________________
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી નામની પણ શ્લેષરૂપમાં સૂચના આપી છે. ભાવસંગ્રહના મંગલાચરણમાં સુરસેTj, દર્શનસારના મંગલાચરણમાં સુરસેન નમંfસ૮ અને આરાધનાસારની મંગળગાથાઓમાં સુરસેવિંતિયં આ પદોની સમાનતા જોઈને તેમણે બધા જ ગ્રંથોનું એક કર્તુત્વ માન્યું છે અને વિમલસેનને દેવસેનના ગુરુ જણાવ્યા છે. પરંતુ ભાવસંગ્રહ અન્ય દેવસેનની કૃતિ છે. તેની સપ્રમાણ ચર્ચા આગળ કરવામાં આવી છે. પદવી :
- આચાર્ય દેવસેન કેવી પદવી ધરાવતા હતા તે વિશે પણ કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. તેમના વિશે અન્ય કોઈ માહિતી અન્યત્ર પણ ઉપલબ્ધ થતી નથી તેથી માત્ર તેમણે રચેલ ગ્રંથોમાં યત્ર તત્ર અછડતી માહિતી ઉપલબ્ધ થાય છે તે જ એક માત્ર આધાર બને છે. દર્શનસાર ગ્રંથમાં પોતાને દેવસેન ગણિ કહ્યા છે. ૧૦ તત્ત્વસારમાં મુનિનાથ દેવસેન કહ્યા છે. ૧૧ અને આરાધનાસારમાં કેવળ દેવસેન કહ્યા છે. આથી દર્શનસાર અને તત્ત્વસારના ઉલ્લેખોનો આધાર લઈ મુનિનાથ અને ગણિને એકાર્થક માનીએ તો તેઓ ગણિપદધારક જૈનાચાર્ય હતા તેમ કહી શકાય. વિદ્વત્તા :
દર્શનસાર ઇતિહાસ વિષયક ગ્રંથ છે. તેમાં વિભિન્ન દશ મતોની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે. તેના આધારે તેઓ ઇતિહાસવેત્તા, નયચક્રમાં ચર્ચવામાં આવેલ વિષય દ્વારા એ નિર્ણય ઉપર આવી શકાય કે તેઓ જૈનદર્શનના પ્રમુખ સિદ્ધાન્ત નય સિદ્ધાન્તના પારગામી વિદ્વાન્ હતા અને આરાધનાસારમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના વિષયને સ્પષ્ટ સુરેખ રૂપમાં આલેખ્યા છે. તેથી તેઓ સિદ્ધાન્તજ્ઞાતા, આરાધનાસાર મુળ ભગવતી આરાધના ગ્રંથના સાર રૂપ ગ્રંથ હોવાથી આ દેવસેન સંક્ષેપરુચિ આચાર્ય હતા અને તત્ત્વસારમાં ધ્યાનનો વિષય આલેખ્યો છે. તેના આધારે તેઓ ઇતિહાસવેત્તા, સિદ્ધાન્તપારગામી, દર્શનશાસ્ત્રના ઊંડા જ્ઞાતા અને ધ્યાનયોગના પારગામી વિધાન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org