Book Title: Jain Darshnma Nay Author(s): Jitendra B Shah Publisher: B J InstitutePage 22
________________ ૧૧ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી સ્વરૂપ ધ્યાવવું જોઈએ. આત્મસ્વરૂપ : જૈન દર્શનમાં આત્મતત્ત્વ જીવતત્ત્વ છે. અજીવથી ભિન્ન છે. અજીવતત્ત્વના આવરણને કારણે તે ચારેય ગતિમાં પરિભ્રમણ કરે છે. જ્યારે આવરણો નાશ પામે છે ત્યારે શુદ્ધ સ્વરૂપ આવિર્ભાવ પામે છે. વ્યવહાર નયની અપેક્ષાએ તે જન્મમરણ, વિભિન્ન ગતિમાં જનાર છે જ્યારે શુદ્ધતપ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વવિકલ્પોથી શૂન્ય, શુદ્ધ, નિરાલંબન, નિરંજન નિરાકાર છે. આત્મસ્વરૂપ પ્રાપ્તિના ઉપાય : આત્માનું શુદ્ધ સ્વરૂપ કર્મને કારણે અનાદિ કાળથી આવૃત છે. તેને અનાવૃત કરવા કમરહિત થવું આવશ્યક છે. તે માટે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્રની જરૂર છે. કષાયરહિત અને પરિગ્રહ રહિત થવું જોઈએ, સાંસારિક સુખોથી અલગ થઈ વૈરાગ્યવાસિત થવું જોઈએ, પરદ્રવ્યાશ્રિત સુખોનો ત્યાગ, રાગદ્વેષનો ત્યાગ, આત્મસ્વભાવમાં રત આત્મા આરાધક બને છે એટલું જ નહીં પરંતુ મરણપર્યત પોતાના આરાધક ભાવને જાળવી રાખે છે. આવો આરાધક આત્મા કર્મોનો નાશકર્તા બને છે. આમ છતાં આ દેવસેને કર્મના નાશ કરવાના અને આત્મતત્ત્વ પામવાના માર્ગોનું સ્પષ્ટ રૂપે અલગથી વર્ણન પણ કર્યું છે. પરિગ્રહનો ત્યાગ, કષાયનો ત્યાગ, પરિહો ઉપર વિજય, ઉપસર્ગોને સહન કરનાર, ઈન્દ્રિયમલ્લોને જીતનાર, મનની ગતિને વશ કરનાર લાંબા સમયથી બાંધેલાં કર્મોનો ક્ષય કરી શકે છે. ગ્રંથકારે આ તમામની વિસ્તારથી ચર્ચા કરી છે. માત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં સંન્યાસની આવશ્યકતા સ્વીકારી છે. સંન્યાસી માટેની યોગ્યતાનું પણ વર્ણન કર્યું છે. ગુખવાસ છે ત્યાગ, પુત્રાદિ સ્વજન સંબંધોનો ત્યાગ, ‘જીવિત અને ધનની આશાનો ત્યાગ જ સંયમ છે' આવા પ્રકારનો સંયમ-વૈરાગ્ય-સંન્યાસ પ્રાપ્તિ કરવા માટે વિલંબ ન કરવો જોઈએ. જરા-વ્યાધિ શરીરમાં વ્યાપી જાય, ઇન્દ્રિયો વિલય પામે, બુદ્ધિનો વિનાશ થાય, આયુષ્યનું જલ સુકાવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108