________________
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી માનવા પાછળનું કારણ કર્યું હશે ?૭ હકીકતે તો તેમને સમયમિથ્યાત્વી જ ગણી શકાય. સમયનો અર્થ સ્વ સમય અર્થાત સમાન તંત્ર માનવાનો છે. જેના મોટા ભાગના સિદ્ધાન્તો સમાન છે. તેમને સમાન અથવા સમય કહેવાય. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરામાં માત્ર બે-ત્રણ બાબતોને છોડીને બધી જ બાબતોમાં સમાનતા પ્રવર્તતી હોવાને કારણે સમય મિથ્યાત્વી તરીકે જ ગણી શકાય. અંતે વિ. સં. ૧૮૦૦માં ભિલ્લક સંઘની ઉત્પત્તિની ભવિષ્યવાણી કરી છે પરંતુ વર્તમાનમાં એવા કોઈપણ સંઘનું અસ્તિત્વ જોવા મળતું નથી. એથી આ અંગે એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે આવી ભવિષ્યવાણીનો આધાર કયો હશે? આમ છતાં ઐતિહાસિક દષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ એવો આ ગ્રંથ છે.
આરાધનાસાર :
પ્રાકૃતભાષામય ૧૧૫ ગાથાઓયુક્ત આરાધનાસાર ગ્રંથમાં ચાર પ્રકારની આરાધનાની ચર્ચા કરવામાં આવી છે. સમ્યફદર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર અને તારૂપે ચાર આરાધના છે. આ ચારેય આરાધના બે પ્રકારની છે–વ્યવહાર આરાધના અને પરમાર્થ આરાધના. વ્યવહાર આરાધના એટલે બાહ્ય અનુષ્ઠાનરૂપી આરાધના અને પરમાર્થ આરાધના એટલે અંતરના ભાવો રૂપી, ભાવોલ્લાસ વગેરે વાળી આરાધના. ગ્રંથના આરંભે ચારેય પ્રકારની આરાધનાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે.
સમ્યક્દર્શન આરાધના :- સૂત્રમાં જણાવેલ ભાવો-પદાર્થોની સૂત્રમાં જણાવ્યા અનુસાર શ્રદ્ધા કેળવવી તે સમ્યગ્દર્શન આરાધના છે.
સમ્યકજ્ઞાન આરાધના :- સૂત્ર અને તેના અર્થોની ભાવના, ભાવો અર્થાત પદાર્થોનું જ્ઞાન તે સમ્યકજ્ઞાન આરાધના છે.
સમ્યફચારિત્ર આરાધના – પાંચ વ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ યુક્ત ૧૩ પ્રકારના ચારિત્રનું વિશુદ્ધભાવથી આચરણ તથા બે પ્રકારના અસંયમનો ત્યાગ તે ચારિત્ર આરાધના છે.
તપ આરાધના :- ૧૨ પ્રકારનાં તપોનું આચરણ તપ આરાધના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org