________________
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી
આચાર્ય દેવસેન : - દિગમ્બર પરંપરામાં આ દેવસેન નામક એકાધિક આચાર્યો થઈ ગયા છે. આ દેવસેન, તેમના સમય, સંપ્રદાય, કૃતિઓ વિશેના અપૂરતા ઐતિહાસિક પ્રમાણો, જુદા-જુદા સમયમાં થઈ ગયેલા દેવસેન નામના વિભિન્ન આચાર્યોનું નામ-સામ્ય અને ગ્રંથોમાં પણ કોઈ વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થતો ન હોવાથી એમના સંબંધમાં સંદિગ્ધતા પ્રવર્તે છે. પ્રાપ્ત થતી કૃતિઓને આધારે તથા ગ્રંથગત વિષયને આધારે તેમજ તેમના નામ અને કાર્ય અંગે થયેલ ઊહાપોહને આધારે એટલું જરૂર કહી શકાય કે દિગમ્બર પરંપરામાં ઓછામાં ઓછા ચાર દેવસેન થઈ ગયા છે. તે અંગે આપણે અહીં ટૂંકમાં ચર્ચા કરીશું. ૧. પ્રથમ દેવસેન, જેઓ દર્શનસારના કર્તા છે અને વિક્રમની ૧૦મી
શતાબ્દીમાં થઈ ગયા છે. આ દેવસેન સર્વપ્રથમ દેવસેન છે. તેમણે દર્શનસાર, આરાધનાસાર, તત્ત્વસાર, નયચક્ર અને આલાપપદ્ધતિ
આદિ ગ્રંથોની રચના કરી છે. ૨. પંડિત કૈલાશચંદ્ર શાસ્ત્રી, પં. શ્રી મિલાપચંદજી કટારિયા તેમજ
રતનલાલ કટારિયા, તથા પરમાનંદ શાસ્ત્રી આદિ દિગમ્બર પરંપરાના
વિદ્ધાનું સંશોધકો એકથી વધુ દેવસેન નામક આચાર્યો થયાના ઉલ્લેખો " આપે છે. પ, કૈલાશચંદ્ર શાસ્ત્રી તથા નાથૂરામ પ્રેમી અનુસાર ભટ્ટારક
1 -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org