________________
૨૧ -
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી
जह्या णएण विणा होइ ण णरस्स सियवायपडिवत्ती ।
तह्मा सो बोहव्वो एयंतं हतुकामेण ॥१७४॥ નયના જ્ઞાન વિના મનુષ્યને સ્યાદ્વાદનો બોધ થતો નથી. માટે એકાન્તનો વિરોધ કરવાની ઈચ્છા હોય તેણે નયનું જ્ઞાન મેળવવું જોઈએ.
जह सत्थाणं माई सम्मत्तं जह तवाइगुणणिलए ।
धाउवाए रसो तह णयमूलं अणेयंते ॥१७५॥ જેવી રીતે શાસ્ત્રનું મૂળ અકારાદિ વર્ણ છે. તપ આદિ ગુણોના ભંડાર સાધુમાં સમ્યક્ત અને ધાતુવાદમાં પારો છે તેવી રીતે અનેકાન્તવાદનું મૂળ નયવાદ છે.
जे णयदिट्ठिविहीणा ताण ण वत्थूसहावउवलद्धि ।
वत्थुसहावविहूणा सम्मादिट्ठी कहं हुंति ॥१८१॥ જે વ્યક્તિ નયદષ્ટિથી વિહીન છે તેને વસ્તુના સ્વરૂપનું જ્ઞાન નથી થતું. અને વસ્તુના સ્વરૂપને ન જાણનાર સમ્યક્દષ્ટિ કેવી રીતે હોઈ શકે.
धम्मविहीणो सोक्खं तपाछेयं जलेण जह रहिदो ।
तह इह वंछइ मूढो णयरहिओ दव्वणिच्छित्ती ॥६॥ જેવી રીતે મનુષ્ય ધર્મ વિના સૌખ્ય પામવાની ઇચ્છા કરે, અને જળ વગર તૃષ્ણા નાશ કરવાની ભાવના રાખે તો તે ફળીભૂત થાય નહીં તેવી જ રીતે નયજ્ઞાન વગંર જો દ્રવ્યનું જ્ઞાન પામવાની ઇચ્છા કરે તો તે નિરર્થક છે.
जह ण विभुंजइ रज्जं राओ गिहभेयणेण परिहीणो ।
तह झादा णायव्वो दवियणिछित्तीहि परिहीणो ॥७॥ જેવી રીતે રાજા જુદાં-જુદાં ખાતાઓની વહેંચણી કર્યા વગર રાજ કરી શકતો નથી તેવી જ રીતે જે મનુષ્ય નય જ્ઞાન વિના જ દ્રવ્યનું જ્ઞાન મેળવવા ઇચ્છે છે તે નિરર્થક છે.
આમ નયની મહત્તા દર્શાવતી ગાથાઓ દર્શાવી છે. ત્યારબાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org