Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 45
________________ ૩૮ વિશ્વનાં તત્ત્વોને જેવા છે તેવા જુઓ. તમારાં હાડકાં, નખ, ચામડી, દાંત, વાળ વગેરે શરીરના ભાગો પૃથ્વીતત્ત્વ છે. તમારાં આંસુ, લાળ, પરસેવો, લોહી વગેરે પ્રવાહી તત્વો જળતત્ત્વ છે. રાસાયણિક પ્રક્રિયાઓ, જેવી કે પાચનશકિત-શરીરની ગરમી વગેરે અગ્નિતત્ત્વ છે. શ્વાસોશ્વાસ વાયુતત્વ છે. તેથી જે બહાર છે તે જ અંદર છે. દુનિયાથી જુદા નથી. તમારી અંદર તમે જે રૂપ જુઓ છો તે જ રૂપ બ્રહ્માંડનું સુક્ષ્મ સ્વરૂપે છે. પ્રાચીન જૈન તાડપત્રવાળાં શાસ્ત્રોમાં કલાકારોએ બ્રહ્માંડનું સ્વરૂપ માણસ જેવું બતાવ્યું છે. વ્યકિત અને સમષ્ટિ વચ્ચેના આ ઊંડા સંબંધને લીધે જ તુઓનું પરિવર્તન થાય છે. બહાર ઠંડી હોય છે તો આપણને ઠંડક લાગે છે, બહાર ગરમી હોય તો આપણે પણ ગરમી અનુભવીએ છીએ, જેમ પ્રકૃતિનાં સ્વરૂપોમાં સતત પરિવર્તન છે તેમ આપણા રૂપમાં પણ સતત પરિવર્તન છે. આ પરિવર્તનનું રહસ્ય શું છે? તુચક્ર પાછળ કયો નિયમ કામ કરી રહ્યો છે ? પુનર્જીવિત કરવાનો અને તાજા રહેવાનો, પાણીને તાજા રહેવા માટે ભરતી અને ઓટમાં મોજાંનું વહેવું જરૂરી છે, તેવું જ જીવનના વહેણનું વહેવું જરૂરી છે. પ્રકૃતિના નિયમોને અનુકૂળ થવા બધા પદાર્થો પરિવર્તનને માન્ય કરે છે. આપણે વૃક્ષો પાસેથી પણ શીખી શકીએ. પાનખર ઋતુમાં તેઓ પાંદડાંને ખરવા દે છે. તેઓ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86