________________
૩૩
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી
તેરમી ઢાળ સુધી દ્રવ્યાદિ વિચાર કરવામાં આવ્યો છે. ચૌદમી ઢાળમાં જ્ઞાન અને ક્રિયાનું ચિંતન પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જ્ઞાનરહિત શુભક્રિયા અને ક્રિયારહિત શુભ જ્ઞાન એ બે વચ્ચે ઘણું જ મોટું અંતર છે. જ્ઞાનરહિતની ક્રિયાથી કોઈ લાભ થતો નથી તે માટે તેમણે હરિભદ્રસૂરિરચિત યોગદષ્ટિ સમુચ્ચયનું ઉદ્ધરણ આપતાં જણાવ્યું છે કે :
तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया ।
अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ અર્થાત્ જ્ઞાન એ સૂર્ય સમાન છે અને ભાવશૂન્ય ક્રિયા આગિયાના તેજ જેવી છે માટે તેવી શુષ્ક ક્રિયા છોડવી. તે ઉપરાંત એક અન્ય દષ્ટાંત આપતાં જણાવે છે કે માત્ર ક્રિયા દ્વારા થતો કર્મક્ષય દેડકાંના ચૂર્ણ જેવો છે અને જ્ઞાન દ્વારા થતો કર્મનો ક્ષય દગ્ધ દેડકાનાં ચૂર્ણ સમાન છે. અર્થાત જેવી રીતે દેડકાંનું ચૂર્ણ વરસાદનું પાણી મળતાં જ જીવંત થઈ ઊઠે છે તેવી રીતે ક્રિયા દ્વારા થયેલ કર્મક્ષય ક્ષણિક હોય છે. પરંતુ જ્ઞાન દ્વારા કરવામાં આવેલ કર્મક્ષય શેકેલ મંડૂકચૂર્ણ સમાન છે. શેકેલ મંડૂકયૂર્ણ ઉપર વરસાદનું પાણી પડે તો પણ પુનઃ સજીવન થતું નથી માટે કર્મક્ષય માટે જ્ઞાનની આવશ્યકતા છે. આ ઢાળને અંતે સ્પષ્ટ રૂપે જણાવે છે કે :
નાણ પરમ ગુણ જીવનો, નાણ ભવનવપોત, મિથ્યા મતિતમ ભેદવા નાણ મહાઉદ્યોત //
અર્થાત જ્ઞાન એ આત્માનો શ્રેષ્ઠ ગુણ છે અને ભવસમુદ્રને તરવા માટે નાવ સમાન છે. તેમજ મિથ્યામતિરૂપ અંધકારને છેદવા માટે મહાન પ્રકાશ સમાન છે.
- પંદરમી ઢાળમાં જ્ઞાનરહિત ક્રિયાવંતની આકરી ટીકા કરી છે. જ્ઞાનરહિત માત્ર ક્રિયાવંત યતિ કપટી છે. તેનાથી જૈન મતની પુષ્ટિ થતી નથી. વળી આવા યતિઓ પોતાના દુર્ગણો તો જોતા નથી અને બીજાના અવગુણો બોલ્યા કરે છે. આ પ્રકારનું આચરણ કરનાર માટે ઉપાડ યશોવિજય ધર્મિષ્ઠ બગલાની ઉપમા આપે છે. કહે છે કે અરે લક્ષ્મણ ! પંપા સરોવરમાં પેલો ધર્મિષ્ઠ બગલો જીવો ઉપરની દયાથી ધીમે ધીમે કેવાં પગલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org