Book Title: Jad Chetannu Bhedgyan
Author(s): Chitrabhanu
Publisher: Divine Knowledge Society
Catalog link: https://jainqq.org/explore/005916/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જડ-ચેતનનું ભેદજ્ઞાન પૂ. શ્રી ચિત્રભાનુજી Page #2 -------------------------------------------------------------------------- ________________ જડ-શેતનનું ભેદશાના : પ્રવચનકાર : પૂ. શ્રી ચિત્રભાનુજી Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ ડીવાઈન નોલેજ સોસાયટી C/o. ૨૮/૩૦, વાલકેશ્વર રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૬. અનુવાદક કેશવલાલ મોહનલાલ શાહ મુદ્રક ઃ સાગર આર્ટ પ્રિન્ટર્સ ૨-C-૪૨, શાંતિનગર, મીરા રોડ, (મુંબઈ) પ્રાપ્તિ સ્થાન : આકાર આર્ટ ગેલેરી ૪૯-એ, ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ-૪૦૦ ૦૨ ૬. નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૬. જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, ખત્રીની ખડકી દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૬. મૂલ્ય ઃ રૂા. ૧૫/ Page #4 -------------------------------------------------------------------------- ________________ મંગલ ભાવના મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોનાં ચરણ કમલમાં મુજ જીવનનું અર્થ રહે, દીન, કૂર ને ધર્મવિહોણા દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે, માર્ગભૂલેલા જીવનપથિકને માર્ગ ચિંધવા ઊભો રહું. કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું, ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે, વેરઝેરનાં પાપ ત્યજીને, મંગલ ગીતો સૌ ગાવે. સપ્રેમ... Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ઈજિપ્તમાં માનવધડ અને સિંહના મસ્તકવાળું એક પત્થરનું બાવલું છે. માણસમાં છુપાયેલ પશુતા અને પશુમાં છુપાયેલ માનવનું એ પ્રતિક છે. ધર્મઝનૂન અને ધર્માન્જતાના નામે યુદ્ધો અને જેહાદો થયાં. રાજ્ય લોભના કારણે હીટલરો, મુસોલોનીઓ, દૂર્યોધનો, સિકંદરો અને અણુયુદ્ધોથી તારાજ નાગાસાકી હીરોશીમા પરિણમ્યાં. વ્યક્તિગત સંઘર્ષોએ પણ ભયંકર તારાજી કરી - આ સર્વ અનિષ્ટો માણસની પશુતાનાં પરિણામો છે. છતાં એ માણસની અદ્ભુત શક્તિના પુરાવા પણ છે. ડાયોજનીઝ ધોળા દિવસે ફાનસ લઈને ફરતો અને કહેતો કે “હું માનવને ખોળું છું.” માણસમાં આ પશુતાના સ્થાને જ્યારે જ્યારે માનવતા ખીલી ત્યારે ત્યારે સંસ્કાર અને મૈત્રીપૂર્ણ સંસ્કૃતિનું સર્જન પણ થયું. તીર્થંકરો, અવતારો, મહા માનવો, સંતો, મહાત્માઓ પણ આમાંથી જ પ્રગટયા. ધર્મભાવના અને વિશ્વબંધુત્વ પણ પ્રસર્યા. માનવશાસ્ત્રીઓ પણ જાહેર કરે છે કે માણસ પોતાના ભાગ્યનો ઘડવૈયો છે. નાવનો કપ્તાન છે. ભાવિનો માલિક છે. આનું રહસ્ય શું છે? સૂર્યનાં કિરણોને એકાગ્ર કરાય ત્યારે સોલારની પ્રબળ શક્તિ પ્રગટ થાય છે. લીંડીપીપર ખૂબ ઘૂંટાય તો રસાયણ બને છે. ખીલી જાણમાં આપવામાં Page #6 -------------------------------------------------------------------------- ________________ આ સર્વ પદાર્થોમાં મનના વિચારો સૌથી વધુ શક્તિશાળી શક્તિ છે. એને વારંવાર ઘૂંટવામાં આવે ત્યારે એ ભાવના બને છે - જે માણસની અનન શક્તિને આવરનારાં કર્મોને બાળી નાખે છે, ક્ષય કરે છે. વિશ્વભરમાં ભગવાન મહાવીરની અહિંસા અને મૈત્રીના સંદેશ વાહક પૂ. શ્રી ચિત્રભાનુજી આધુનિક માનસ શાસ્ત્રીય શૈલીથી શાસ્ત્રોના રહસ્યો સમજવી પૂર્વ અને પશ્ચિમના અનેક પરદેશીઓનાં જીવનને જૈનધર્મ રૂપી બેટરીથી ચાર્જ કર્યા છે. તેમના જીવનમાં અપૂર્વ પરિવર્તન લાવી શકયા છે. સંપૂર્ણ શાકાહારી અહિંસક બનાવી નવકાર મહામંત્રના આરાધક બનાવ્યા છે. એમણે અનેક અંગ્રેજી ગ્રંથો બહાર પાડયા છે. તેમાં Philosophy of Soul and Mater નામના અંગ્રેજી પુસ્તકનો ભાવાનુવાદ કરવાનું કાર્ય સોંપી મને અનુપ્રેક્ષા કરવાની જે તક આપી તે બદલ હું તેમનો અત્યંત ઋણી છું. જૈન દર્શનના તત્વજ્ઞાન પર અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનોનો આ સંગ્રહ છે. પશ્ચિમમાં ભારતીય તત્વજ્ઞાન પ્રત્યે રૂચિ જાગી છે, તેને લક્ષ્યમાં રાખી શકય હોય તેટલી સહજ સરળ ભાષામાં પૂ. શ્રી ચિત્રભાનુજીએ આત્મા અને પુદગલના સંબંધ પર પ્રકાશ પાડયો છે. આમાં એમનો અનુભવ અને ભાષાનું પ્રભુત્વ સહજ છે. કોઈ પણ અનુવાદક મૂળ પ્રવાહ અને ભાવ તો અનુવાદમાં ન જ લાવી શકે. તેમ છતાં મેં પ્રયત્ન કર્યો છે. મૌલિક પ્રવાહ અને ભાવને કયાંય ક્ષતિ લાગ્યાં હોય તો ક્ષમા માગું છું. વાચકો આ પુસ્તકનું વાંચન ચિન્તન કરી ભાવગ્નિમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ તેમનાં કર્મોનો ક્ષય કરી ચૌદગુણસ્થાનના સોપાન ચઢી મોક્ષ પામે એ અભ્યર્થના. આ ચિન્તન પ્રધાન પ્રવચનોને ધર્મધારામાં લેખમાળા રૂપે પ્રગટ કરી એના વિશાળ વાચક વર્ગને જ્ઞાનદાનનો લાભ અપાવનાર તંત્રી ડૉ. શ્રી મનહરભાઈ સી. શાહનો ઘણો ઘણો આભાર. આ પ્રકાશનમાં કેટલાક મહત્વના સુધારા અને શુદ્ધ પ્રફ વાચન પ્રમોદાબેન સી. શાહને આભારી છે. - કેશવલાલ મોહનલાલ શાહ ૮, કમલા નિકેતન એન.ડી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૬. Page #8 -------------------------------------------------------------------------- ________________ જડ અને ચેતન . શક્તિના ભેદનું જ્ઞાન આ વિશ્વ જડ અને ચેતનનું ઘર છે. જીવન માટે બનેની ભાગીદારી જરૂરી છે. ચેતનના સંસર્ગથી જડ જીવત બને છે. મનને વિચાર, કાનને શ્રવણ, આંખોને દૃશ્ય, નાકને સુગંધ, જીભને સ્વાદ અને શરીરને સ્પર્શ કોણ કરાવે છે ? આ એકમાત્ર ચેતના છે. ચેતના વિના મગજ અને પાંચ ઇન્દ્રિયો આ બધા જીવનરહિત અને કાર્યશીલતા રહિત બની જાય છે. બધાં બાહ્ય રૂપો ની પછવાડે અગોચર કોઈ તત્વ છે. જીવન-અર્પણ કરનાર આ અદશ્ય તત્વને શું નામ આપવુ? સંસ્કૃતમાં આને આત્મા કહે છે. અંગ્રેજીમાં સોલ, સ્પીરીટ, સેલ્ફ, ડીવાઈનલાઈફ કહેવાય છે. ખરી રીતે આ બધા અંગ્રેજી શબ્દો આત્માનો પૂર્ણ અર્થ બતાવી શક્તા નથી. શબ્દ સાંભળતાં પ્રાણવત જીવંત શક્તિનો અર્થ પ્રગટ થવો જોઈએ. તેથી જ મારા વાર્તાલાપમાં હું વારંવાર Page #9 -------------------------------------------------------------------------- ________________ ચેતનાશક્તિ' શબ્દનો ઉપયોગ કરી આત્મા, સોલ સ્પિરીટ, અથવા સેલ્ફ પાછળની મૌલિક શક્તિ સમજાવવા પ્રયત્ન કરું ચેતનાને વધુ સ્પષ્ટ સમજીએ - સામાન્ય રીતે તેનો અર્થ એ થાય કે જે ઇન્દ્રિયો દ્વારા વરૂને જાણી શકે તે. તેની બીજી વ્યાખ્યા “ચેતન મન પણ છે. પણ હું જે અર્થ કહેવા માંગુ છું કે આ બધી વ્યાખ્યાઓ કરતાં વિશાલ છે. આપણામાંના દરેકમાં ચેતના છે. જે ચેતનાત્મક જાગૃતિ છે, ઉપયોગ છે. આ પ્રવચનોનો પણ એ જ હેતુ છે કે, આત્માને આપણા સૌથી નજીકના સાથી તરીકે જાણવો, અનુભવવો. આ જાગૃતિ માનવ ચેતના પર અવતરવી જોઈએ. જ્યારે આપણે આત્મા અને પદાર્થ વચ્ચેનો ભેદ સમજી શકશ, ત્યારે આપણે ચેતનાનો અનુભવ કરી શકીશું. પ્રાચીન ત્રષિઓના શબ્દોમાં ઃ કોઈ શસ્ત્ર તેને કાપી શકતું નથી કોઈ અગ્નિ તેને બાળી શકતો નથી. કોઈ સાગર તેને ડુબાડી શકતો નથી. તો કોઈ વાયુ તેને સૂકવી શકતો નથી. તે આત્મા છે. અમર-શાશ્વત આત્મા છે. હવે આપણે વિશ્વમાં કામ કરતી બિલકુલ જુદા જ પ્રકારની (૧) ચેતન (૨) જડ અથવા પુદગલ શક્તિઓનો અભ્યાસ કરીશું. આ તત્ત્વજ્ઞાનમાં પદાર્થના નાનામાં નાના Page #10 -------------------------------------------------------------------------- ________________ - સૂકમમાં સૂવમ ભાગને “પરમાણુ' કહેવાય છે. ઘણા પરમાણુઓ ભેગા થાય ત્યારે “અણ બને છે, અને ઘણા અણુઓ ભેગા થાય, ત્યારે સ્કંદ બને છે.એના જ દેશ પ્રદેશ ભેગા થાય ત્યારે ભૌતિક દુનિયામાં દેખાતાં બાહ્ય શારીરિક સ્વરૂપો બને છે. અણુ એ જડ શક્તિ છે. તેનો સ્વભાવ મળવું અને ખરવું છે. આ પ્રકિયા નિરંતર ચાલે છે. ઘડિયાલના લોલકની જેમ સતત ગતિ અને સ્થિતિ વચ્ચે ઝુલ્યા કરે છે. આ રીતે તેઓ એકબીજા સામે અથડાય છે, જેથી સ્પંદનો ઉત્પન્ન થાય છે. આથી ભિન્ન આત્મા અથવા ચેતનાશક્તિ જીવંત છે. તેનામાં નિશ્ચિત સર્જનશક્તિ છે. જેનાથી અણુઓની ભૌતિક દુનિયાની વ્યવસ્થામાં પરિવર્તન આવે છે. આત્મા અને જડ પદાર્થનું સંમિલન એટલે, સંસાર. આ બન્ને ભેગાં મળી આખા વિશ્વનું બંધારણ ઘડે છે. આપણે જ્યારે એ સમજીએ કે પૂર્વની સંસ્કૃતિ આત્માનું રહસ્ય ખોળે છે, અને પશ્ચિમ સંસ્કૃતિ પદાર્થનું રહસ્ય ખોળે છે, ત્યારે જ આપણે અનેકાન્તપૂર્ણ જ્ઞાન પૂર્ણ થઈ શકે. આપણે જો એક જ બાજુ જોઈએ તો આપણી દૃષ્ટિ ભ્રામક બને છે. જેઓ અણુથી આગળ કશું જોઈ શકતા નથી, તેઓ ફક્ત ભૌતિક સિદ્ધિઓ માટે જ પુરુષાર્થ કરે છે. અને જ્યાંથી શરૂઆત કરી હતી તે ઉત્પતિ અને લયની પ્રક્રિયામાં ગોળ ગોળ કર્યા કરે છે. માનવને યંત્રવતુ ગણી તેઓ પોતાના વિનાશને નોતરે છે. એ જ રીતે જેઓ Page #11 -------------------------------------------------------------------------- ________________ ખાલી આત્માની જ વાતો કરે અને પુરુષાર્થ ની ઉપેક્ષા કરે છે તેઓ નિમ્ન સ્તર પર જીવન વિતાવે છે, પ્રગતિ પ્રતિ ઉદાસીન બને છે અને દુખી જીવો પ્રતિ કઠોર બને છે. કાદવમાં જન્મ પામવો એ કર્મનું ફળ છે, એમાં ગુરુતા પણ નથી અને લઘુતા પણ નથી, પરંતુ એમાંથી કમળ બનવું એ જ એની મહત્તા છે. જીવવા માટે આત્મા અને પુદગલ પદાર્થ એ બનેની જરૂર છે. આ બન્ને વચ્ચે સંતુલનની આવશ્યકતા છે. આપણે આપણા કેન્દ્રમાં બેસી આત્મા અને અણુ બન્નેનું નિરીક્ષણ કરવું જરૂરી છે. પ્રજ્ઞાચક્ષુથી આપણી જાતને તપાસતાં આપણને એ સમજાશે કે આપણે વ્યુહગ્રહિત નથી યા પવિત્ર પણ નથી, પણ હદયની વિશાળતા અને ચેતનાના વિકાસ પ્રતિ આગળ વધનાર મુસાફર છીએ. આ સંતુલનનો અનુભવ કેવી રીતે કરવો? પુદ્ગલ પર આધ્યાત્મિક આત્માનો પ્રકાશ વેરવો, ધ્યાન દ્વારા કેન્દ્ર અને વર્તુળનું જ્ઞાન મેળવવું, જડ અને ચેતનનો ભેદ સમજવો. તે સમજાયા પછી ગતિનું વિષચક્ર નહિ પણ પ્રગતિ ની ચોક્કસ દિશા પ્રાપ્ત થશે. પછી આ રીતે આપણી ચેતનાશક્તિ પોતાની અંતિમ શુદ્ધિ પ્રતિ ઝડપથી ગતિ કરી શકશે. આત્મા અને પુદ્ગલ વચ્ચેના, સંબંધની સમજણને વિકસિત કરવાથી, આત્માની શાશ્વત અનંત શક્તિઓ સાથે ધ્યાન દ્વારા સુસંવાદિતા પ્રગટાવવાથી આપણે આપણી Page #12 -------------------------------------------------------------------------- ________________ જાતની અને સમગ્ર વિશ્વકુટુંબના અને સધળા જીવોની સેવા કરી શકીશુ. જાગરૂક મન યા શાંત જાગૃતિ રૂપ સંતુલન ધ્યાન દૈનિક જીવનમાં પ્રગટવું એ આપણા વ્યક્તિગત સ્વભાવ પર આધારિત છે. ચેતનાશક્તિ અને જડ શક્તિ વચ્ચેનો તફાવત કેમ માલુમ પડે ? આ બન્ને વચ્ચેનો શો સંબંધ ? આ પ્રશ્નોનો પ્રત્યુત્તર મેળવવા માટે સાચો સાધક સમજે છે કે માત્ર બૌદ્ધિક પૃથકકરણ અને તર્કથી આનો ઉકેલ લાવી ન શકાય. તે જાણે છે કે મન પદાર્થનું સૂક્ષ્મ અને ઉચ્ચ સ્વરૂપ છે પણ તે પોતાથી પર એવા બીજે છેડે જોઈ શકતું નથી. મન હંમેશા પૃથકકરણ કરી ભૌતિક કક્ષાએ જ નિર્ણય લઇ શકે છે. સાધક, દૃશ્ય પદાર્થની પેલી બાજુ જવા માંગે છે. તે સમજે કે મનનું વિશ્વ મુખ્યત્વે શબ્દો અને દલીલો, ચર્ચાઓ અને અવતરણો પર આધારિત છે. તે જાણે છે કે મન શબ્દોની માયાજાળમાં ફસાય છે. અને છતાં પોતે એમ માની લે છે કે “મને કોઈ ઉચ્ચ તત્ત્વની ઝાંખી થઈ છે” પણ વાસ્તવિક રિતે આંતરદર્શનને બદલે તે નવા નવા કોયડા ઊભા કરે છે. પોતાની સાથે સંમત ન થાય તેવાઓને નાસ્તિક’‘કાફર' વિ. ઉપનામો આપે છે. મન હમેશાં બાહ્ય-રૂપ આકારોને વળગે છે, અને જે એથી પર હોય તેને દુશ્મન ગણે છે. આ રિતે ધર્મઝનૂની લોકો જેઓ પ્રેમ અને સુસંવાદિતાના ચાહક હોવાનો દાવો કરે છે. તેઓજ ધિક્કાર અને ઘર્ષણ ફેલાવે છે. ઈતિહાસમાં જોતાં સૌથી વધુ યુદ્ધો ધર્મના નામે થયાં છે. રૂપની દુનિયામાં સંઘર્ષ હોવાનો જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ E ત્યાં બે મત વચ્ચે ટકરાવ થવાનો જ. મનનો અનુભવ પણ પુદગલનું જ સર્જન છે. તેને ભલે આદયાત્મિક અનુભવનો ચેહરો પહેરાવો, તે ભલે સૂક્ષ્મ દેખાતું હોય તેમ છતાં પણ તે ભૌતિક પદાર્થનું બીજું સ્વરૂપ છે. જયારે મન-શબ્દો, તર્ક, શાસ્ત્ર, દલીલો, બાહ્ય રૂપ-આકારને તમે તમારી જિંદગી પર શાસન કરવા દયો છો, ત્યારે ચિત્તાતીત પદાર્થોનું સૌન્દર્ય અને ભવ્યતા જોવા તમે મુકત હોતા નથી. તેથી જેઓ મનથી પર થવા ઇચ્છે છે તેઓ બાહ્ય ચર્ચાઓમાં પડવા કરતાં અંતર્મુખ બને છે. તે અંતર્મુખતા નહિ પણ આત્મનિરીક્ષણ છે, જેનાથી આત્મશુદ્ધિ થાય છે. આ આત્મવિશ્લેષણથી તમે તમારા વિચારો, સંબંધો, ઇચ્છાઓ, આસક્તિઓ, લાગાણીઓ અને કલ્પનાઓ તટસ્થતાપૂર્વક તપાસી શકો છો. તે હિતકારી છે કે અહિતકારી તેનો નિર્ણય લઇ હિતકારીને આવકારમાં અને અહિતકારીનો ત્યાગ કરવાનો પુરૂષાર્થ ખેડી વિજયી બની સાચા સુખી બની શકો છો. આ નિરીક્ષણમાં કશુંક ચમત્કારિક બને છે. જાગૃતિનો પ્રકાશ વધે છે અને જુનાં અશુભ તત્ત્વો દૂર થાય છે. નવાં આવતાં નથી. ક્રોધનો તણખો, ઇર્ષ્યાની ચિનગારી, લોભનું ભારેપણું, ઘમંડનો ઉછાળો, માયા, છેતરપીંડીનું મોજું. વિ. કોઈપણ ખંડનાત્મક અશુભ તત્ત્વ પ્રવેશ કરે કે તુરત જ Page #14 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઊઠે છે. અને તમે