Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 26
________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજય ત્રણેય પ્રકારના યોગ–મન-વચન-કાયયોગથી રહિત થવું. બાહ્ય અને આત્યંતર ગ્રંથિઓથી મુક્ત થવું, લાભાલાભ આદિ ધબ્દોથી મુક્ત બનવું, અને ત્રણ રત્નોથી યુક્ત બનવું. આવો આત્મા કદાચ મોક્ષ ન પામે તો પણ તે સ્વર્ગે જાય અને ત્યાંથી પુનઃ મનુષ્ય બનીને સુંદર આરાધના કરી નિશ્ચય મોક્ષગતિને પામે છે. ધ્યાનનો મહિમા વર્ણવતા ગ્રંથકાર જણાવે છે "चलणरहिओ मणुस्सो जह वंछइ मेरु सिहर मारु हि उं । तह झाणेण विहीणो इच्छइ कम्मक्खयं साहू ॥१३॥ અર્થાત જેવી રીતે ગમન ક્રિયા રહિત મનુષ્ય મેરુ શિખર ઉપર ચડવાની ઈચ્છા કરે તેવી જ રીતે ધ્યાન-વિહીન સાધુ કર્મક્ષય કરવાની ઇચ્છા કરે તે બંને અશક્ય ક્રિયા છે. આત્મા બધાથી પર છે, નિરંજન છે, નિરાકાર છે, કષાયથી રહિત છે. કર્મોથી અને નોકર્મ રહિત છે. વ્યવહારનયથી આત્મા ગતિ આદિ ભેટવાળો છે. પરંતુ નિશ્ચયનયની અપેક્ષાએ તો આત્મા મલરહિત, જ્ઞાનમય, સિદ્ધ છે. જેવી રીતે કર્મમલ રહિત આત્મા સિદ્ધગતિમાં વસે છે તેવો જ આત્મા વર્તમાન દેહમાં વસે છે. તે સિદ્ધ, શુદ્ધ, નિત્ય, એક અને નિરાલંબન છે. આવી પરિસ્થિતિ પ્રાપ્ત કરવા ધ્યાન એ જ શ્રેષ્ઠ માર્ગ છે. મમત્વનો ત્યાગ કરી, જ્ઞાનયુક્ત બની રત્નત્રયના આલંબનથી શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે. બહિરાત્મભાવનો ત્યાગ કરી અંતરાત્મભાવ પ્રાપ્ત કરવો જોઈએ. ધ્યાન અને આત્માની વાતો કરતા લેખકે કેટલીક વ્યવહારુ પણ સચોટ સૂચનાઓ પણ આપી છે. "जह कुणइ कोवि भेयं पाणियदुद्धाण तक्कजोएण । णाणी व तहा भेयं करेइ वरझाणजोएण ॥२४॥" અર્થાત કોઈ માણસ છાશના યોગથી પાણી અને દૂધને છૂટા પાડે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષ ઉત્તમ જ્ઞાનના યોગથી આત્મતત્ત્વ અને પરતત્ત્વને છૂટા પાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108