Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 39
________________ ૨૮ જૈન દર્શનમાં નય આ ઉપરાંત સમંતભદ્ર કૃત આપ્તમીમાંસા ઉપર રચાયેલ મૂર્ધન્ય ગ્રંથ અષ્ટસહસી નામની ટીકા ઉપર ઉપાડ યશોવિજયજીએ આઠ હજાર શ્લોકપ્રમાણ બીજી નવી અષ્ટસહસ્ત્રી નામની ટીકાની રચના કરી છે. આ ગ્રંથમાં પણ પદે પદે નવ્ય શૈલીનો ઉપયોગ કરી જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને મંડિત કર્યું છે. આ ઉપરાંત તેઓએ અન્ય ગ્રંથોમાં પણ આ શૈલીનો પ્રયોગ કર્યો છે. આમ જૈન દર્શનના ગ્રંથોને નવ્ય શૈલીમાં ઢાળવાનું સર્વપ્રથમ સફળ કાર્ય ઉપા. યશોવિજયજીએ કર્યું. આ તેઓશ્રીનું સહુથી મોટું પ્રદાન છે. વિકભોગ્ય ગ્રંથોની રચના સાથે છાત્રોપયોગી ગ્રંથોની રચના : સત્તરમી સદી સુધીમાં જૈન દર્શનમાં અનેક ગ્રંથોની રચના થઈ ચૂકી હતી. દ્વાદશાર-નયચક્ર ને સન્મતિતર્ક જેવા અત્યંત પ્રૌઢ ગ્રંથો ઉપલબ્ધ હતા. નયચક્ર પરની સિંહસૂરિની ટીકા તથા સન્મતિસૂત્ર પરની અભયદેવસૂરિની બૃહત્ ટીકા તો જૈન દર્શનના શ્રેષ્ઠ ગ્રંથો છે. આ ઉપરાંત ગૌતમના ન્યાયસૂત્રની તુલના કરી શકે તેવી કલિકાલ સર્વજ્ઞનો પ્રમાણમીમાંસા ગ્રંથ હતો. જોકે અત્યારે તે સંપૂર્ણ રૂપે ઉપલબ્ધ થતો નથી છતાંય જેટલો અંશ ઉપલબ્ધ છે તેમાં પણ ખૂબ જ ગંભીર અને અકાઢ્ય યુક્તિઓ દ્વારા જૈન દર્શનનાં તત્ત્વોની અત્યન્ત સુંદર રીતે રજૂઆત કરી છે. બૌદ્ધ શાસ્ત્રોની તર્કજાળ અને યુક્તિ-પ્રયુક્તિઓ ખૂબ જ પ્રચલિત છે. કમલશીલના તત્ત્વસંગ્રહની તુલના કરી શકે તેવો ગ્રંથ શાસ્ત્રવાર્તાસમુચ્ચય રચવાનું શ્રેય આ હરિભદ્રસૂરિને છે. જૈન દર્શનનાં પ્રમાણોનું લક્ષણ આ સિદ્ધસેન દિવાકર સૂરિએ ન્યાયાવતાર સૂત્રમાં કર્યું જ હતું, પણ તેને વિસ્તારપૂર્વક સુવ્યવસ્થિત કરવાનું કાર્ય બુદ્ધિસાગરસૂરિએ પ્રમાલક્ષ્મ નામના ગ્રંથમાં કર્યું છે. આમ અનેક શાસ્ત્રગ્રંથો ઉપલબ્ધ હતા તેમાં ઉપાધ્યાયજીએ ટીકાગ્રંથોની અને સ્વતંત્ર ગ્રંથોની રચના કરી વૃદ્ધિ કરી. આમ વિપુલ દાર્શનિક સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં તેમને જૈન દર્શનમાં પ્રવેશ કરવા ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે કોઈ સરળ ગ્રંથની ઊણપ ખટકી હશે. જૈન દર્શનમાં પ્રૌઢ ગ્રંથોની કોઈ જ કમી ન હતી પરંતુ છાત્રને દાર્શનિક ક્ષેત્રે પ્રવેશ કરવા માટે પરોપજીવિતા અનુભવવી પડતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108