પાછળનું નિરીક્ષણ કરી અંધકાર દૂર ન થાય ત્યાં સુધી થોભી જવારૂપ પ્રતિક્રમણ કરી, કરેલી ભુલોનું પ્રાયશ્ચિત કરી શકો છો. તેનાથી લાગેલ મલિનતાને દૂર કરી શકો છે. આ રીતે જાગૃતિ અને સ્વનિરીક્ષણની સતત પ્રક્રિયાથી એક નૂતન જાગૃતિનું પ્રભાત ઉદિત થાય છે. હવે મન આત્મા પર કોઈપણ પ્રકારે નિયંત્રણ કરી શકતું નથી. હવે આત્મા મન પર અધિકાર ચલાવે છે. આત્માના અનંત સહજ ગુણો પ્રગટવા લાગે છે. ચેતન અને જડ શક્તિનું વર્ણન અનેક પ્રકારે થઈ શકે છે. ચેતનનો સહજ ગુણ છે ચેતનાત્મક જાગૃતિ. ચેતના ભલે બાહ્ય દૃષ્ટિએ દૃશ્ય ન હોય, પણ ચેતના જ્યાં હોય છે ત્યાં દરેક જીવવાળા પદાર્થમાં વિકાસ હોય છે. એક નાનો વનસ્પતિનો છોડ પણ શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે. વિકાસ પામે છે અને સડે પણ છે. આ બધી ક્રિયાઓનું મળ કારણ જીવ છે. વનસ્પતિના છોડને પાણી પાવામાં ન આવે તો તે કરમાઈ જાય છે. કરૂણાથી કરી તમે પાણી પાવ તો તે પાછો ખીલી ઊઠે છે. માતૃવૃક્ષને વળગી રહેલ એક નવા અંકુરને જુઓ. તે જેમ -જેમ વિકરે તેમ-તેમ તેના કદ, પ્રકૃતિ અને રંગ બદલાયા કરે છે. કોઇક વખત તેની શુરૂઆત ગુલાબી નસોથી થાય છે જે પરીપક્વ થતાં લીલો રંગ ધારણ કરી તાજી સુગંધ આપે છે. વૃક્ષની સાથે સંલગ્ન હોય ત્યાં સુધી તે ખીલેલું અને જીવંત રહે છે, પણ એક વખત તે વૃક્ષથી છૂટું પડી જાય એટલે તે કરમાઈ જાય છે. તે જીવ વગરનું Page #15 -------------------------------------------------------------------------- ________________ નિર્જિવ થઈ જાય છે. તેનો જીવ ચાલ્યો ગયો હોય છે. અને બાહ્ય જડ કલેવર માત્ર રહી જાય છે. વનસ્પતિમાં યા પશુમાં ચેતનતત્ત્વ મનુષ્ય જેટલું વિકાસ પામ્યું ન હોય, ખૂબ અલ્પ હોય છતાં તે જીવતત્ત્વ તો છે જ. આ લોકોમાં જીવન હોત તો તેઓ હલનચલન યા વિકાસ ન કરી શક્ત. જીવનચકની પ્રક્રિયા બધામાં એકસરખી છે. શરીરમાંથી આ ચેતનતત્ત્વ જ્યારે વિદાય લે છે, ત્યારે શરીર એક ખાલી ખોખું જડ, પદાર્થ બની જાય છે. ચેતનાશક્તિ જે આત્મા ના નામે જાણીતી છે તેની મુખ્ય કક્ષા છે ચેતના. જયાં ચેતના નથી ત્યાં ત્યાં જડ પદાર્થ, પુગળ રહે છે. જેનો સ્વભાવ પૂરાવું અને ખાલી થવું એમ છે. દા.ત. પૃથ્વી-પાણી, અગ્નિ, વાયુ વિ.નાં બાહ્ય રૂપો રાંળ જેવા છે. જડ પદાર્થોમાં ચેતના નથી. પણ તેઓ પાસે રંગ, રૂપ, સુગંધ અને સ્પર્શ જેવા ગુણો છે. જડનાં સ્પંદનોનો અનુભવ કરી શકાય છે. ભૌતિક વિશ્વના ગણિતને તેઓ આધીન છે. કર્કશથી મૃદુ તેમની શ્રેણી છે. કર્કશ પદાર્થ દેખાય છે, અનુભવી શકાય છે, પણ સૂયમ પદાર્થ દેખાતો નથી, અનુભવી શકાય છે. દા.ત. લાખો અણુઓ અને પરમાણુઓ હવામાં અદૃશ્ય રીતે ઘૂમે છે. આમાના કેટલાક અમીબા (amoeba), બેકટેરીયા, અને વાઈરસમાં ખરેખર ચેતના હોય છે. જ્યારે બીજા સૂકા અણુ-પરમાણુ નિર્જીવ હોય છે. કેટલીક વખત જડ પદાર્થોમાં પણ એટલી બધી શકતી હોય છે કે તેઓ મનુષ્યના માનસિક સ્તરને ઢાંકી શકે, Page #16 -------------------------------------------------------------------------- ________________ બદલી શકે અને બીજી રીતે પ્રભાવિત કરી શકે. દા.ત. દારૂ, ગાંજો-ભાંગ, અફીણ અને બીજા માદક પદાર્થો. એક વખત આ નશો શરીરમાં પ્રવેશ્યો એટલે તુરંત જ તે શરીર અને મન પર અસર કરે છે, મગજના તતુંઓને બાળી મૂકે છે, તે પરિવર્તનમાં આત્માની મૂળ સ્થિતિ પુનઃપ્રાપ્ત કરવી લગભગ અશક્ય બને છે. આત્માનાં સ્પંદનો કદી પણ ભૌતિક પદાર્થથી બંધાય નહિ, પ્રભાવિત થાય નહિ યા તેના નિયંત્રણમાં આવે નહિ. પણ અજ્ઞાન, લોભ, ક્રોધ વિ. મલિન ભૌતિક પ્રધાન ભાવોની સંગતમાં ચેતનની શક્તિ ઢંકાઈ જાય છે - આવરાઈ જાય છે. આપણું ખરું કામ આ જ છે કે મનને શુદ્ધ કરવું. માનવચેતનના ઝળહળતા પ્રકાશનું પ્રતિબિંબ પાડે એવું મન તૈયાર કરવું. આત્મા શરીરમાં હોય ત્યા સુધી તેણે આ જ કાર્ય કરવાનું છે. સમ્યક જ્ઞાનના અજવાળામાં, ધ્યાનના સતત અભ્યાસથી આત્માનાં આવરણો હટી જાય છે. આત્મા મનની ખંડનાત્મક દશાને ઉત્પન કરતાં મલિન સ્પંદનોનો નાશ કરી શકે છે. ખંડનાત્મકતાને બદલે સર્જનાત્મકતા આવે છે. અને અંતે ચેતનનાં અભૌતિક અને અમાપ્ય સ્પંદનો તેમની ભૌતિક શકિથી બહાર ફેલાઈ સમગ્ર વિશ્વના જીવોને આવરી લે છે. એક વખત આત્માના તરંગો આટલી ઊંચી કક્ષાએ શુદ્ધ થાય, પછી તે શુદ્ધ શક્તિનાં પ્રકાશવંત કિરાણો બની જાય છે. મન તો માત્ર આ મહાન શક્તિનું એક અલ્પાંશ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છે. જેમ સૂર્ય પોતાના કિરણો પ્રસારી દુનિયાને ગરમી આપે છે પુષ્ટ કરે છે, તેમ શુદ્ધ આત્મા પોતાના સમસ્ત કેન્દ્રમાંથી વિશ્વપ્રેમનાં કિરણો પ્રસારી જીવનને શાંતિ અને સુખથી પુષ્ટ કરે છે. દશ્ય પદાર્થ ઉપરાંત જડ શક્તિનાં બીજા ચાર અદશ્ય તત્ત્વો છે. તે બધા અમૂર્ત તત્ત્વો કહેવાય છે. અને તે છે ગતિ, સ્થિતી, અવકાશ તથા કાળ. આત્મા અને પદાર્થ બન્ને આ દુનિયામાં આ ચારના સંબધમાં રહી કામ કરે છે. ગતિ અને સ્થિતિ એકાન્તર પ્રક્રિયાને જન્મ આપે છે જે આ ભૌતિક દુનિયામાં સંતુલન જાળવે છે. માત્ર ગતિ હોય તો આકર્ષજ્ઞ ન હોય, અને માત્ર સ્થિતિથી કોઈ હલનચલન ન હોય. આ બન્ને સિદ્ધાંતો આત્મા અને પદાર્થ બન્નેની ગતિ અને સ્થિરતા માટે પરસ્પર સહકારી કારણો છે. ગતિ અને સ્થિતી વચ્ચે જે અણુઓનું સતત સર્જન થાય છે તે આ પ્રક્રિયાનું પરિણામ છે. આ બન્ને એકબીજા સાથે અથડાય છે. અને ચીનના ઘંટની જેમ આઘાત-પ્રત્યાઘાત ના આધોષ ઉત્પન્ન કરે છે. અનંતકાળ સુધી એકબીજાથી છૂટા પડવું ભેગાં થવું એવા અણુ-પરમાણુના સ્વભાવમાં પ્રકૃતિનાં તત્ત્વોનું ચક્ર સતત ફર્યા કરે છે. જડ પ્રક્રિયામાં ગતિનું ધ્યેય ગળવું અને પૂરાવું એ સિવાય બીજું કાંઈ નથી. પણ ચેતન પાસે દિશા છે. ચેતનાશક્તિ દીપકની જ્યોતિની જેમ ઉર્ધ્વગામી છે. તે પોતાના શિખર પર ન પહોંચે ત્યાં સુધી ઊંચે ચઢવાની Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કોશીષ કરે છે. જ્યારે ચેતના ગતિ કરે છે ત્યારે તે પોતાના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન, પ્રેમાળ-શાંત સ્વભાવ વિ. ગુણો પ્રગટ કરવાની દિશા પકડે છે. ઉપર જવાની પ્રક્રિયા સૌથી ઊંચું શિખર પૂર્ણતા-કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળચારિત્ર સિદ્ધશિલા પર પહોંચ્યા પછી જ અટકે છે. જીવની વિશ્વ પ્રત્યેની પોતાની કર્મના લેણદેણની જવાબદારીઓ પૂરી કરવી જોઈએ, અને હ્રદયની બધી કર્કશ ધાર ને મૃદુ બનાવવી જોઈએ. આ પ્રાચીન તત્ત્વજ્ઞાન મુજબ આકાશતત્ત્વ તે છે જે બધી વસ્તુઓને રહેવાનો, તેમની પ્રકૃતિ મુજબ ગતિ અને વિકાસ કરવાનો અવકાશ આપે છે. આકાશનો અર્થ બાહ્ય તેમજ આંતરિક અવકાશ આંતરિક જીવનથી વાકેફ થવાય છે. તમારા શ્વાસનો સ્પર્શ કરો એટલે આશનો સ્પર્શ થાય. મૈત્રી વૃદ્ધિ પામતાં વિશાલ આકાશમાંથી આવતી શાંતિનો તમે અંદરથી અનુભવ કરી શકો છો. આ લાગણીથી તમારું આખું શરીર ભરાઈ જાય છે. તેથી સ્વાભાવિક રીતે તમે શરીરની મયાર્દાઓને વટાવી જઇ શકો છો. અને તમારી આજુબાજુ વિસ્તાર પામતા આકાશનું સર્જન કરી શકો છો. આત્મપ્રગતિનું અહિત કરનાર દિવાલો, અંતરાયો, બાહ્ય રૂપોની આસક્તિ તમે તોડી નાંખી તમારી જાતને જીવ સાથે ભળી જતી જોઈ શકો છો. તમે તમારી જાત અને બધા સિદ્ધના જીવો સાથે જીવંત સંબંધ અનુભવી શકો છે. - જાગૃતિમાં કોલાહલ અદશ્ય થાય છે. સંઘર્ષ કરવા જેવું કોઈ નિમિત્ત નથી. વિરોધાભાસી દૃષ્ટિબિંદુઓ વચ્ચે કોઈ યુદ્ધ થતું નથી. તમે અનંત આકાશમાં ભળી જાવ છો. