચા કરી છે. તત્ત્વાર્થસૂત્રના દિગંબર ટીકાકાર તેમજ કેટલાક અન્ય આચાર્યો સાત નયોની ચર્ચા કરે છે. ૧૦ દ્વાદશાર-નયચક્રના ગ્રંથકર્તા મલવાદી(ઈસ્વી. ૫૫૦૬૦૦)એ નૂતન દૃષ્ટિકોણોનો આધાર લઈ બાર નિયોની ચર્ચા કરી છે. આ વિભિન્ન નયો અને તેના વિભિન્ન સંયોગોના આધાર પર કોઈ એક આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org