Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 20
________________ ૧૩ નિરીક્ષણ કરી શકશો. તમે તે જ માર્ગની પસંદગી કરશો, જે તમારી પ્રગતિમાં સહાયક થશે. તે સમ્યક્ હશે તો તમારા ધ્યેય પ્રતિ તમે પ્રચંડ દ્દઢ સંકલ્પ સાથે આગળ વધશો. ચેતનાની શકિત આ રીતે એકાગ્ર બની પ્રગતિ કરે છે. તમે દુનિયામાં ગોળ ગોળ ફર્યા નહિ કરો. પછી તમે દુનિયા સાથે કરૂણાપૂર્ણ સંબંધોથી વિકાસ સાધી શકશો. જડ અને ચેતન એ બને શક્તિ વચ્ચે ગાઢ સંબંધ છે. ફોતરાં અને અનાજ, ફૂલ અને સુગંધ, માટી અને સોનું જેવો તેનો સંબંધ છે. ચેતનશક્તિ પુણ્યરૂપી જડ શક્તિની મદદથી માનવ બને છે. અનાદિકાળથી તેઓ સાથે ગતિ કરી પોતાનો સંસાર સર્જે છે. આ બન્ને શક્તિના ગુણોને જાળવવા છતાં તેમની ભાગીદારી ત્યારે જ સમજી શકાય કે જ્યારે આપણે આંતર અનુભવમાં ઊંડા જઈ સંબંધ અને જીવનના કાર્યને જાણીએ. H,0 તથા ઓકસીજનના ગુણોને જાણવા છતાં બન્નેને ભેગાં કર્યા સિવાય પાણી ન બને તે જ રીતે ધ્યાનમાં જઈ તમે ચેતનાના કેન્દ્રનો સ્પર્શ કરો તો જ તમને અનુભવ થશે કે, “આ ચેતના જ છે બીજુ કશું નથી. અને તે હું પોતે જ છું” પછી તમે શાસ્ત્રાર્થ-વાદવિવાદ-શુષ્ક ચર્ચાઓ નહિ કરો. આ શબ્દાતીત કેન્દ્ર સુધી ન પહોંચો ત્યાં સુધી તમે અવિરત પુરૂષાર્થ કર્યા જ કરશો. પછી તમને લાગશે કે જેને હું મારું માનતો હતો તે તો માત્ર ઉપરનું કોચલું જ છે. ખરું પક્ષી તો અંદર છે. સામાન્ય રીતે વ્યકિતઓને આપણે બાહ્યનામ, રૂપ-ઉપરના કોચલા પરથી ઓળખીએ છીએ, પણ અંદરના પંખીને ઓળખતા જ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86