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જીવો સાથે મૈત્રીનો અનુભવ એ આ તત્ત્વજ્ઞાન શીખવાડે છે. પછી તમારું વ્યક્તિત્વ તમને અવિભાજ્ય અને અવિનાશી લાગે છે. તમારું આકાશ વિશ્વવ્યાપી બને છે. જ્યારે તમે આ અનુભવાતીત કક્ષાએ પહોંચો છો, ત્યારે તમે કાળને માપી શકતા નથી. જોઈ શકતા નથી, અને શરીરની મર્યાદાઓ ચાલી જાય છે. કાળા અને શરીરનું તંત્ર અને સત્તા તમને ગુલામીમાં રાખી શકતાં નથી. જેમ સૂર્યને માટે “અંધકાર જેવું કોઈ બંધનકારક તત્વ નથી. તેમ તમે જ્યારે તમારા સ્વભાવમાં હો ત્યારે કોઈ બંધન હોઈ શકતું નથી. તમારા અમર તત્વનો તમને અનુભવ થતો હોય છે. ભૌતિક હયાતીની કક્ષાએ જ કાળની હયાતી પરિણામરૂપે દેખાય છે. કાળ એ તમારા નય અર્થાત્ દૃષ્ટિની અપેક્ષાએ સાપેક્ષ છે. તમને ગમતાં કાર્યોમાં સમય ટૂકો થઈ જાય છે, જયારે આણગમતી પ્રવૃત્તિમાં કાળ લાંબો દેખાય છે. તેથી તમે જીવનને કઈ દષ્ટિથી જુઓ છો તે ખબર પડે, પછી કાળની હયાતી છે કે નહિ તે વિષે કોઈ ઝઘડો રહેતો નથી. પદાર્થ, ગતિ, સ્થિતી, આકાશ અને કાળનું જ્ઞાન મેળવ્યા પછી પણ તમારે એ સમજવું પડશે કે અંદરનો રહેનાર જ ચેતન છે- દષ્ટિ બદલાતા સમજશે કે આ પાંચ તત્ત્વો તો તેના આધ્યાત્મિક વિકાસમાં સહાયક તત્વો છે. આ જાણ્યા પછી બંધન તોડી હેતથી હેતુપૂર્વ દિશામાં પ્રગતિ કરાય તે માટેની દરેક પ્રક્રિયાનુ જાગૃતિપૂર્વક એ જ દષ્ટિની સરખાય છે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ નિરીક્ષણ કરી શકશો. તમે તે જ માર્ગની પસંદગી કરશો, જે તમારી પ્રગતિમાં સહાયક થશે. તે સમ્યક્ હશે તો તમારા ધ્યેય પ્રતિ તમે પ્રચંડ દ્દઢ સંકલ્પ સાથે આગળ વધશો. ચેતનાની શકિત આ રીતે એકાગ્ર બની પ્રગતિ કરે છે. તમે દુનિયામાં ગોળ ગોળ ફર્યા નહિ કરો. પછી તમે દુનિયા સાથે કરૂણાપૂર્ણ સંબંધોથી વિકાસ સાધી શકશો. જડ અને ચેતન એ બને શક્તિ વચ્ચે ગાઢ સંબંધ છે. ફોતરાં અને અનાજ, ફૂલ અને સુગંધ, માટી અને સોનું જેવો તેનો સંબંધ છે. ચેતનશક્તિ પુણ્યરૂપી જડ શક્તિની મદદથી માનવ બને છે. અનાદિકાળથી તેઓ સાથે ગતિ કરી પોતાનો સંસાર સર્જે છે. આ બન્ને શક્તિના ગુણોને જાળવવા છતાં તેમની ભાગીદારી ત્યારે જ સમજી શકાય કે જ્યારે આપણે આંતર અનુભવમાં ઊંડા જઈ સંબંધ અને જીવનના કાર્યને જાણીએ. H,0 તથા ઓકસીજનના ગુણોને જાણવા છતાં બન્નેને ભેગાં કર્યા સિવાય પાણી ન બને તે જ રીતે ધ્યાનમાં જઈ તમે ચેતનાના કેન્દ્રનો સ્પર્શ કરો તો જ તમને અનુભવ થશે કે, “આ ચેતના જ છે બીજુ કશું નથી. અને તે હું પોતે જ છું” પછી તમે શાસ્ત્રાર્થ-વાદવિવાદ-શુષ્ક ચર્ચાઓ નહિ કરો. આ શબ્દાતીત કેન્દ્ર સુધી ન પહોંચો ત્યાં સુધી તમે અવિરત પુરૂષાર્થ કર્યા જ કરશો. પછી તમને લાગશે કે જેને હું મારું માનતો હતો તે તો માત્ર ઉપરનું કોચલું જ છે. ખરું પક્ષી તો અંદર છે. સામાન્ય રીતે વ્યકિતઓને આપણે બાહ્યનામ, રૂપ-ઉપરના કોચલા પરથી ઓળખીએ છીએ, પણ અંદરના પંખીને ઓળખતા જ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નથી. અંદર ઊંડાણમાં ગયા સિવાય આ આત્મારૂપ પક્ષીનું દર્શન પણ કેમ થાય. એક વખત આ ઊંડો અનુભવ થાય, પછી ચેતનાશક્તિ અને જડશક્તિ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ સમજાય. જયાં સુધી ઈંડુ અને અંદરનો જીવ સાથે છે. ત્યાં સુધી જ ભાગીદારી છે. જ્યાં સુધી પાંદડુ ઝાડ પર છે, ત્યાં સુધી ચેતના બાહ્ય જીવંત રૂપથી ઓળખાય છે પણ જ્યારે ઈંડુ ફોડી પક્ષી ઊડી જાય, વૃક્ષમાંથી પાંદડું છૂટું પડી જાય, પછી જીવ બીજી દિશામાં જાય છે. ઈંડુ અને સુકું પાંદડું વિલય થાય અને અંદરના જીવ ઊર્ધ્વગામી બને છે. અંતે આપણે એ સમજીએ છીએ કે “મારી અંદર એવું એક તત્ત્વ છે જે મારું સમગ્ર જીવન ઘડે છે.” બાહ્ય દષ્ટિએ એમ લાગે છે કે મગજ બહુ કામ કરે છે. પણ ખરી રીતે મગજ પણ એક યંત્ર છે, તેની પાછળનું મન એ મોટર જેવું છે. પણ આ બધાનો મુખ્ય સૂત્રધાર-ઈજનેર સંચાલક જીવતત્ત્વ છે. આ ચેતનાશક્તિ જ્યારે મગજને છોડી જાય છે ત્યારે જ સમજાય છે કે મગજ તો મશીન છે. એ બગડી પણ જાય અને રોગ પણ થાય, એ બંધ પણ પડે. તેનું પૃથ્થકરણ કરી રોગને શોધી શકાય છે, પણ તેનો હેતુ શોધી શકાતો નથી, કારણ કે તેને માટે એક પણ પ્રયોગશાળા નથી, કારણ કે જીવ-ચેતનાશક્તિ અરૂપી છે. જીવનઘડતર કરનાર સ્પંદનો ચેતનાશક્તિ અને જડશક્તિ અને સંયુક્ત રીતે કેમ જોડાય છે તે હવે જોઈએ. જ્યારે મન સ્વચ્છ, પારદર્શક અને શુદ્ધ ન હોય, ત્યારે તે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કંપનો કરે છે. તેનું કારણ માનસિક, લાગણીવશતા કે શારીરિક હરકતો યા નકારાત્મક સ્થિતિ હોય છે. અમુક આઘાત યા પ્રત્યાઘાતની સ્થિતિમાં પછી ભલે ને કોધ, માન, માયા, લોભ, ઈર્ષા, શોક યા આસક્તિ વિ. મલિન ભાવો આકર્ષે. મન આજુબાજુના વાતાવરણમાં શાનિનો ભંગ કરે છે. તે ખંડનાત્મક અશુભ કંપનો ફેંકે છે. આ કંપનો પાછા એવા જ બીજા જડ અણ અને પરમાણુઓ વિશ્વમાંથી આકર્ષે છે જે આત્માને ચોંટી તેની શુદ્ધ દષ્ટિને આવરે છે. આ તત્વજ્ઞાન પ્રમાણે આ જડ અણુ-પરમાણુઓને કર્મ” કહેવાય છે આ વિજ્ઞાન મુજબ આ કર્મો તમારાં રૂપ, આકૃતિ, ઊંચાઈ, ચામડી, શુદ્ધિ, જન્મસ્થળ, આરોગ્ય વિ. નક્કી કરે છે. ચેતનાશક્તિ મનની અમુક અવસ્થાઓનું વિસ્તરણ કરીને વિશ્વમાંથી રૂપ, રસ, સ્પર્શ, ગંધના અણુ-પરમાણુને આકર્ષે છે. જે ભૌતિક દષ્ટિયે વ્યક્તિનું સ્વતંત્ર ઘડતર કરે છે. આ કર્મોના કારણે જ કોઈપણ બે વ્યક્તિ એકસરખી હોઈ શક્તી નથી. તમારી લાગણીઓનાં કંપનો કેવી રીતે કાર્ય કરે છે તે જાણ્યા પછી તમે બીજા કોઈને દોષ નહિ આપો. તમે તમારી વાસનાઓને કારણે. નહિ કે બીજા કોઈના કારણે કર્મોને આકર્ષો છો. પૂર્વે માણસો ભગવાન યા દેવોને પક્ષપાતી હોય તેમ તેમને આશીર્વાદ યા શાપ આપવા માટે જવાબદાર ગણતા. આદિકાલીન મનુષ્ય પોતાનાં આંતરિક અશુભ સ્પંદનો અને ભયો માંથી જન્મેલ કર્મોને Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ન સમજતાં એને જ દેવ કે ઈશ્વર માની તેના પર આધાર રાખતો. આ કંપનો આઘાત-પ્રત્યાઘાત યા પરસ્પર પ્રભાવિત થવામાં કાર્ય કરે છે, તમારું બાહ્ય રૂપ તમારા પોતાનાં કંપનીએ વિશ્વમાંથી ખેંચેલ અણુ-પરમાણુનું પરિણામ છે તે જાણ્યા બાદ તમને પ્રતિતી થશે કે તમારા ભાગ્યના તમે પોતે ઘડવૈયા છો. તમારા વહાણનાં તમે પોતે જ કપ્તાન છો, પછી તમારું જીવનઘડતર તમે તમારા હાથમાં લેશો. પછી તમે જોઈ શકશો. કે ક્રોધ જ ક્રોધને, ભય જ ભયને, લોભ જ લોભને કેવી રીતે આકર્ષે છે અર્થાત જેવું વાવો તેવું લણો. મનના જેવા વિચાર તેવાં કંપનો-તેવાં કર્મો બંધાય અને તેનાં પરિણામો આવે. એક વખત તમે શકિ-તેનાં કંપની અને કર્મોને અનુભવથી સમજો, પછી તમારી દૃષ્ટિ બદલાઈ જશે અને તે સાથે તમારા કંપનો પણ બદલાઈ જશે. આ કપનો પ્રવાહી અને પરિવર્તનશીલ છે. તમારી અંદર રહેલ માનસિક, અને શારિરીક લાગાણીઓની વૃતિઓ સાથે વ્યક્તિગત રૂપ અને જીવનપદ્ધતિનો સંબંધ કરશો એટલે વિનાશકારી સ્પંદનોમાંથી તમે સર્જનાત્મક સ્પંદનો કેમ થઈ શકે તે વિષે વિચારી શકશો. તમારે શું થયું છે તેની તમને ખબર પડશે, અને તમે તમારી ભાવિ કારકિર્દી નક્કી કરી શકશો. સ્પંદનો-કંપનો સતત બદલાયા કરે છે. તે સતત પ્રવાહી રહે છે - તે જીવંત જીવને દર્શાવે છે. અહીં તમારી Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સ્વતંત્રતા છે. મહાન આશા છે. જેમ પ્રકાશ મેઘધનુષમાં પ્રસરે છે તેમ શક્તિ બધા જીવંત સ્વરૂપોમાં ઉડી ઊતરી જાય છે. આત્માની શક્તિ અણુ પર એકાગ્ર કરવાથી અશુભ કંપનોને શુભ કંપનીમાં ફેરવી શકાય છે, જેથી દોષો ગુણમાં ફેરવાઈ જાય છે. આ રીતે શુભ અને શુદ્ધ સ્પંદનોથી પુષ્ટિ પામેલ તમારું આત્મરૂપી કમળ વિકસશે, અને ઊર્ધ્વમાગી બનશે. જેમ જેમ તમે તમારી અંદર ઊંડા જશો, તેમ તેમ તમે વધુ સંતુલિત અને કેન્દ્રિત થશો. તમે અંદર જેમ સંગીન થશો તેમ તમારા સ્વભાવની જાગૃતિ અને શાંતિ વધુ ને વધુ બહાર પણ પ્રકાશશે. તમે જયારે તમારા વિચારોનું ઇચ્છાઓનું, લાગણીઓનું અને આંતરભાવોનું નિરીક્ષણ કરશો ત્યારે ચમત્કાર થશે. જાગૃતિ વધશે અને અશુભ મલિન તત્ત્વો નાશ પામશે. તમને એ પ્રતીત થવું જોઈએ કે તમારું મન તમારું નિયંત્રણ કરી શકતું નથી. આત્મા મનને કાબુમાં રાખી શકે છે. આત્મા પાસે જીવંત શકિત છે. ઊડી જાગૃતિ અને બીજા ધણા મૌલિક ગુણો છે. આત્માની ઊર્ધ્વગતિ ઉત્કૃષ્ટ શિખર પર પહોંચ્યા પછી જ સ્થિર થાય છે. તે છે સિદ્ધશિલા. પણ આ માટે તેણે ધ્યેયપૂર્તિ કરવી જોઇએ. જીવો પ્રતિ પોતાની જવાબદારી પૂરી કરવી જોઈએ અને હૃદયની તીવ્ર ધારાઓને મૃદુ બનાવવી જોઈએ. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ તમારાં બંધન તોડવા અને નિશિચત હેતુપર્ણ દિશામાં પ્રગતિ કરાવનાર હોવી જોઈએ. જયારે તમે પ્રગતિકારક પંથની પસંદગી કરશો, ત્યારે ધ્યેય પ્રતિ પ્રગતિની તમને દૂઢ પ્રતિતી અવશ્ય થશે. ચેતનશકિત પણ જડના સાથથી આ વિશ્વમાં કાર્યશીલ બને છે. અનાદિકાળથી તેઓ સાથે જે કરે છે તેજ આખા વિશ્વમાં પ્રગટ થાય છે. કંપનો સતત પરિવર્તનશીલ, પ્રવાહી છે, અને જીવંત જીવનાં પ્રતીકો છે. અહીં જ તમારી સ્વતંત્રતા છે. મહાન આશા છે કે અણુ પર આત્માના પ્રકાશને એકાગ્ર કરીને તમે વિનાશાત્મક કંપનોને ખસેડી સર્જનાત્મક કંપનોની તમારી ભાવિ મુસાફરી નકકી કરી શકશો. વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ પ્રાણી મનુષ્ય છે. તેણે ભૌતિક સિદ્ધિઓ દ્વારા ચંદ્રને સ્પર્શે અને આત્મસિદ્ધિ દ્વારા મોક્ષ મેળવ્યો. આજે માનવી જયારે ક્ષણિક ભૌતિક સુખને મેળવે છે ત્યારે આત્માના અનંત આનંદને મેળવી શકતો નથી. માનવી આખા જગત સાથે સંબંધ બાંધવાની આંધળી દોટમાં પોતાની જાત સાથેનો સંબંધ ખોઈ બેઠો છે. આખા જગતને ઓળખવાની તાલાવેલીમાં માનવી પોતાના જ સ્વરૂપને ભૂલી ગયો છે. પોતાના સ્વરૂપને પામવા માટે આ જડ અને ચેતનનો ભેદ સમજવો જરૂરી છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ( આંતર દર્શન ' જ કરી ક જયારે એક બાળક ખેડૂતને જમીનની અંદર ખાડો ખોદી બીજ વાવી ઉપર માટી તથા પાણી નાખતો જુએ છે, ત્યારે અણસમજથી તે એમ માને છે કે આ બીજનો વિનાશ થઈ ગયો. તેને એ કલ્પના પણ ન આવે કે જમીનની અંદર ભંડારેલું આ બીજ, આ જમીનને ફોડીને એક વૃક્ષ બની ફૂલ આપશે, પણ અનુભવી માણસ આ હકીકતને બરાબર સમજે છે. આ બીજ ઊગશે, એ તમે શેનાથી જાણો છો ? અને બાળકને આની કેમ ખબર નથી ? તે છે અનુભવ. મોટાને અનુભવ છે, બાળકને અનુભવ નથી. આવી જ રીતે સમદષ્ટિ અને મિથ્યાષ્ટિ વચ્ચે તફાવત છે. જ્ઞાનીને મૃત્યુ ભયજનક લાગતું નથી. કારણકે તે જાણે છે કે શાશ્વત ફરતા કાળચક્રમાં પદાર્થો પરિવર્તનશીલ છે અને આત્મા અમર છે. દષ્ટિ વગરના અજ્ઞાનીને પેલા બાળકની માફક મૃત્યુ એ જીવનનો અંત લાગે છે. ભાવિ પ્રત્યે તેની દૃષ્ટિ જ નથી, અને તેથી “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠાં” માની પોતાના જીવન ને વિકારમય બનાવી જીવે છે, અને મૃત્યુ આવતાં અશાંત Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ બની રોકકળ કરી મૂકે છે. મૃત્યુ સમયે અજ્ઞાની શોકાતુર બને છે અને આંસુ વહાવે છે. આપણાં વહાલાંનો વિયોગ થાય તે સમયે આકંદ અને શોક કરવા કરતાં આપણે વિચારીએ કે મૃત્યુ પામનાર, આપણી બાહ્ય ચર્મચક્ષુ આગળથી અદૃશ્ય થયા છે, પરંતુ સમગ્ર લોકમાંથી નહિ. અત્રે તેનું શરીર નકામું બન્યું પણ તેનો આત્મા તો વિશ્વમાં છે જ. આપણો પ્રેમ તેના નાશવંત શરીર પર હતો કે શાશ્વત એવા આત્મા પર! શરીર પર પ્રેમ હોત તો તે શરીર તો અહીં શબ રૂપે છેપછી આછંદ શા માટે ? અને શરીરનું સંચાલન કરનાર આત્મા પર આપણો પ્રેમ હોય તો તે આત્માએ બીજે ઉચ્ચ સ્થાનમાં જન્મ લઈ લીઘો છે. આ તત્ત્વજ્ઞાન સમજયા પછી આપણી દષ્ટિ વિશાળ બનતાં આપણે આપણી જાતને પૂછીશું “શું ગયું? માત્ર બાહ્ય રૂપ-પદાર્થ. સોનાના દાગીનો ભાંગી નાંખો કે ગાળી મૂકો, બાહ્ય આકાર જવાનો. મૂળ સોનું તો એ જ સ્વરૂપમાં રહેવાનું. જેમાંથી બીજો સુંદર દાગીનો બનવાનો”. આત્માની અનંત મુસાફરીમાં આપણે આ જીવનમાં અલ્પ સમય માટે આ ભવમાં આવ્યા છીએ. આ આપણો કાયમી મુકામ નથી. આપણી ધ્યેયપૂર્તિ માટે આ નાશવંત. શરીરનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો છે. આપણે એમ વિચારવું જોઈએ કે આપણા સ્વજનનું મૃત્યુ થયું અને તે પોતાના ધ્યેયની પૂર્તિ માટે બીજે કયાંક ગયા છે. તમારો તેની સાથેનો સંબંધ, ઋણાનુબંધ બાકી હશે તો બીજા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ભવમાં પણ રહેવાનો જ છે. તેથી તેના પર સાચો પ્રેમ હોય તો તેને તમારાં શુદ્ધ-શુભ અને પવિત્ર આંદોલનો મોકલતા