Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 15
________________ ૪ જૈન દર્શનમાં નય તેમ છતાં દર્શનસાર નામના ગ્રંથનું અધ્યયન કરતાં એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ પદ્મનંદી અથવા કુંદકુંદાન્વયના હતા. દર્શનસારમાં તેમણે કાઠાસંઘ, દ્રાવિડસંઘ, માથુરસંઘ અને યાપનીયસંઘ આદિ જૈન સંઘોની ઉત્પત્તિ દર્શાવી છે અને તેઓને જેનાભાસ તરીકે વર્ણવ્યા છે. આથી તેઓ ઉક્ત સંઘોના અનુયાયી ન હતા તેમ સ્પષ્ટપણે કહી શકાય. તેમજ દર્શનસારની જ ૪૩મી ગાથામાં જણાવ્યું છે કે જો પદ્મનંદિનાથ (કુંદકુંદ) સમન્વર સ્વામી દ્વારા પ્રાપ્ત દિવ્યજ્ઞાન દ્વારા બોધ આપતા ન હોત તો મુનિજન સાચા માર્ગને કેવી રીતે જાણી શકત ? આ પ્રકારની વાત તેઓ કુંદકુંદાન્વયી હોવાનું પુષ્ટ કરે છે. આ સિવાય તેમણે બીજો કોઈ જ ઉલ્લેખ કર્યો ન હોવાથી એટલું તો કહી જ શકાય કે તેઓ કંદુકુંદાન્વયના મૂળ સંઘમાં થઈ ગયેલ જૈનાચાર્ય હતા. ગુરુ : આપણે ઉપર જોયું તે પ્રમાણે તેમના જીવન અને ચરિત્ર વિશે વિશેષ કોઈ ઉલ્લેખો મળતા નથી તેવીજ રીતે દેવસેને કોઈપણ ગ્રંથમાં પોતાના ગુરુનું નામ જણાવ્યું નથી, માત્ર ભાવસંગ્રહ નામના ગ્રંથમાં પોતાના ગુરુનું નામ વિમલસેન ગણધર (ગણિ) દર્શાવ્યું છે. ૨ ભાવસંગ્રહ ગ્રંથના કર્તા આ દેવસેન જ છે કે અન્ય કોઈ તે વિશે હજુ સંશોધન થવું જરૂરી છે. કેટલાક દિગમ્બર પરંપરાના વિદ્વાનો આ ગ્રંથને પ્રથમ દેવસેનકૃત ન માનતાં ૧૪મી સદીમાં થયેલ અન્ય દેવસેનનો બનાવેલ માને છે. આથી સ્પષ્ટપણે એમ કહેવું છે કે આચાર્ય દેવસેનાના ગુરુનું નામ વિમલસેન હતું તે વાત અસંદિગ્ધ તો ન જ કહેવાય તે માટે હજુ વધુ પ્રમાણોની આવશ્યકતા ઊભી રહે છે. આચાર્ય દેવસેને આરાધનાસારની મંગળગાથામાં “વિમનયTUસદ્ધિ, ૩ દર્શનસારમાં વિતVI[vi પદ દ્વારા, નયચક્રમાં વિશ્વમન" અને વિમતાસંગુત્તક પદો દ્વારા, શ્લેષરૂપે ગુરુનું નામસ્મરણ કર્યું છે. પં જુગલકિશોર મુખ્તારજી જણાવે છે કે વિમૂતUTTUસંકુd જયારે પ્રતિજ્ઞાત ગ્રંથનું વિશેષણ બનાવવામાં આવે ત્યારે તેનો અર્થ વિમલ(ગુરુ)પ્રતિપાદિત જ્ઞાનથી યુક્ત પણ થઈ શકે છે. તેવી જ રીતે વિમયર'મદ્ધ આદિને પણ સમજી લેવા જોઈએ. અનેક ગ્રંથોના મંગલાચરણ આદિમાં દેવ, ગુરુ, શાસ્ત્ર માટે શ્લેષરૂપમાં સમાન વિશેષણોનો પ્રયોગ કર્યો છે. ક્યાંક ક્યાંક પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108