Book Title: Jain Darshnma Nay Author(s): Jitendra B Shah Publisher: B J InstitutePage 40
________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી ૨૯ દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે સર્વપ્રથમ તર્કસંગ્રહ અને મુક્તાવલી જેવા અન્ય દર્શનના ગ્રંથોનો અભ્યાસ કરવો પડતો હતો. કેશવ મિશ્રની તર્કભાષાનો અભ્યાસ કરવો જરૂરી જણાતો હતો. આ કારણે વિદ્યાર્થીના કુમળા માનસપટ ઉપર તે તે દર્શનોના સંસ્કારો રૂઢ થઈ જતા હતા. આ પરિસ્થિતિમાં તેમણે વિદ્યાર્થીને ઉપયોગી થાય તેવા સંસ્કરણની આવશ્યકતા જણાઈ હશે. આથી જ તેઓએ તર્કભાષા-જૈનતર્કભાષા નામના ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં જૈન તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષયો પ્રમાણ-નય-નિક્ષેપની સરળ ભાષામાં રજૂઆત કરી છે. કોઈ પણ વિદ્યાર્થી જૈન દર્શનનો અભ્યાસ કરવા ઇચ્છતો હોય તો તેના માટે આ ગ્રંથ ખૂબ જ ઉપયોગી થાય તેવો છે. જૈન દર્શનના અગાધ જ્ઞાનસાગરમાં અવગાહવા માટેની નાવ સમાન ગ્રંથ અન્ય બે તર્કભાષાઓ (૧) ન્યાયદર્શનનાં તત્ત્વોની વ્યાખ્યા કરનાર કેશવ મિશ્રની તર્કભાષા અને (૨) મોક્ષાકર ગુપ્તની બૌદ્ધદર્શનના પદાર્થોની વ્યાખ્યા કરનાર તર્કભાષા કરતાં અનેક રીતે ચડિયાતો અને સુવ્યવસ્થિત છે. ઉપા. યશોવિજયજી મ. સા. વિરચિત જૈનતર્કભાષા સ્યાદ્વાદરત્નાકર અને વિશેષાવશ્યકભાષ્યના સારરૂપ ગ્રંથ છે. જૈનના મહત્ત્વપૂર્ણ નિયસિદ્ધાન્તનો સુપેરે બોધ થાય તે માટે શ્વેતામ્બર પરંપરામાં સ્વતંત્ર સાહિત્યનો અભાવ હતો. સન્મતિતર્ક, તત્ત્વાર્થસૂત્ર ટીકા, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા આદિ ગ્રંથોમાં નયની વિશદ છણાવટ કરવામાં આવી છે છતાંય આ બધા જ ગ્રંથો ક્લિષ્ટ અને વિદ્ધભોગ્ય હોવા ઉપરાંત છાત્રોને ખૂબ જ કઠિન પડે તેવા હોવાથી ઉપા. યશોવિજયજીએ છાત્રોને ઉપયોગી થાય તેવા નયપ્રદીપ નામના સરળ ગ્રંથની રચના કરી છે તેમ જ નરહસ્ય અને નયોપદેશ જેવા પ્રૌઢ ગ્રંથની રચના પણ કરી છે. સર્વજનોપયોગી ગ્રંથો રચવાનું મહાન કાર્ય : સંસ્કૃત અને પ્રાકૃત ભાષા અર્થબહુલ છે. સંસ્કૃત ભાષા તો પંડિતોની ભાષા તરીકે પ્રાચીનકાળથી જ પ્રચલિત છે. અને પ્રાકૃત ભાષાનો પ્રચાર પણ ધીરે ધીરે અલ્પ થતો જવાને કારણે સંસ્કૃત ભાષાની જેમ શાસ્ત્રોની ભાષા બની ગઈ. આથી દર્શન અને સિદ્ધાન્તના ગ્રંથોનો તાગ ઉક્ત ભાષાજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108