રહોં. તમારાં આંસુ તેને પહોચવાનાં નથી. પણ તમારાં આ શુભ-શુદ્ધ સ્પંદનો આંદોલનો જરૂર પહોંચવાનાં. દરેક બીજમાં, દરેક રૂપમાં શાશ્વતતાના સાતત્યને તાદૃશ્ય જુઓ. આ જ સિદ્ધાન્ત આપણે પોતાને લાગુ પાડો. બાહ્ય રૂપ-શરીર સડશે, નાશ પામશે-પણ દરેક શરીર યા રૂપના કેન્દ્રમાં કશુંક શાશ્વત છે. અને તે છે ચેતનાશકિત. આ શકિતને પ્રગટીકરણ આરંભવેળાએ નાનકડા બીજમાં જોયું તેમ તેની શકિત જોઈ શકીએ છીએ. તેનું ફૂટવું એટલું બધું જોરદાર હોય છે કે તે કઠણ પૃથ્વીને પણ ફોડી શકે છે. વિકાસ માટે તેની ઈચ્છાશકિત એટલી બધી પ્રબળ હોય છે કે તે તેને ઢાંકતી પૃથ્વીને ફાડીને ઉપર આવી શકે છે, શા માટે? કારણકે તેની પાસે ચેતનાશકિત છે. આપણે માનવો પણ જો આપણામાં પરાકાષ્ઠાના વિકાસને - યોગ્ય ચેતનાશકિતને બરાબર ઓળખી લઈએ, તો જીવનવિકાસની પ્રક્રિયામાં આપણને ઢાંકી દેતી - બોજ લાગતી ગુલામીની બેડીમાં રાખતી કર્મસત્તાને ફેંકી દઈ શકીએ છીએ. રૂનો ઢગલો ગમે તેટલો મોટો હોય - પણ તેમાં સળગતી દીવાસળીનો એક તણખો માત્ર પડી જાય તોયે ક્ષણમાત્રમાં તે બળીને ભસ્મ થઈ જાય છે, તેમ આત્માની અનંત શકિત ને આવરનાર કર્મોના ઢગ ગમે તેટલા મોટા હોય - પણ ચેતનાશકિત જયારે પ્રબળ બની તેનો નાશ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કરે છે, ત્યારે આત્મા કર્મરહિત પુર્ણ સ્વરૂપને પામે છે. આ દૃષ્ટિ પ્રાપ્ત થાય તો તમારું જીવન બદલાઈ જશે, તમારું જીવન જળપ્રવાહ જેવું નિર્મળ, સદા વહેતું અને પ્રફુલ્લિત રહેશે. કારણકે ઉત્ક્રાંતિની શ્રેષ્ઠ કક્ષારૂપ માનવજીવનમાં તમે તમારી વાસ્તવિકતા સાથે સંપર્ક કરી શકયા છો, તમારો શાશ્વત સ્વભાવ જોઇ શકયા છો. તમારા “સ્વ” સાથે સંબંધ જોડી શકયા છો. આ રહસ્ય જયારે તમને માત્ર માનસિક યા સંકલ્પરૂપે નહિ પણ અનુભવથી પ્રતીત થશે, ત્યારે બધી ચિંતાઓ અને ભયો તમારાથી દૂર ભાગશે. જેમ એક ધનિક 28તુ પ્રમાણે ઘર બદલે તેમ તેમ જુદા જુદા દેશો, હવા, ઉપગ્રહો, પરિસ્થિતી, યા જન્મોમાં ફરતા હો પણ તમને ત્યારે પણ એક જ લાગશે કે તમે કયાંક ગયા નથી. તમે ફકત બાહ્ય ખોળિયું બદલ્યું છે. તમે તો એના એ જ છો. તમે જેને “હું કહો છો તે માત્ર નામ છે. “તે યા તેણી'ની જેમ હું પણ એક બાહ્ય રૂપ છે. જયારે તમે એમ કહો છો કે મે ગઈ કાલે કામ કર્યું તે જ રીતે આજે કરીશ ત્યારે તમારો “હું ફકત સમયની અપેક્ષાએ છે. આ બધા હું માં તમે નથી. જેમ તૂટેલા અરીસાના ટુકડાઓમાં અનેક પ્રતિબિંબ દેખાય તેમ તમારી જુદી જુદી શ્રીમંત, ગરીબ, ક્રોધી, શોકાતુર, સુખી-દુઃખી, વિગેરે અવસ્થાઓનાં અનેક રૂપો બને છે હું તમારા મૌલિક ગુણો બતાવતું નથી. તે બધાં બંધનો છે. સુખ અને દુઃખ, ચડતી-પડતી આ બધું સમયની મર્યાદામાં પરિવર્તનશીલ છે. તે આવે છે, ને જાય છે. રીબ, કોરી બને છે. આ શીલ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જ્યારે આપણે જીવનને પ્રયોગાત્મક કક્ષા પર લઈ જઈએ છીએ, ત્યારે આપણે એ જાણી શકીએ છીએ કે આપણી ચેતનાશકિત જીવનમાં જુદાં જુદાં પગથિયાં પરથી પસાર થાય છે. જેને આપણે કન્યા, વૃદ્ધા, બીમાર, મૃત્યુ પામતા માનવી કહીએ છીએ, તે બધી અરિસામાં દેખાતી અવસ્થાઓ છે. આપણે આપણી જાતને તેના શાશ્વત સ્વભાવમાં કેમ જોઈ નથી? આ અંધાપાનું કારણ ફકત આવરણ કરનારા કર્મો છે. જેનાથી આપણે આપણા અસલી સ્વભાવ અને કૃત્રિમ બંધનો, અવસ્થાઓ અને દર્પણો વચ્ચેનો તફાવત સમજી નથી શકતાં. આપણે આપણી બાહ્ય ક્ષણિક અવસ્થાઓને આપણી અસલી સ્થિતી માની બેઠા છીએ આ જ મિથ્યાત્વ છે. આ તફાવત આ ભેદજ્ઞાન સમજાય એ જ સાચું સમકિત છે. સાચું ધ્યાન પણ ત્યારે જ શરૂ થયું ગણાય, જ્યારે તમે નિર્ભયતાથી કહી શકો છે “હું આત્મા છું. અજર અમર અવિનાશી આત્મા છું, આ બાહ્ય સંયોગો હું નથી. ખરો હું આ છે - જેમાં કયાંય અહં નથી. દર્પણમાં દેખાતા “હું” એ બધા બાહ્ય સંયોગો, પરિસ્થિતિઓ રૂપો-બંધનો હતાં - અને તે ક્ષણિક ચીજોને પોતાની માની લીધેલી હતી. હવે તમે સમજી શકો છો કે રહેવાનું ઘર જૂનું થયું એટલે અંદર રહેનાર જુનો થતો નથી. હવે તમે જડ પદાર્થોમાં રહેતા આત્માનો અલગ અનુભવ કરી શકો છો. હવે પ્રશ્ન એ થાય છે કે શા માટે આપણી આજુબાજુ અમુક જ શકિત પથરાય છે. બીજી જાતની કેમ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નહિ ? આનું એક જ કારણ છે કે આપણી અમુક પ્રકારની ઇચ્છાઓથી ઉત્પન્ન થયેલ જડ સ્પંદનો તેમાંથી પરિણામતાં બાહ્ય રૂપો બને છે. હવે તમારા વિષે તમારી માન્યતા બદલાઈ જશે. તમે આ સમજણ પૂર્વે એમ માનતા હતા કે કોઈએ મારા સંયોગો-પરિસ્થિતિઓનું સર્જન કર્યું છે. હવે તમે એમ કહેશો કે મારા ભાગ્યનું નિર્માણ મેં કર્યું છે. અને કરી રહ્યો છું. “આપણે આપણા ભાગ્યના ઘડવૈયા છીએ” આ વાત અજ્ઞાનીના મનને ગભરાવી મૂકશે. મન આવું સ્વતંત્ર, ઉચ્ચ સ્થાન સ્વીકારવા ટેવાયેલું નથી, તેથી આ જવાબદારીમાંથી છટકી જાય છે. તે તો તેની પુરાણી રૂઢિચુસ્ત ટેવ મુજબ વર્તે છે. જૂની રૂઢિઓ અને પૂર્વગ્રહોનું ઉત્થાપન સહેલું નથી. દા.ત. ભારતમાં જ્ઞાતિવાદનો કાનૂનથી છેદ કર્યો હોવા છતાં હજી પ્રજાનો મોટો ભાગ અસ્પૃશ્યતા અને તેમની લઘુતાગ્રંથિની ગુલામી છોડી શકતો નથી. હવે આપણને એ સમજાયું છે કે સમસ્ત ચૌદરાજલોક આપણું છે સમસ્ત આકાશગંગા આપણી છે અને આપણે (આત્મા) કોઈ પણ જાતના વિઘ્ન વિના એક જગ્યાએથી બીજે, એક ઉપગ્રહથી બીજા ઉપગ્રહમાં ફરી શકીએ છીએ. આપણા પ્રવેશ પર કયાંય પ્રતિબંધ નથી. શા માટે ? કારણકે આખું બ્રહ્માંડ ચેતનાશકિત માટે છે. આખું વિશ્વ આત્માના પ્રગટીકરણની પરીક્ષાભૂમિ છે. આપણી - Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ઈચ્છા, આકાંક્ષા, દષ્ટિ, જીવન, અધ્યવસાયો મુજબ આપણે આપણા સમગ્ર બાહ્ય સંયોગો જેવા કે રૂપ, જન્મસ્થળ, કુટુંબ વુિં. પસંદ કરી શકીએ છીએ. જયાં સુધી હું અમર આત્મા છું” એવું દૃઢપણે હૃદયથી પ્રતીત ન થાય, અનુભવ ન થાય ત્યાં સુધી આત્માની મૌલિક અસલી-મુકત અવસ્થાનો ખ્યાલ પણ નહિ આવે. આત્માનો સ્વભાવ સ્વતંત્રતામાં રહેવાનો છે. જડની ભાગીદારીમાં રહેવાથી આત્મા યા ચેતનાશકિત, પોતાના વિકાસની કક્ષા અને ધ્યાનના ઊંડાણ મુજબ આ મુકિતની વિવિધ કક્ષાઓનો અનુભવ કરી શકશે નહિ. ધ્યાનમાં આપણે આપણી જાતને આપણી દિવ્યતાના અરિસારૂપ બનાવીએ છીએ. આપણે એવી અનુભૂતિ કરીએ છીએ. વિશ્વનું સર્જન કોઈ વ્યકિતએ કર્યું નથી. પણ કાર્યકારણની વ્યવસ્થિત પ્રક્રિયા છે જેના પર ઈશ્વરનો પણ કાબૂ નથી. “વાવો તેવું ઉગે”નો અખંડ વૈજ્ઞાનિક નિયમ છે. આ પ્રક્રિયા કઈ છે? આપણી ચેતનાની સ્થિતિ મુજબ તે શકિત કાં તો આકર્ષણ યા વિકર્ષણ કરશે, અથવા તો આ બંને ધ્રુવોની પાર જશે. આત્માના પ્રાકૃતિક સ્વભાવ મુજબ ચેતના આ બંને ધ્રુવોથી ઉપર ગયેલી