Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 37
________________ ૨૬ જૈન દર્શનમાં નય બહુ મોટું યોગદાન કર્યું છે. ઉપા. યશોવિજયજી નાનપણથી જ તીવ્ર સ્મરણ-શક્તિ ધરાવતા હતા. બાલ્યકાળમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી વિદ્યાભ્યાસનો પ્રારંભ કર્યો. ગુરુભગવંતોની નિશ્રામાં વિદ્યાભ્યાસ કરી તૈયાર થયા અને અમદાવાદમાં અષ્ટાવધાનનો પ્રયોગ કર્યો. તેમની પ્રજ્ઞાથી પ્રભાવિત થયેલ શ્રાવકોએ તેમનામાં આ હરિભદ્રસૂરિ અને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિનાં દર્શન કર્યા. આથી જ તેમના ગુરુ મહારાજને વિનંતી કરી બનારસ ભણવા મોકલ્યા. બનારસમાં ટૂંક સમયમાં જ જટિલતમ વિદ્યાશાખા નવ-ન્યાય અને અન્ય ભારતીય દર્શનનો અભ્યાસ કરી પારંગત બન્યા. અનેક પંડિતોને વાદમાં હરાવી અજેય બન્યા અને જૈન ધર્મની વિજયપતાકા લહેરાવી અભુત શાસનપ્રભાવના કરી. ત્યાંથી આગ્રા જઈ બાકી રહેલ દર્શનોનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કરી પુનઃ ગુજરાતમાં પધાર્યા અને ત્યારબાદ તો તેમણે આજીવન સાહિત્ય-સર્જનનું અભૂતપૂર્વ કાર્ય ચાલુ કરી દીધું. નબન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યોગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, કથા, ભક્તિ તથા સિદ્ધાન્ત આદિ અનેક વિષયો ઉપર લખાણ થવા લાગ્યું. જે જે વિષય ઉપર લખવાનો પ્રારંભ કરતા તે તે વિષયોના મૂળ સુધી પહોંચી જતા. કોઈ પણ વિષય, પછી તે દર્શનનો હોય કે સિદ્ધાન્તનો, સ્વસમયનો હોય કે પર સમયનો તેની સૂક્ષ્મ વિવેચના કરે અને તે તે વિષયના પ્રૌઢ ગ્રંથોનાં ઉદ્ધરણો આપી વાતને પુષ્ટ કરે. આવી અદ્ભુત શૈલી ધરાવનાર યશોવિજયજીએ વિપુલ પ્રમાણમાં બહુમૂલ્ય સાહિત્ય-સર્જન કરી જૈન દર્શનમાં મૂલ્યવાન યોગદાન કર્યું છે જેના માટે જૈન ધર્મ સદીઓ સુધી તેમનો ઋણી રહેશે. તેઓશ્રીએ દિગંબરાચાર્ય સમતભદ્રકૃત અષ્ટસહસ્ત્રી, પતંજલિકૃત યોગસૂત્ર, મમ્મટ કૃત કાવ્યપ્રકાશ, જાનકીનાથ શર્મા કૃત ન્યાયસિદ્ધાન્તમંજરી ઈત્યાદિ ગ્રંથો પર વૃત્તિ લખી તથા યોગવાશિષ્ઠ, ઉપનિષદુ, શ્રીમદભગવદ્ગીતામાંથી સેંકડો આધારો આપ્યા છે, જે તેમની સંપ્રદાયથી પર એવી ઉદાર અને ગુણગ્રાહી દૃષ્ટિનો પરિચય કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108