Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 37
________________ ૩૦ છીએ. આત્માનો એ સ્વભાવ છે કે ઉપર ઉઠવું. ચેતનનો એ સ્વભાવ છે કે વધુ ને વધુ ખુલ્લા થવું. ઉપર ઉઠવું. એકેન્દ્રીયથી શરૂ કરી તે સૌથી ઉત્કૃષ્ટ વિશ્વચેતના બને ત્યાં સુધી તે વિકાસ કરતી જ રહે છે. એકેન્દ્રીયની ચેતના બહારથી ગતિહીન દેખાવા છતાં તેનામાં અલ્પાંશે પણ ચેતના તો છે જ આપણે જોયું કે નાનામાં નાનાં બીજમાં પણ ચેતનાશક્તિ છે. જમીનમાં વવાયા પહેલા તે ગાઢ નિદ્રામાં હોય છે. પણ વવાયા બાદ તેને હવા-પાણી મળતાં તે જમીનને ફાડી ઉગી નિકળે છે. ઉપર આવે છે. વ્યક્તિગત ચેતના જીવનના સ્વાભાવિક કમ અને સહનશીલતામાંથી પસાર થાય છે, વિવિધ સ્પંદનોના સતત સંપર્કમાં આવે છે. જૂનાં રૂપો છોડી નવાં રૂપો સતત ધારણ કરે છે. અને છેવટે તે માનવચેતનાની કક્ષાએ અથવા “હું કોણ છું” એ સમજવાની કક્ષાએ પહોંચે છે. માનવ સિવાય બીજા કોઈ જીવને આ પ્રશ્ન થતો નથી. માનવીમાં આવો પ્રશ્ન ઉત્પન્ન થાય, ત્યારે સમજી લેવું કે તેના “સ્વ'ની શોધની મુસાફરી શરૂ થઈ ગઈ. તેની પ્રગતિ શરૂ થઈ ગઈ, તેનું મન જ્ઞાનની ખોજમાં પડયું અને આત્માને જાગૃત થવાની દિશામાં તેનો સદુપયોગ થવા લાગ્યો. , જ્યારે ચેતનાશક્તિ પોતાની જાત વિષે જાગૃત થાય છે, ત્યારે તે પોતાના મનને અશુભ ભાવ પ્રતિ જતાં રોકે છે. જ્યારે અકસ્માત, માંદગી, મૃત્યુ, વિષય-કષાય ભર્યા પાપોના વિચારો અટકે છે, ત્યારે અશુભ કર્મ બંધાતા નથી.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86