Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 51
________________ ૪૦ જૈન દર્શનમાં નય नत्थि नएहि विहुणं, सुत्तं अत्थो य जिणमए किंचि । आसज्ज उ सोयारं, नए नयविसारओ बूआ ॥२२७७॥ અર્થાત્ જૈન દર્શનમાં નયરહિત કોઈ સૂત્ર કે અર્થ નથી, તેથી નયવિશારદ નયમાં નિષ્ણાતગુરુ) યોગ્ય શ્રોતા મળતાં નયનું વિવિધ પ્રકારે વર્ણન કરે. આથી જ પછીના કાળમાં પ્રત્યેક જૈન દાર્શનિકોએ નય અંગે ઊંડું ચિંતન કર્યું છે અને તેના વિશે લખ્યું છે. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરામાં નયવિષયક વિપુલ સાહિત્ય ઉપલબ્ધ થાય છે. નયના વિશદ વર્ણન કરતાં ગ્રંથોની સંખ્યા અલ્પ છે. પરંતુ દર્શનના ગ્રંથમાં યત્ર તત્ર નયની ચર્ચા થયેલી છે. તેમાં નયના લક્ષણની પણ ચર્ચા થયેલ છે. વિભિન્ન ગ્રંથોમાં નયોનું લક્ષણ ભિન્ન ભિન્ન જોવા મળે છે. અનુયોગદ્વારવૃત્તિમાં નયનું લક્ષણ આપતાં જણાવ્યું છે કે सर्वानानन्तधर्माध्यासिते वस्तुनि एकांशग्राहको बोधो नयः ॥ અર્થાત્ અનન્તધર્માત્મક વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર બોધ તે નય છે. ન્યાયાવતાર(શ્લોક ર૯)ની ટીકામાં સિદ્ધર્ષિ નયની વ્યાખ્યા કરતાં જણાવે છે કે अनन्तधर्माध्यासितं वस्तु स्वाभिप्रेतैकधर्मविशिष्टं नयति-प्रापयति संवेदनमारोहयतीति नयः । અર્થાતુ અનંતધર્મોથી વિશિષ્ટ વસ્તુને પોતાને અભિમત એવા એક ધર્મથી યુક્ત બતાવે છે તે નય છે. દિગમ્બર પરંપરામાં નયનું લક્ષણ જણાવતાં કહ્યું છે કે ज्ञातुरभिप्रायः श्रुतविकल्पो वा नयः ॥ અર્થાત્ જ્ઞાતાનો અભિપ્રાય અથવા શ્રુત વિકલ્પ નય છે. આ ઉપરાંત યશોવિજયજીએ સપ્તભંગી નયપ્રદીપમાં અન્ય લક્ષણો પણ નોંધ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108