________________
૧૬
"जह जह मणसंचारा इंदियविसयावि उवसमं जंति । तह तह पयडइ अप्पा, अप्पाणं जाण हे सूरो ॥३०॥
જૈન દર્શનમાં નય
જેમ જેમ મનની ચંચળતા અને ઇન્દ્રિયોની વિષયસન્મુખતા શાન્ત પડતી જાય તેમ તેમ આત્મતત્ત્વ પ્રગટ થતું જાય છે. તેથી હે શૂરવીર, આત્મતત્ત્વને જાણવું જોઈએ.
શુદ્ધભાવનું મહત્ત્વ જણાવતા ગ્રંથકાર કહે છે કે
" लहइ ण भव्वो मोक्खं जावइ परदव्ववावडो चित्तो । उग्गतवपि कुतो सुद्धे भावे लहु लहइ ॥३३॥
જ્યાં સુધી મન-ચિત્ત પરદ્રવ્યમાં આસક્ત છે ત્યાં સુધી કોઈ ભવ્ય જીવ મોક્ષમાં જતો નથી, પછી ભલે તે ઉગ્ર તપ કરતો હોય પરંતુ જો તે શુદ્ધ ભાવમાં સ્થિર થાય તો તરત જ મોક્ષ અવસ્થા પ્રાપ્ત કરે છે. મધ્યસ્થ યોગીની ચર્ચા કરતાં જણાવે છે કે :~
"अप्पसमाणा दिट्ठा जीवा सव्वेवि तिहुअणत्थावि । जो मज्झत्थो जोई ण य तूसइ णे य रूसेइ ॥३७॥
અર્થાત્ જે ત્રણેય જગતનાં સમસ્ત પ્રાણીઓને—જીવોને આત્મસમાન ગણે છે તેવો માધ્યસ્થ યોગી ક્યારેય રાગ કરતો નથી—–રોષ કરતો નથી.
અંતે મોહનો નાશ કરવાની જ પ્રધાનતા દર્શાવી છે. જ્યાં સુધી મોહનો નાશ નથી કર્યો હોતો ત્યાં સુધી મન સ્થિર થતું નથી. જ્યારે મોહનો નાશ થાય છે ત્યારે આપોઆપ મન પણ શાંત બની જાય છે. માટે સાધકે મોહનો નાશ કરવાની જ સાધના કરવી જોઈએ. જેમ કે :
ण मरइ तावेत्थ मणो जाम ण मोह खयंगओ सव्वो ।
અર્થાત્ જ્યાં સુધી મોહનો સર્વથા નાશ નથી થયો હોતો ત્યાં સુધી મન મરતું નથી. આમ સાધકને માટે આ લઘુગ્રંથ ઘણાં જ મહત્ત્વનાં સૂચનો આપે છે તેમજ રત્નત્રય દ્વારા મનનો વિજય મેળવી શુદ્ધ આત્મદશામાં સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org