Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 10
________________ - સૂકમમાં સૂવમ ભાગને “પરમાણુ' કહેવાય છે. ઘણા પરમાણુઓ ભેગા થાય ત્યારે “અણ બને છે, અને ઘણા અણુઓ ભેગા થાય, ત્યારે સ્કંદ બને છે.એના જ દેશ પ્રદેશ ભેગા થાય ત્યારે ભૌતિક દુનિયામાં દેખાતાં બાહ્ય શારીરિક સ્વરૂપો બને છે. અણુ એ જડ શક્તિ છે. તેનો સ્વભાવ મળવું અને ખરવું છે. આ પ્રકિયા નિરંતર ચાલે છે. ઘડિયાલના લોલકની જેમ સતત ગતિ અને સ્થિતિ વચ્ચે ઝુલ્યા કરે છે. આ રીતે તેઓ એકબીજા સામે અથડાય છે, જેથી સ્પંદનો ઉત્પન્ન થાય છે. આથી ભિન્ન આત્મા અથવા ચેતનાશક્તિ જીવંત છે. તેનામાં નિશ્ચિત સર્જનશક્તિ છે. જેનાથી અણુઓની ભૌતિક દુનિયાની વ્યવસ્થામાં પરિવર્તન આવે છે. આત્મા અને જડ પદાર્થનું સંમિલન એટલે, સંસાર. આ બન્ને ભેગાં મળી આખા વિશ્વનું બંધારણ ઘડે છે. આપણે જ્યારે એ સમજીએ કે પૂર્વની સંસ્કૃતિ આત્માનું રહસ્ય ખોળે છે, અને પશ્ચિમ સંસ્કૃતિ પદાર્થનું રહસ્ય ખોળે છે, ત્યારે જ આપણે અનેકાન્તપૂર્ણ જ્ઞાન પૂર્ણ થઈ શકે. આપણે જો એક જ બાજુ જોઈએ તો આપણી દૃષ્ટિ ભ્રામક બને છે. જેઓ અણુથી આગળ કશું જોઈ શકતા નથી, તેઓ ફક્ત ભૌતિક સિદ્ધિઓ માટે જ પુરુષાર્થ કરે છે. અને જ્યાંથી શરૂઆત કરી હતી તે ઉત્પતિ અને લયની પ્રક્રિયામાં ગોળ ગોળ કર્યા કરે છે. માનવને યંત્રવતુ ગણી તેઓ પોતાના વિનાશને નોતરે છે. એ જ રીતે જેઓ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86