________________
મક
કાન
,
* *
*
*
rt that... -
*
*
*
*
.
તે બાબતોનું જ્ઞાન ધરાવનાર નિષ્ણાત વૈદ્યની નિશ્રા નહિં સ્વીકારનાર હેય, તે કેવળ આરોગ્ય ! આરોગ્ય! એમ શબ્દોચ્ચારની શોભાથી શારીરિક આરેગ્યતા ટકી શકતી નથી. એવી રીતે અવિકસિત દશામાં વર્તતી આત્માની સ્થિતિના ખ્યાલની, અવિકસિત દશાની પ્રાપ્તિના કારણની, વિકસિત દશા પ્રાપ્ત કરવાના ઉપાયની. ઇત્યાદિ તલસ્પર્શી સમજણ વિનાને કે તે સમજ ધરાવનાર સદ્ગુરૂઓની નિશ્રાએ નહિં રહેનાર, સદ્ગુરૂઓના કહ્યા મુજબ પ્રયત્ન નહિ કરનારે, યા વિપરીત પ્રયત્ન કરનારે, કેવળ આત્મા ! આત્મા ! એમ પિકારવા માત્રથી આત્મ વિકાસ સાધી શકતો નથી. એટલે આત્મવાદના જ્ઞાનની સાથે કર્મવાદના જ્ઞાનની પણ અત્યંત આવશ્યક્તા છે, એ ભૂલાઈ જવું ન જોઈએ. પરંતુ સાથે સાથે એ પણ ચોક્કસ વાત છે કે કર્મવાદનું વિશદ વર્ણન જૈન દર્શનમાં જેવું મળી શકે છે, તેવું અન્યકથિત કર્મવાદમાંથી મળવું અત્યંત મુશ્કેલ છે.
જૈનદર્શન કહે છે કે કર્મ એ પુદ્ગલ પરિણમનની જ એક અવસ્થા છે. જગતમાં જે કંઈ દ્રષ્ટિગોચર ફેરફાર યા પુગલ પરમાશુઓની અચિંત્ય શક્તિઓને પ્રાદુર્ભાવ જોવામાં આવે છે, તે પુગલના દશ પ્રકારના પરિણામથી જ છે. આ દશ પ્રકારના પરિણામથી પુદગલનાં અનેક રૂપાન્તરે થયા કરે છે. તે વિવિધ રૂપાન્તરમાં વિવિધ શક્તિઓ પણ પ્રગટ થાય છે. પરંતુ યુગલના અન્ય રૂપાતરેના વર્ણનથી તે કમરૂપે થતા રૂપાન્તરનું વર્ણન જૈનદર્શનમાં અગ્રસ્થાને છે. તેનું કારણ એ છે કે આત્માની અનંત શક્તિઓને આવરનાર તે કર્મસ્વરૂપે જ થતું પુદ્ગલનું રૂપાન્તર છે. જગતના આધ્યાત્મિક ક્ષેત્રમાં, વૈજ્ઞાનિકક્ષેત્રમાં કે અન્ય કેઈ વ્યાવહારિક ક્ષેત્રમાં આગળ વધનાર આત્માઓ સ્વાત્મા સાથે સંબંધિત, કર્મ પુદ્ગલરૂપ આવરણને ક્ષયે પશમ પામવા દ્વારા જ આગળ વધે છે. ભૌતિક વિજ્ઞાનને આવિષ્કાર, તેને ઉપયોગ તે દ્વારા પ્રાપ્ત થતી ઇચ્છિત અનુકુળતા, આ બધામાં કર્મરૂપે રૂપાન્તર પામેલ
-
-