Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society

View full book text
Previous | Next

Page 83
________________ ૭૬ સર્વાગી બાહ્ય અત્યંતર સુખ-શાંતિ મળે અને તેનો ઉપયોગ પણ સ્વ-પર હિતકારી પ્રવૃત્તિઓમાં જ થાય, જેથી પુનઃ શુભ પુણ્ય જ બંધાય. મન-વચન-કાયાની. શુભ પ્રવૃત્તિ થાય ત્યાં તેની વારંવાર અનુમોદના-પ્રસંશા કરી તેનો અનુબંધ પાડી તેણે ચીકણી બનાવો, જેથી પુણ્ય પણ ચીકણું બંધાય. આ જ રીતે મન-વચન કાયાની અશુભ પ્રવૃત્તિ, પ્રમાદ યા અજ્ઞાનથી થઈ જાય તો તેની નિંદા ગહ કરી તેને મંદ પાડો, ખતમ કરી નાંખો, જેથી પાપનો નાશ થાય. અશુભ કર્મ બંધાઈ ગયું હોય પણ તે ઉદયમાં આવ્યું ન હોય ત્યાં સુધી તેને શુભ વિચાર-પ્રવૃત્તિ દ્વારા અશુભને શુભમાં ફેરવી શકાય છે. સતત શુભ પ્રવૃત્તિ કરનારને “શુળીનો ઘા સોયથી જાય ! એ આ રીતે બને છે. જીવનસાગરની નૌકાને ચલાવવા જાગૃતિરૂપ સઢ ખોલી નાંખવા જોઈએ. આપણાં મનની બારીઓ ખુલ્લી રાખી વિશ્વના આશીર્વાદોને પ્રવેશવા દો. આપણે જ્યારે માનસિક અંતરાયો તોડી નાંખીએ, મિથ્યા દૃષ્ટિને તિલાંજલિ આપીએ ત્યારે જ વિશ્વમાં ઘૂમી રહેલ શુભ આંદોલનો આપણામાં પ્રવેશી શકે. તમારા પ્રિયપાત્રને મુક્ત રીતે કાર્ય ન કરવા દેવાથી તમે તમારી જાતની યા તેની પ્રગતિ થવા દેતા નથી. સર્વ પ્રકારના વિકાસમાં સહન કરવું જ પડે, ત્યાગ કરવો જ પડે. આસક્તિરહિત પ્રેમ કરવા વ્યક્તિએ પોતાનો અહં, પશુતા

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86