________________
૧૯
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી મનુષ્ય માંસ, મદિરાનું સેવન કરી કોઈ સ્ત્રીને સેવન કરવા દ્વારા શિવપાર્વતીનો વેશ ભજવતા શિવની આરાધના કરે છે.
અહીં ચાર્વાક પણ પુણ્ય-પાપ, પરલોક આદિ માનતો નથી તેથી ગ્રંથકારે કૌલિક મતને પણ ચાર્વાક માની લીધો છે.
ત્યાર બાદ સાંખ્યમતની આલોચના કરી છે. જણાવ્યું છે કે જીવ હંમેશાં અકર્તા છે. પુણ્યપાપનો ભોક્તા નથી. આવી વાત કરી તેઓએ બહેન અને પુત્રીને પણ અંગીકાર કરી છે. (ગા. ૧૭૯)
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકનું વર્ણન કરતાં બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રની આલોચના કરી છે. બ્રહ્માની આલોચના કરતાં તિલોત્તમાના ઉપાખ્યાનની, કૃષ્ણની સમાલોચના કરતાં શૂકર કૂર્મ, રામાવતારની ચર્ચા કરી છે. રુદ્રની ચર્ચા કરતાં તેના સ્વરૂપ અને બ્રહ્મહત્યાનું વિવેચન કર્યું છે. (ગા. ૨૦૩પપ) ચોથા અવિરત સમ્યગૃષ્ટિ ગુણસ્થાનકનું વર્ણન કરતાં તેમણે સાત તત્ત્વોની ચર્ચા કરી છે. પાંચમાં ગુણસ્થાનકના સ્વરૂપનું વર્ણન ખૂબ જ વિસ્તારપૂર્વક ૨૫૦ ગાથાઓમાં કર્યું છે. તેમાં શ્રાવકાચારનું વર્ણન છે. તેમાં અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રતની સાથે આઠ મૂળ ગુણનું પણ વર્ણન છે. આઠ મૂલ ગુણ આ પ્રમાણે છે. પાંચ ઉદુમ્બર ફળોનો ત્યાગ તથા મધ, માંસ, મધનો ત્યાગ. ત્યારબાદ ચાર પ્રકારના ધ્યાનનું વર્ણન છે. તેમજ દેવપૂજાનું વર્ણન કર્યું છે. ચાર દાનનું વર્ણન પણ કર્યું છે.
સાતમા ગુણસ્થાનકના સ્વરૂપના વર્ણનમાં પિંડથ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. ત્યારબાદ બાકીનાં ગુણસ્થાનકોનું સામાન્ય વર્ણન કરી ગ્રંથ સમાપ્ત કર્યો છે.
- નાથૂરામ પ્રેમીના મતાનુસાર આ ગ્રંથમાં દર્શનસારની અનેક ગાથાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી તથા ગ્રંથાજો દેવસેનના નામનો ઉલ્લેખ હોવાથી આ ગ્રંથ કર્તા અને દર્શનસારના કર્તા એક જ છે. પં. જુગલકિશોર મુખ્યતારનો પણ મત આ પ્રકારનો જ છે. તેઓએ વિમલસેનના નામની સમાનતા, મંગલાચરણના શ્લોકમાં વિમલપદનો ઉપયોગ અને અંતે દેવસેનનું નામ આ બધાને આધારે એકકતૃત્વ માન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org