________________
૩૨
જૈન દર્શનમાં નય કરી હતી તેથી પણ તે જ કાળે ગ્રંથની મહત્તા સિદ્ધ થઈ ચૂકી હતી તેમ કહી શકાય.
આ ગ્રંથની મહત્તા જોઈને ભોજસાગરે આ ગ્રંથને આધારે સંસ્કૃત ભાષામાં દ્રવ્યાનુયોગ તર્કણા નામના ગ્રંથની રચના કરી. સામાન્યત: મૂળ સંસ્કૃત કે પ્રાકૃત ગ્રંથને આધારે ગુજરાતી વિવેચનો | અનુવાદો લખાય કે છપાય તે સામાન્ય ગણાય પરંતુ ગુજરાતી ગ્રંથના આધારે સંસ્કૃત ગ્રંથોની રચના જૂજ જોવા મળે છે. તે દૃષ્ટિએ આ ઘટના અસામાન્ય ગણી શકાય. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનો આધાર :
આ જૂની ગુજરાતી કૃતિની રચનાનો મૂળ આધાર આ દેવસેનત નયચક્ર અને તેમની જ અન્ય કૃતિ આલાપપદ્ધતિ છે. આ બન્નેનો આધાર લઈ આ ગ્રંથની રચના કરી છે. સાથે-સાથે ઘણી જ મહત્ત્વપૂર્ણ બાબતો અંગે સમાલોચના પણ કરી છે. આ ગ્રંથ અંગે લખતાં પં. દલસુખ માલવણિયા જણાવે છે કે આ ગ્રંથનું નિર્માણ કરવામાં ઉપાધ્યાયજીએ અનેક ગ્રંથોનાં અવતરણોનો ઉપયોગ કરેલ છે. તેથી તેમની બહુશ્રુતતા સિદ્ધ થાય છે અને તેથી જ કહી શકાય કે ભગવાન મહાવીરથી માંડીને ઈસાની સત્તરમી સદી સુધીમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વિશે ભારતીય દર્શનોમાં જે વિચારણા થઈ હશે તેનું પરીક્ષણ આમાં છે. અને છેવટે તે બાબતમાં જૈન દર્શનની માન્યતાની સ્થાપના ઉપાધ્યાયજી જેવા બહુશ્રુત વિદ્વાન્ કરે એ પણ અપેક્ષિત છે જ. ગ્રંથનું પારાયણ કરતાં એ બાબત સ્પષ્ટ થાય છે કે આમાં ઉપાધ્યાયજીએ એ અપેક્ષાને ન્યાય આપ્યો જ છે.
જૂના કાળથી ચાલી આવતી ચર્ચા–જ્ઞાન ચડે કે ક્રિયા-એ ચર્ચા એમના કાળમાં પણ શમી ન હતી. એટલું જ નહીં પણ કેટલાક જ્ઞાનની સર્વથા ઉપેક્ષા જ કરતા હતા. તેમાં સ્થાનકવાસી સંપ્રદાય પણ એક હતો. એટલે ગ્રંથના પ્રારંભમાં શાસ્ત્રનાં અવતરણો આપીને ઉપાધ્યાયજીએ સિદ્ધ કર્યું છે કે જ્ઞાન વિનાની ક્રિયા નિષ્ફળ છે અને આચારમાં પણ અપવાદ કરવા પડે તો તેમ કરીને પણ જ્ઞાનની આરાધના કરવી જોઈએ એમ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન ઉપાધ્યાયજીએ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org