Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 11
________________ કમ યોગ્ય વર્ગણાની, કર્મબંધ અને ઉદય (કર્મને ભાગ્યકાળ)ની, ઉદયમાં આવવા પહેલાં પણ બદ્ધકર્મો પર છવંદ્વારા થતી વિવિધ ક્રિયાની, કર્મબંધના કારણની અને નિર્જરા (જીવથી કર્મને અલગ કરવાની) ના ઈલાજની, કર્મના કારણે આવૃત્ત થતી આત્માની શક્તિઓની, દ્રઢ અને શિથિલબંધના કારણની, કર્મબંધાદિકના વિષયમાં ભાગ ભજવતી આત્માની આંતરિક શુભાશુભ ભાવના અને દેહજનિત બાહ્ય શુભાશુભ ક્રિયાના વિષયની, કર્મના કારણે આત્માને પ્રાપ્ત થતી સાંસારિક અનુકુળ-પ્રતિકૂળતાની, પ્રાણિની વિવિધ પ્રકારે થતી શરીર રચ નાની, તથા પાણ- અગ્નિ–પહાડ-નદી-સૂર્ય-ચંદ્ર આદિમાં પણ સંસારી જીવ હોવાની, અને તે તે સ્વરૂપે વર્તતી શરીર રચનામાં તે તે શરીરને ધારણ કરનાર જીવના જ પ્રયત્નની, ઈત્યાદિનું વાસ્તવિક અને વિશદ વર્ણન જૈનદર્શનકથિત કર્મવાદ દ્વારા જેટલું જાણવા મળે છે, તેટલું ઈતરદશન સાહિત્યમાં મળી શકતું નથી. આત્માની વિકસિત દશાને જાણી, તેને પ્રાપ્ત કરવાની જેટલી આવશ્યક્તા છે, તેટલી જ આવશ્યક્તા આત્માના વિકાસને વેધ કરનાર કર્મના વિષયને પણ યથાર્થપણે સમજવાની છે. કર્મ એ તે પદ્રવ્ય છે, માટે તેના આશ્રવ-બંધ-નિર્જરાના કારણેને સમજવામાં ઉપેક્ષા વૃત્તિ રાખી, તેના હેય-ય અને ઉપાદેયના વિવેકને ચૂકી જઈ કેવળ સોગણું મોજું ઇત્યાદિ શબ્દોચ્ચારની શોભાને ધારણ કરનાર, શુષ્ક અધ્યાત્મવાદીઓ. પણ આત્મવિકાસને સાધી શકતા નથી. યા = બાહ્ય શરીરની આરેગ્યતાને ઈચ્છક, કેવળ શરીરની આરોગ્યદશાની જ સમજ રાખીને બેસી રહે, પરંતુ આરોગ્યને બગાડનાર વિવિધ બિમારીઓથી, તે બિમારીઓને પેદા કરનાર વિવિધ સંગથી, બિમારીઓથી બચવા રાખવી જોઈતી સાવચેતીથી, ઉપસ્થિત બિમારીને હટાવવા માટે કરવા જોઈતા ઉપાયથી, જો અનભિન્ન હોય અગર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 500