Book Title: Jain Darshnma Nay Author(s): Jitendra B Shah Publisher: B J InstitutePage 34
________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી ૨૩ રચિત આલાપપદ્ધતિ સમાપ્ત થઈ. આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત ગ્રંથનું નામ નયચક્ર નહીં પરંતુ આલાપપદ્ધતિ છે. તેમ છતાં પં નાથૂરામ પ્રેમી જણાવે છે કે આલાપપદ્ધતિ નયચક્રનો જ ગદ્યરૂપ સારાંશ છે. અને તે નયચક્ર ઉપર જ લખવામાં આવેલ છે. માટે કેટલાક લોકો દ્વારા આપવામાં આવેલ નયચક્ર નામ એક સીમા સુધી ક્ષમ્ય છે. પરંતુ વાસ્તવમાં આ ગ્રંથનું નામ આલાપપદ્ધતિ જ છે.૨૦ ગ્રંથનો વિષય : જૈનધર્મમાં ગુણ, પર્યાય અને સ્વભાવનું વર્ણન કરનાર અનેક પ્રૌઢ ગ્રંથો છે. તેમાંથી નવનીતરૂપે તારવેલ પદાર્થને સરળ અને સંક્ષેપ શૈલીમાં અહીં રજૂ કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં ગુણ, પર્યાય, સ્વભાવ, નય, ઉપનય, ગુણની વ્યુત્પત્તિ, પર્યાયની વ્યુત્પત્તિ, સ્વભાવોની વ્યુત્પત્તિ, સ્વભાવ અને ગુણમાં ભેદ, પદાર્થોને સર્વથા અસ્તિ આદિ એક સ્વભાવવાળો માનવામાં દૂષણ, નયદૃષ્ટિથી વસ્તુસ્વભાવ વર્ણન, પ્રમાણનું લક્ષણ, વ્યુત્પત્તિ અને તેના ભેદ, નયનું લક્ષણ, વ્યુત્પત્તિ અને ભેદ, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય, તથા તેના ભેદોની વ્યુત્પત્તિ, નય અને ઉપનયોના સ્વરૂપનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ૨૧ ગ્રંથ કર્તા : દિગમ્બર પરંપરાના પં૰ નાથૂરામ પ્રેમી, પં. શ્રી કૈલાશચંદ્ર શાસ્ત્રી, પં. શ્રી ફૂલચંદ શાસ્ત્રી આદિ બધા જ વિદ્વાનો આલાપપદ્ધતિને દેવસેનકૃત જ માને છે. અને આ દેવસેન તેમજ દર્શનસારના કર્તા દેવસેનને એક જ માને છે. આ અંગે ચર્ચા કરતાં પૂર્વે આ ગ્રંથના કર્તા સ્વરૂપે દેવસેનને માનવા માટે તેમણે આપેલી દલીલોની સંક્ષેપમાં ચર્ચા કરીશું. ૧. भाण्डारकर रिसर्च इन्स्टिट्यूट, पूना में इस ग्रन्थ की एक प्रति है । प्रति के अन्त में लेखक ने लिखा है કૃતિ सुखबोधार्थमालापपद्धतिः श्री देवसेन विरचिता समाप्ता । इति श्री नयचक्र सम्पूर्णम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108