Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 43
________________ મનનાં આ છિદ્રો કેવી રીતે પૂરી દેવાં? તેનો જવાબ છે પૌષધ કરો. અર્થાત તમારા મન પર ઘણાં છિદ્રો પાડનાર ઘણી અશુભ પ્રવૃત્તિઓથી પાછા હઠી, તે ઘા પૂરવા. આત્માની સમીપ જવ. ધ્યાનની ઉંડી શાંતિ પ્રાપ્ત કરવા થોડાક કલાક, થોડાક દિવસો, થોડાંક અઠવાડિયાં અલગ ફાળવો. .. આપણામાંના ઘણાને ખબર નથી કે આપણી અંદરના ઘામાંથી લોહી વહી રહ્યું છે. બહારના ઘા મટાડવા આપણે બાહ્ય પાટા પીંડી કરી છે. દવાઓ લીધી છે, મનના આનંદ માટે આપણે નિરર્થક મનોરંજનનો ઉપભોગ કરીએ છીએ અને એવી બીજી ઘણી પ્રવૃત્તિમાં મશગુલ રહીએ છીએ. આપણે જ્યાં સુધી યુવાન અને નિરોગી રહીએ ત્યાં સુધી આ ક્ષણિક “પીડાનાશક” ઉપાયોથી થતી ક્ષતિને જોઈ શકતા નથી. પણ એક સમય એવો આવે છે, જ્યારે આપણે અધોમુખી બનીએ છીએ, કારણ કે અંદર પોકળતા, brooding. નબળાઈ અને થાક છે. સમય એવો આવશે, જ્યારે આપણે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે. આપણાં ઘા-પીડાનું મૂળ શોધી તેનો રામબાણ ઈલાજ કરવો પડશે. એસ્પીરીનથી, કળતું માથું ક્ષણિક મટાડવું એ હવે આપણને નહી પાલવે. અંદરની નબળાઈ માટે આંખ-મીંચામણાં કરવાં પણ નહિ પાલવે. આ માટે નીચેના ઉપાયો બતાવ્યા છેઃ પ્રતિકમણ-માયાજાળથી પાછા હઠી તમારી વાસ્તવિક ચેતનાનાં દર્શન કરો.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86