________________
ભગવાન શ્રી મહાવીરદેવે પ્રતિપાદન કરેલા જૈન દર્શનના કર્મવાદથી જ પ્રાપ્ત થાય છે.
ઝ
લ
-
"-
i
.
*
ઇ - 4 --- -*
હા
,--, ?"
ભારતની સમસ્ત દાર્શનિક અને નૈતિક વિચારધારાઓમાં કેઈને કઈ પ્રકારે પણ કર્મવાદ વિદ્યમાન તે છે જ. તથાપિ તેનું સુવિકસિત રૂપ જેન પરંપરામાં જેવું ઉપલબ્ધ છે, તેવું અન્યત્ર નથી. એટલે સૃષ્ટિ નિર્માણમાં મૂળ તત્ત્વની સાચી સમજ જૈન દર્શનથી જ મળી શકે છે.
કર્મવાદના પૂર્ણ રહસ્યને નહિ સમજી શકનારાઓ સૃષ્ટિ નિર્માણ માં ઈશ્વરવાદની માન્યતા ધરાવે છે. પરંતુ જૈન દર્શન તે કહે છે કે નિરંજન નિરાકાર કૃતાર્થ સ્વરૂપમણુ અખંડાનંદી એવા પરમાત્માને આ અનેક ઉપાધિમય જગચ્ચક્ર ચલાવવાની ઉપાધી ઉભી કરવાનું શું પ્રોજન હોય? માટે સૃષ્ટિ વિચિત્રતા અને સૃષ્ટિ નિર્માણના કારણ તરીકે ઈશ્વરને માનવ તે ઈશ્વરપણુમાં અત્યંત ખામી જણાવનારું છે. અને જેની વિચિત્રતામાં તથા તે સિવાયના દ્રવ્ય પદાર્થોની વિચિત્રતામાં તે પુદગલ પરિણામ જ કારણિક છે.
જૈન દર્શનમાં માન્ય સ્વતઃ સિદ્ધ (કેઈએ પણ નહિં બનાવેલ એવા ) જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ એ છ મૌલિક પદાર્થો પૈકી આકાશ-પુદુગલ અને જીવ એ ત્રણનું અસ્તિત્વને અન્ય દર્શનેમાં પણ પ્રસિદ્ધ છે. જૈન દર્શન કહે છે કે કર્મ એ અન્ય કઈ ચીજ નહિં હોતાં આત્મા સાથે સંબંધ પામેલ પુદ્ગલદ્રવ્યનું જ પરિણામ છે.
કર્મને પુગલ દ્રવ્યના જ પરિણામ તરીકે સિદ્ધ કરવાની, જીવ અને કર્મના થતા સંબંધના કારણની, તે સંગના અનાદિપણુની, ચૌદ રાજલેમાં સર્વ સ્થળે વર્તતી વિવિધ પુદ્ગલ વર્ગણાઓ પૈકી