________________
૨૫
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી
ભાષામાં રચ્યા છે અને તે બધા જ પદ્ય-બદ્ધ છે. પ્રાકૃત નયચક્રનું અવલોકન કરી લખાયેલ પ્રસ્તુત આલાપપદ્ધતિ સંસ્કૃત ભાષામાં રચાયેલ છે. છતાં તેમાં પ્રાકૃત નયચક્રના વિષયોનું
અનુસરણ કરવામાં આવ્યું નથી. ૩. વિષયોને પુષ્ટ કરવા માટે ઉદ્ધત કરવામાં આવેલ નય વિષયક શ્લોકો
પણ નયચક્રમાંથી લેવામાં આવ્યા નથી. ૪. દિગમ્બર પરંપરામાં એકાધિક દેવસેન થયેલા છે. તેથી પ્રસ્તુત દેવસેન
એ પ્રથમ દેવસેનથી ભિન્ન દેવસેન પણ સંભવી શકે. ૫. પ્રથમ દેવસેને પોતાના ગ્રંથોમાં મુનિનાથ, ગણિ જેવાં વિશેષણો વાપર્યા
છે. જ્યારે અહીં ગ્રંથના અંતે પંડિત દેવસેન એવું લખ્યું છે. જ્યારે મૂળ દેવસેન તો વિનયી અને સરળ છે. તેઓ પોતાના માટે પંડિત એવો શબ્દ પ્રયોગ ન કરે.
ઉપાધ્યાય યશોવિજયનું જીવન :
સત્તરમી સદીમાં થઈ ગયેલા ઉપાધ્યાય યશોવિજયજીએ અનેક ગ્રંથોની રચના કરી જૈન દર્શનને વધુ સમૃદ્ધ બનાવવાનું ઉત્તમોત્તમ કાર્ય કર્યું છે. અનેક વિષયો ઉપર તલાવગાહી જ્ઞાન ધરાવનાર ઉપાયશોવિજય મની કલમમાં સાહિત્યિકતા છે, સાથે સાથે તીક્ષ્ણતા છે. છતાંય ક્યાંય વિવેકભંગ થતો જણાતો નથી. તમામ વાતો અને યુક્તિ-પ્રયુક્તિઓ શાસ્ત્રોક્ત અને સાધાર જોવા મળે છે. આ તેમની વિશેષતા છે. પદે પદે તેમની નવનવોન્મેષ પ્રજ્ઞાના દર્શન થાય છે. ગંભીર પદાવલીઓ પંડિતોની પ્રજ્ઞાને પણ મૂંઝવી દે તેવી છે. સાથે સાથે સરળ ગ્રંથો, સરળ ગુજરાતી ભાષામાં રચાયેલ સુબોધ ગ્રંથોમાં ગહન શાસ્ત્રગ્રંથોના રહસ્યને સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કર્યા છે. આવી ઉભય પ્રકારની વિશેષતા ધરાવતી ઉપા. યશોવિજયજીની પ્રજ્ઞાને વારંવાર વંદન કરવાનું મન થાય. તેઓશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત અને તળપદી ગુજરાતી ભાષામાં ગ્રંથો રચી જૈન સાહિત્યક્ષેત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org