________________
૨૦
જૈન દર્શનમાં નય પરંતુ પંડિત કૈલાશચંદ્રશાસ્ત્રીના મતે આ ગ્રંથના કર્તા દેવસેન, તે દર્શનસારના કર્તા દેવસેનથી ભિન્ન છે અને તેના સમર્થનમાં પં. પરમાનંદ શાસ્ત્રીનો મત ટાંક્યો છે. પં. પરમાનંદ શાસ્ત્રીના મતે ભાવસંગ્રહ દર્શનસારના રચયિતા દેવસેનની કૃતિ નથી. કારણ કે દર્શનસાર મૂળસંઘનો ગ્રંથ છે. તેમાં કાઠાસંઘ, દ્રાવિડસંઘ, યાપનીયસંઘ અને માથુરસંઘને જૈનાભાસ ઘોષિત કર્યા છે. પરંતુ ભાવસંગ્રહ કેવળ મૂળસંઘનો ગ્રંથ નથી. તેમાં ત્રિવર્ણાચારની જેમ આચમન, સકલીકરણ, યજ્ઞોપવીત, પંચામૃતાભિષેક આદિનું વિધાન છે. એટલું જ નહીં, પરંતુ ઈન્દ્ર, અગ્નિ, કાલ, નૈઋત્ય, વરુણ, પવન, યક્ષ અને સોમાદિનું સશસ્ત્ર આહ્વાન કરવાનું તથા બલિ, ચરુ આદિ પૂજા દ્રવ્ય તથા યજ્ઞના વિભાગને બીજાક્ષરયુક્ત મંત્રો દેવાનું વિધાન છે.
તેમના મતે અપભ્રંશ ભાષાના સુલોચના ચરિઉના કર્તાનું નામ પણ દેવસેન છે અને તેમના ગુરુનું નામ પણ વિમલસેન ગણિ છે. આથી ભાવસંગ્રહ તેમનો જ ગ્રંથ છે.
પં. કૈલાશચંદ્ર શાસ્ત્રીએ આ ગ્રંથ ભારતમાં ગઝનવીના આક્રમણ પછી રચાયો હોવાનું અનુમાન કર્યું છે. પરંતુ તેમણે કોઈ જ પ્રમાણ પ્રદર્શિત કર્યું નથી. આ બાબતે દિગમ્બર પરંપરામાં થઈ ગયેલ વિદ્વાન્ પિતા-પુત્ર શ્રીયુત મિલાપચંદ કટારિયા અને રતનલાલ કટારિયાએ એક અત્યંત વિસ્તૃત અને સંશોધનપૂર્ણ લેખ રેવસેન છે મવસંગ્રહ લખ્યો છે. તેમાં અનેકાનેક પ્રમાણોથી પ્રમાણિત કર્યું છે કે ભાવસંગ્રહના કર્તા દેવસેન પ્રથમ દેવસેનથી ભિન્ન છે અને તે ૧૩-૧૪મી સદીમાં થઈ ગયેલ દેવસેન છે. નયચક્ર :
નયચક્રને લઘુ નયચક્રના નામથી ઓળખવામાં આવે છે. તેના કર્તા આ દેવસેન છે. પ્રાકૃત ભાષા નિબદ્ધ ૮૭ ગાથાઓમાં નયોનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. નય એ જૈન ધર્મનો વિશિષ્ટ સિદ્ધાન્ત છે. દિગમ્બર પરંપરામાં નયોનું સ્વતંત્ર વર્ણન કરતો આ સર્વપ્રથમ ગ્રંથ છે. નયોનું વર્ણન કરતા આ દેવસેને નયોની મહત્તા પણ દર્શાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org