Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 53
________________ ૪૨ જૈન દર્શનમાં નય વસ્તુના અનન્તધર્મોમાંથી કોઈ એક ધર્મને કહેવો તે નય છે. તો પછી જગતમાં અનેક જ્ઞાતાઓ છે અને તેમના અભિપ્રાયો પણ અનન્ત થશે અને અનન્તધર્માત્મક વસ્તુ હોવાથી તેના એક એક અંશને પ્રધાન કરી અન્ય અંશોને ગૌણ કરવા પૂર્વક કહેવાના માર્ગો પણ અનન્ત થશે તેથી નયોની સંખ્યા પણ અનન્ત થશે. આ અંગે આચાર્ય સિદ્ધસેન દિવાકર જણાવે છે કે जावइया वयणपहा, तावइया चेव हुंति नयवाया । जावइया नयवाया, तावइया चेव परसमया ॥ અર્થાત્ જેટલા વચનમાર્ગો છે તેટલા નયવાદ છે અને જેટલાં નયાત્મક વચનો છે–નયવાદ છે તેટલાં જ પરસમય–અન્યાન્ય દર્શનો છે. આમ નયોની સંખ્યા અનન્ત છે એટલું જ નહીં પરંતુ દર્શનોની સંખ્યા પણ અનન્ત છે. સૂત્રકૃતાંગસૂત્રમાં વિભિન્ન ૩૬૩ દષ્ટિઓની વાત કરી છે. આ તમામ દૃષ્ટિઓ પોતાના અભિપ્રાયોને સત્ય માને છે અને અન્ય અભિપ્રાયોને અસત્ય મિથ્યા માને છે. આથી તેઓ એકાંગી બની જાય છે. અને જે એકાંગી છે તે મિથ્યા છે. એકાત્તવાદનો જૈન દર્શને સર્વત્ર નિષેધ કરેલો છે. પ્રત્યેક દષ્ટિમાં સત્યનો અંશ છે અને તે તમામ અંશોનો સમૂહ એકઠો થાય તો સંપૂર્ણ સત્ય બની શકે. માટે કોઈ પણ દૃષ્ટિનો નિષેધ કરવો તે મિથ્યાત્વને આમંત્રણ આપવા સમાન છે. જ્યાં મિથ્યાત્વનું આગમન થાય છે ત્યાં સત્યની પ્રાપ્તિ થતી નથી માટે તમામ અંશોને સ્વીકારવા અને તેના રહસ્યને જાણવું તે જૈનદર્શનનો નયવાદનો પ્રધાન સૂર છે. આ સિદ્ધસેન દિવાકર તો ત્યાં સુધી જણાવે છે કે भई मिच्छादसणसमूहमइस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ॥ અર્થાત્ મિથ્યાદર્શનોના સમૂહ સ્વરૂપ, અમૃત આપનાર, સંવિગ્નસુખનો અધિગમ કરાવનાર ભગવાનના જિનવચનનું કલ્યાણ થાઓ. અહીં જિનવચનને મિથ્યાદર્શનના સમૂહરૂપ જણાવ્યું છે. સમગ્ર મિથ્યાદર્શનના સમૂહરૂપ જૈન દર્શન છે. તેથી એમ નથી સમજવાનું કે સર્વથામિથ્યા સ્વરૂપ છે. પરંતુ પ્રત્યેક દૃષ્ટિમાં સ ત્ત્વનો અંશ રહેલો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108