________________
જૈન દર્શનમાં નય करके मतों की उत्पत्ति आदि के सम्बन्ध की जो गाथाएँ हैं उन्हें यदि ध्यान से पढ़ा जाय तो मालूम होता है कि वे सिलसिलेवार नहीं हैं । उनमें पुनरुक्तियाँ बहुत हैं । अवश्य ही वे. एकाधिक स्थानों से संग्रह की गई
આ લઘુગ્રંથમાં કુલ ૧૦ મતોની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે. ૧. બૌદ્ધ, ૨. શ્વેતામ્બર, ૩. બ્રાહ્મણમત, ૪. વૈનેયિકમત, પ. મંખલિપૂરણનો મત, ૬. દ્રાવિડસંઘ, ૭. માપનીય સંઘ, ૮, કાષ્ઠાસંઘ, ૯. માથુરસંઘ, ૧૦. ભિલ્લક સંઘ. તેમાંથી પૂર્વના પાંચ મતોને અનુક્રમે એકાન્ત, સંશય, વિપરીત, વિનયન અને અજ્ઞાન એ પાંચ મિથ્યાત્વ અંતર્ગત સમાવિષ્ટ કરી શકાય, પરંતુ પાછળના પાંચ મતોનો ક્યાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ દેવસેને કરેલ વિવેચન અને વર્ણનને આધારે કહી શકાય કે અંતિમ પાંચ દર્શનનો સમાવેશ જૈનાભાસમાં કરવામાં આવ્યો હશે.
- ત્રીજી અને ચોથી ગાથામાં જણાવ્યું છે કે પ્રથમ તીર્થકર ઋષભદેવનો પૌત્ર મરીચિ તમામ મિથ્યામતોના પ્રવર્તકોમાં પ્રધાન હતો. તેણે એક વિચિત્ર મતની સ્થાપના કરી હતી જેમાં પાછળથી હાનિવૃદ્ધિ થતી રહી છે. આ દેવસેન કોઠાસંઘ કે જે દિગમ્બર પરંપરાનો જ વિભિન્ન પ્રકાર છે તેને સમયમિથ્યાત્વી માને છે. પરંતુ શ્વેતામ્બરોને આમાં સમાવિષ્ટ કેમ નથી કર્યા તે એક પ્રશ્ન છે. અન્ય લેખકોએ તો કાઠાસંઘ શ્વેતામ્બરોને પણ જૈનાભાસ ગણાવ્યા છે. યથા :
પુચ્છ: છેતવાસો દ્રાવિડ યાપનીયઃ | नि:पिच्छिकश्चेति पंचैते जैनाभासाः प्रकीर्तिताः ॥६
નીતિસાર. અર્થાત ગોપુચ્છક, શ્વેતામ્બર, દ્રાવિડસંઘ, યાપનીય, નિપુચ્છક સંઘ–આ પાંચ જૈનાભાસ સ્વરૂપ છે. પરંતુ આ દેવસેન શ્વેતામ્બરોને સાંશયિક માને છે. આ નેમિચંદ્ર પણ શ્વેતામ્બરોને સાંશયિક માને છે. પં નાથૂરામ પ્રેમી આ અંગે પ્રશ્ન ઉઠાવતા જણાવે છે કે શ્વેતામ્બરોને સાંસર્વિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org