________________
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી
થવાની પ્રક્રિયા દર્શાવે છે.
ભાવસંગ્રહ :
ભાવસંગ્રહ નામનો એક ગ્રંથ વિમલસેન ગણધરના શિષ્ય દેવસેને રચ્યો છે. પ્રાકૃત ભાષાનિબદ્ધ ૭૦૦ ગાથાઓમાં જૈન દર્શનનાં વિશિષ્ટ સિદ્ધાન્ત ગુણસ્થાનકોનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. પં કૈલાશચંદ્ર શાસ્ત્રીનું માનવું છે કે સૈદ્ધાન્તિક દૃષ્ટિએ આ ગ્રંથ વિશેષ મહત્ત્વપૂર્ણ નથી, કેમ કે ચૌદ ગુણસ્થાનકોનું વર્ણન તો બહુ જ સામાન્ય કોટિનું છે પરંતુ તેનું આલંબન લઈને વિવિધ વિષયોનું કથન વિસ્તારથી કર્યું છે.
ભાવસંગ્રહનો વિષય :
૧૭
પ્રથમ બે ગાથાઓ દ્વારા ચૌદ ગુણસ્થાનકોનો નામોલ્લેખ કરી ગ્રંથકારે મિથ્યાત્વ ગુણસ્થાનકનું સ્વરૂપ બતાવ્યું છે, તથા મિથ્યાત્વના એકાન્ત, વિનય, સંશય, અજ્ઞાન, વિપરીત આ પાંચ ભેદો બતાવી બ્રાહ્મણ મતને વિપરીત મિથ્યાદષ્ટિ દર્શાવતાં કહ્યું છે કે બ્રાહ્મણ એમ કહે છે કે જલથી શુદ્ધિ થાય છે, માંસથી પિતૃઓની તૃપ્તિ થાય છે. પશુબલિથી સ્વર્ગ મળે છે. ગોયોનિના સ્પર્શથી સ્વર્ગ મળે છે. ત્યારબાદ આ ચારેય વાતોનું ખંડન કરવામાં આવ્યું છે અને સ્વપક્ષના સમર્થનમાં ગીતા આદિ બ્રાહ્મણ ગ્રંથોમાંથી પ્રમાણો ઉષ્કૃત કર્યાં છે.
એકાન્ત મિથ્યાત્વના કથનમાં ક્ષણિકવાદી બૌદ્ધોનું ખંડન કર્યું છે. વૈનયિક મિથ્યાત્વના કથનમાં યક્ષ, નાગ, દુર્ગા, ચંડિકા આદિને પૂજવાનો નિષેધ કર્યો છે. સંશય મિથ્યાત્વનું કથન કરતી વખતે શ્વેતામ્બર મતનું ખંડન કર્યું છે. શ્વેતામ્બર પરંપરામાં સ્ત્રીમુક્તિની વાત કરવામાં આવી છે. કેવલીને કવલાહાર માનવામાં આવે છે. અને સાધુઓ વસ્ત્ર-પાત્ર આદિ રાખે છે. આ બધા સિદ્ધાન્તોની આલોચના કરવામાં આવી છે. શ્વેતામ્બરો પોતાના સાધુઓને સ્થવિરકલ્પી માને છે. ગ્રંથકારે લખ્યું છે કે આ સ્થવિકલ્પ નથી પરંતુ સ્પષ્ટ રૂપથી ગૃહસ્થકલ્પ છે. ત્યાર બાદ તેમણે સ્થવિરકલ્પ અને જિનકલ્પનું વર્ણન કર્યું છે (ગા૰ ૧૧૯-૧૩૯). ત્યારબાદ તેમણે લખ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org