છે. અને તે સ્થિતિમાં તે ખંડનાત્મક યા સર્જનાત્મક બેમાંથી કોઈ જ જાતનાં કંપનો ઉત્પન્ન કરતી નથી. . જે માનવી એવી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યો નથી, તે હજુ અમુક અવસ્થાના આકર્ષણ અને વિકર્ષણની સ્થિતિમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ * ૨૬ રહે છે. તેની કક્ષા મુજબ વિચારો ઉત્પન્ન થાય છે. અને આ વિચારો અમુક જાતના કાર્મિક પુદ્ગલો આકર્ષે છે. આત્માને ચોટેલ આ કાર્મિક રજ ની ઘનતા અને ગુણવત્તા મુજબ માણસ પ્રવૃત્તિ કરે છે. જ્યારે માણસ એ જાણે છે કે, વિચાર પણ પુદ્ગલ છે, ત્યારે માનવજાત માટે એક નવા યુગનો ઉદય થાય છે. જેમ વિદ્યુત સંચાલિત પ્રવેશદ્વાર આગળ માણસની હાજરીમાત્રથી કોઈ એવા પરમાણુઓ ઉત્પન્ન થાય છે કે જેનાથી હાર આપોઆપ ખૂલી જાય છે. તે જ રીતે આત્મા વિચાર કરે એટલે તરત જ તે વિચારો પુદ્ગલના રૂપમાં બહાર ફેંકાય છે. જે આજે તો વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે. આ વિચારોનાં રૂપ કેવી રીતે જોઈ શકાય ? વિદ્યુત પુદ્ગલ છે. છતાં દેખાતી નથી. તે જ રીતે વિચારો પણ પુદ્ગલ હોવા છતાં ચર્મચક્ષુથી અદશ્ય છે. તેમ છતાં વિચારોનાં જે પરિણામો દેખાય છે-અનુભવાય છે તે પરથી વિચારનું અનુમાન થાય છે. આપણી ખામીઓ, માંદગી, પીડા, શોક-દિલગીરી અથવા પ્રસન્નતા, સુખ વિ. બધું આપણા વિચારોનું જ પરિણામ છે. વાસ્તવિક રીતે તો શારીરિક કાર્યો કરતાં વિચારોની શકિત અનેક ગણી છે. શરીરવર્ગણાના પુદ્ગલ કરતાં મનોવર્ગણાના પુદ્ગલો અનેક ગણા શકિતશાળી છે. આ જ્ઞાનના ઉદયથી લોકો પોતાની વિચારસરણીમાં ક્રાંતિ લાવશે. તમારી વર્તમાન પરિસ્થિતિનું મૂળ કારણ બીજું કોઈ નહિ, પણ તમે પોતે જ છો. તમારા વિચારો, Page #34 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાઓ, અને મનના પરિણામો તે માટે જવાબદાર છે. તમારા પરિણામો દ્વારા કર્મોને તમે આમંચ્યા છે. અને તે મુજબ તમને બાહ્ય સંયોગો-પરિસ્થિતિઓ મળી છે. આપણે પરિણામો કરતાં તેમનાં મૂળ કારણોને સિંહવૃત્તિથી શોધવાં જોઈએ. આપણે એ બરાબર સમજી લેવું જોઈએ કે આપણી આસપાસ જે બની રહ્યું છે તેનો સીધો સંબંધ આપણી પોતાની જાત સાથે છે. કોઈ પણ સર્જન માટે આપણી જન્મસિદ્ધિ - મૌલિક શકિત , ઓળખાવી જોઈએ. આપણે આજે પોતાની જાતને સ્ત્રી યા પુરુષ, ઊંચા યા નીચા, સફેદ યા કાળા, શિક્ષિત યા ગમાર માનીએ છીએ, તે બધું આપણું પોતાનું બનાવેલું છે. આપણી ખામી માટે આપણે ભગવાનને દોષ આપી ન શકીએ. આપણે માત્ર એટલું કહી શકીએ કે “જીવનની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માં પ્રત્યેક આત્મા, એક યા બીજી રીતે, આકર્ષણ યા વિકર્ષણનાં કંપનોમાં, અજ્ઞાનના અંધકારમાં યા જ્ઞાનના પ્રકાશમાં તે તે પ્રકારે રૂપ ઘડે છે.” - આ હકીકત સમજ્યા પછી આપણી કોઈપણ બાહ્ય પરિસ્થિતિ માટે આપણે બીજા પર દોષારોપણ કરી ના શકીએ. આપણે પોતે જ તેને માટે જવાબદાર છીએ. આ સમજ દૃઢપણે હૃદયમાં બેસી જાય તો પછી આપણા મનના આપણે અતિ જાગૃત ચોકીદાર બની જઈએ, જેથી એકપણ અશુભ વિચાર અંદર પેસી ન જાય, કારણકે હવે આપણને એ દઢ પ્રતીતિ થઈ ગઈ છે કે આપણે જે કોઈ વિચાર મનમાં જવા દઈશું તેના પર કોમ્યુટરની માફક પરિણામ આવશે. આંતરિક શકિત અને જવાદારીની આ સમજથી, Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આ જ ક્ષણથી નૂતન ઉજજવળ ભાવિ ઘડવાનું શરૂ કરી દઈશું. આપણા વિચારને શકિતશાળી બનાવવા મન, વચન અને કાયામાં સંતુલન જોઈએ અને આ ત્રણેય ચેતનાશકિતની ઉચ્ચમાં ઉચ્ચ કક્ષા સાથે સુસંવાદિતા જોઈએ. આ સિવાય સારો ઉમદા વિચાર આવે પણ તેનું જોઈતું ફળ ન આવે. દા.ત. એક માણસ એમ વિચારે કે “મારે લાંબુ જીવવું છે પણ જો તે અન્ય જીવોને પોતાનાં મન-વચન અને કાયાથી ત્રાસ આપે તો કઈ રીતે તે લાંબા આયુષ્યની કર્મરજને આકર્ષવાર શુભ કંપનો ને આકર્ષી શકે? તેનાં મન, વચન અને કાયા ત્રણેય બીજાને સુખ-શાતાથી રહેવા દે તો જ તેને લાંબુ આયુષ્ય બંધાય. - ઘણા એમ કહે છે કે હું આખો દિવસ પ્રાર્થના અને ધ્યાન ધરું છું છતાં કોઈ પરિણામ દેખાતું નથી.” શા માટે આવું બને છે? કારણ કે વિચારોમાં દ્વિધા છે. જ્યારે વિચાર મુજબ વર્તન થતું નથી. ત્યારે વિસંવાદિતા થવાથી સર્જનાત્મક શુભ અધ્યવસાય મરી જાય છે. વર્તનમાં ખામી એ તમારા વિકાસને રોકે છે. કોઈ માણસને તમે મદદનું વચન આપો અને પછી અણીની પળે તમે તેનો અમલ ન કરો તો સૌ પ્રથમ નુકસાન તમને પોતાને જ થાય છે. તમારા ભવિષ્યમાં તમે જ વિશ્વાસ ભંગનો દુઃખદ પ્રસંગ આ પ્રસંગથી તમે જ સર્જે છો. તમારામાં તમે આ જાણો ત્યારે તમારી જાતને કહો કે “મારા જીવનને હું ટૂકડાઓમાં વહેંચી નાખવા માંગતો નથી. માટે એવું જીવન જીવવું કે જયાં મન-વચન અને કાયાની પ્રવૃત્તિઓમાં એકવાકયતા હોય. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અજ્ઞાન મનનો એ સ્વભાવ છે કે તેની સામે જ પદાર્થ પડયો હોય તેવો આકાર ધારણ કરે. જેવું બિંબ તેવું પ્રતિબિંબ. જેવો ઉપયોગ તેવો આકાર. જો પદાર્થ ઈન્દ્રિયોને આકર્ષે તો મન તેની પ્રાપ્તિ માટે તડપે છે. તેને જે જોઈએ તે મળે તો ક્ષણિક સુખ પણ અનુભવે છે. દુન્યવી દૃષ્ટિએ આનું નામ સુખ છે. ઈચ્છિત વસ્તુ ના મળે તો તેની તૃષ્ણા ભડકે બળે છે, જેનું પરિણામ હતાશા અને ઉદાસીનતામાં આવે છે. આનું બીજું નામ દુઃખ છે. આવાં સુખ અને દુઃખ બંને ક્ષણિક છે - જે વિષય-કષાયના ગુલામ મનનાં ઉત્પાદન છે. આવું મન કચરાપેટી જેવું છે. જેમાં જીર્ણ, નકામી વસ્તુઓ, અહિતકારક વિચારો અને ઈચ્છાઓ ભરે જ જાય છે. જ્યાં સુધી આત્મજાગૃતિનો પ્રકાશ મનને મળતો નથી, ત્યાં સુધી તે સતત કંપન કર્યા કરે છે. અને રાગ-દ્વેષનાં કંપનો ફેંકયા કરે છે. પોતાને માટે આકારો સર્જાયા કરે છે. માત્ર આહાર, નિદ્રા, ભય અને મૈથુનની સંજ્ઞાઓમાં અટવાયેલાં પશુઓ કરતાં આ કક્ષાએ અજાગ્રત માણસની ચેતનામાં ભાગ્યે જ કોઈ તફાવત હોય છે. અર્થાત્ માનવ અને પશુઓ બંને આ ચાર સંજ્ઞાની ગુલામીમાં લગભગ સરખાં હોય છે. જ્યારે માનવમન નિરાશ બની જાય છે, ત્યારે તેની દશા એકેન્દ્રીય જીવ જેવી ભારે અને ગતિ વગરની થઈ જાય છે. પણ આપણે બધા ઉત્ક્રાંતિના પથ પરના મુસાફર Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦ છીએ. આત્માનો એ સ્વભાવ છે કે ઉપર ઉઠવું. ચેતનનો એ સ્વભાવ છે કે વધુ ને વધુ ખુલ્લા થવું. ઉપર ઉઠવું. એકેન્દ્રીયથી શરૂ કરી તે સૌથી ઉત્કૃષ્ટ વિશ્વચેતના બને ત્યાં સુધી તે વિકાસ કરતી જ રહે છે. એકેન્દ્રીયની ચેતના બહારથી ગતિહીન દેખાવા છતાં તેનામાં અલ્પાંશે પણ ચેતના તો છે જ આપણે જોયું કે નાનામાં નાનાં બીજમાં પણ ચેતનાશક્તિ છે. જમીનમાં વવાયા પહેલા તે ગાઢ નિદ્રામાં હોય છે. પણ વવાયા બાદ તેને હવા-પાણી મળતાં તે જમીનને ફાડી ઉગી નિકળે છે. ઉપર આવે છે. વ્યક્તિગત ચેતના જીવનના સ્વાભાવિક કમ અને સહનશીલતામાંથી પસાર થાય છે, વિવિધ સ્પંદનોના સતત સંપર્કમાં આવે છે. જૂનાં રૂપો છોડી નવાં રૂપો સતત ધારણ કરે છે. અને છેવટે તે માનવચેતનાની કક્ષાએ અથવા “હું કોણ છું” એ સમજવાની કક્ષાએ પહોંચે છે. માનવ સિવાય બીજા કોઈ જીવને આ પ્રશ્ન થતો નથી. માનવીમાં આવો પ્રશ્ન ઉત્પન્ન થાય, ત્યારે સમજી લેવું કે તેના “સ્વ'ની શોધની મુસાફરી શરૂ થઈ ગઈ. તેની પ્રગતિ શરૂ થઈ ગઈ, તેનું મન જ્ઞાનની ખોજમાં પડયું અને આત્માને જાગૃત થવાની દિશામાં તેનો સદુપયોગ થવા લાગ્યો. , જ્યારે ચેતનાશક્તિ પોતાની જાત વિષે જાગૃત થાય છે, ત્યારે તે પોતાના મનને અશુભ ભાવ પ્રતિ જતાં રોકે છે. જ્યારે અકસ્માત, માંદગી, મૃત્યુ, વિષય-કષાય ભર્યા પાપોના વિચારો અટકે છે, ત્યારે અશુભ કર્મ બંધાતા નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અને તેથી ખરાબ પરિણામો પણ આવતાં નથી. હવે મન આત્માનું અહિત કરવાને બદલે હિત કરે છે. હવે મન જડ અને ચેતન, આત્મા અને શરીર વચ્ચેનું વિષ્ટિકાર બને છે. હવે તે આત્મા સાથે જોડાયેલ હોવાથી તેના પ્રકાશનું પ્રતિબિંબ પાડે છે. આ રીતે જ્યારે મન ચેતનાશકિતનું લેનાર અને વહન કરનાર બને છે ત્યારે તે ચેતનાના જ્ઞાન, સ્વીકાર, બોધ, દર્શન અને યાદદાસ્ત વગેરે ગુણો દ્વારા પ્રગટ થાય છે. મંત્રના પ્રયોગ દ્વારા ક્ષણભર મન શાંત થાય છે, શાન્તિમાં કર્મ તથા કંપનોના વિજ્ઞાનની પ્રકાશવંત સમજ પરિપકવ થાય છે ત્યારે આપણે શરીર, વચન અને મનથી પેલે પાર જઈ આત્માના મૌલિક સત્યનો અનુભવ કરી શકીએ છીએ. ઊંડા ધ્યાનમાં ઉપર જણાવેલ ગુણોનું પ્રગટીકરણ સમાનાર્થ થઈ જાય છે. અને તેમ છતાં આ અનુભવ શબ્દાતીત બની જાય છે. મન-વચન-કાયાથી જેમ ઉપર જઈએ તેમ જ્ઞાની પૂર્વજોએ શબ્દોમાં જણાવેલ આત્મરસનો અનુભવ કરી શકીએ છીએ. આત્માએ આત્માને આત્મા વડે મોહત્યાગથી જાણી શકાય. આવું જ જાણે તે જ તેનું જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે. બારમી સદીના એક મહાન જૈન તત્ત્વચિંતકના કહેવા અનુસાર યોગનો અર્થ સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ એ ત્રણ રત્નો અંતિમ મુકિતનાં મૂળ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ છે. આ ત્રણ રનો એટલે શું ? હેમચંદ્રાચાર્ય તેનો જવાબ આપતાં લખે છેઃ પ્રાણ પુરુષનો આત્મા સ્વયં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર છે. - અર્થાત્ શાશ્વત મિથ્યાત્વમાયાજાળ-ભ્રમ અદૃશ્ય થવાથી આત્મામાં આત્માથી આત્માની ઓળખાણ થવી. આત્મા આત્માને જુએ છે. આત્મા આત્માને અનુભવે છે. આત્મરૂપ સૂર્યનો ઉદય થાય છે, ત્યારે અજ્ઞાનરૂપ અંધકાર, માયાજાળ વિ.નો કાયમ માટે વિલય કરી પોતાના સ્વભાવરૂપ સાથે એકાકાર થઈ અંતિમ મુકિત પ્રાપ્ત કરે છે. તમને આ અનુભવ થાય ત્યારે “હું કોણ છું? મારા કયા ગુણો છે? મારી ખરી સંપત્તિ કઈ?” વિ. પ્રશ્નોના બરાબર જવાબ મેળવી શકો છો, જેનાથી તમારી ચેતનાની અનંત શકિત પ્રગટ થતી જાય છે. પછી તમે પ્રતીત કરી શકશો કે “હું સ્વયં ચેતના છું. પૂર્ણ આનંદ છું. શાશ્વતતા છું.” હવે તમે જોશો કે જયાં અને જ્યારે તમને કોઈપણ પ્રકારે ચેતનાનો અનુભવ થાય ત્યારે તે તમે પોતે જ છો, અને જયાં ચેતનાનો અનુભવ નથી, ત્યાં તમે નથી. પછી તમે સંપત્તિ-સત્તા-ધન-કીર્તિ, નામ, પાત્રો વિ. બાહ્ય જડ ચીજોને પોતાની નહિ ગણો. આવી ચીજોથી આકર્ષાશો નહિ. સુખ અને દુઃખના ધ્રુવો વચ્ચે આંટાફેરા નહિ કરો. પછી તમે તમારા સ્વભાવમાં રહી સાચું સુખ અનુભવી શકશો. આ સાચો આનંદ તમને તમારા કેન્દ્રમાં લઈ જાય Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૩ . છે. અને તમારા ચહેરા પર પ્રસન્નતા પ્રગટાવે છે. તે નથી હાસ્ય યા આંસુ, આવેશ કે શોક, રાગ યા દ્વેષ તે સંતુલન હશે, ઉત્કૃષ્ટ આનંદ હશે. એક વખત તમે તમારી જાતને શરીર નહિ પણ આત્મા માનો અને પછી જુઓ તમારી જાગૃતિનો ઉદય થશે. જન્મ અને મૃત્યુ તો જડ પદાર્થની ઉત્પત્તિ અને લય છે. મૃત્યુ માત્ર બાહ્ય કલેવરની બદલી છે. પણ અંદરની ચેતના તો અપરિવર્તનીય અને અમર છે. . જડમાં જે પરિવર્તન આવે છે તે અનિવાર્ય છે. અને તે જ્યારે આવે ત્યારે તેને તમે આવકારો છો. કારણકે પરિવર્તનથી જ જીવન નીરોગી અને તાજું રહે છે. વહેતું પાણી જેમ નિર્મળ રહે છે. બંધિયાર પાણી ગંધાઈ ઊઠે છે. તેથી તમારા જીવનને વહેવા દો. પછી કોઈ ભય નથી. વહેવામાં જ તમારો વિકાસ છે. તમે જ્યારે તમારી ચેતનાશકિતની શાશ્વત, શાંત અને જીવંત અનંત શકિતઓને ઓળખશો, ત્યારે તમને તે ઉચ્ચ કક્ષામાં લઈ જશે અને પછી તમે નિર્ભય બની તેનું ધ્યાન ધરી શકશો. હવે આપણે આપણા આત્માનો અનુભવ કરીએ. “મેં સર્જન કરેલ મારા શરીરના કેન્દ્રમાં “વ છે. આ વ” એ શરીર, પુરુષ યા સ્ત્રી, લાગણી યા વિચાર, ભૂતકાળની યાદ યા ભાવિની યોજના, ક્ષણિક સુખ ય દુઃખ, રાગ યા દ્વેષનાં કંપનો નથી. માત્ર મારો આત્મા છે-જે સુખદાયી અને અમર છે.” Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દરેક બીજમાં, દરેક રૂપમાં શાશ્વતતા સતત ચાલે છે. તે જ રીતે આપણી જાતમાં જુઓ. બાહ્ય રૂપ-આકાર બગડી જાય યા નાશ પામે પણ કેન્દ્રમાં એવું કોઈ તત્ત્વ છે. જે પરિવર્તનીય છે. આ છે ચેતના-શકિત. દર્પણમાં દેખાતો “હું” વાસ્તવિક નથી. તે તો બંધન છે. તમે આ અહિતકર સંયોગોને તમારા માની લીધા છે. હવે તેની પેલે પાર જઈ અહ વિનાના “સ્વ'ને ઓળખો. સાચું ધ્યાન ત્યારે જ શરૂ થયું ગણાય જ્યારે તમને તમારા હૃદયનાં ઉડાણમાં એમ બેસી જાય કે “આ ચેતનાશકિત એ જ હું , જેનો કદી વિનાશ કરી શકાતો નથી.” - આખું વિશ્વ ચેતનાશકિત માટે છે. આત્માના પ્રગટીકરણ માટે જ વિશ્વ કસોટી ક્ષેત્ર છે. જીવનની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં એક યા બીજી રીતે દરેક આત્મા રાગ યા દ્વેષનાં કંપનોમાં, અજ્ઞાનના અંધકારમાં યા પ્રજ્ઞાના પ્રકાશમાં પોતાના બાહ્યરૂપનું ઘડતર કરે છે. જન્મસ્થળ, કુટુંબ, શરીર વગેરે બાહ્ય સંયોગોનું સર્જન કરે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ 3 સ્વસિદ્ધિ પાણી ભરવાના વાસણમાં એક પણ છિદ્ર હોય, તો તેમાં ગમે તેટલી વાર પાણી ભરવામાં આવે તો પણ તેમાંથી પાણી નીકળી જ જવાનું. મનને માટે પણ શું એવું નથી ? પ્રકૃતિ પોતાની અણમોલ અને અસંખ્ય ઉપહારોની આપણી પર સતત વર્ષા કરે છે. પણ જો મનમાં છિદ્રો પડેલાં હોય તો તે આ સુંદર ભેટોનો સ્વીકાર શી રીતે કરી શકે ? તે સદા અધૂરું યા ખાલી જ રહેવાનું. આપણી વિચારસરણીમાં કોણ છિદ્ર પાડે છે ? તે છે આપણી મર્યાદાઓ અને દીવાલો, ગમા-અણગમાઓ, ધૃણા, આકાંક્ષાઓ, વિસ્તરણો, હકીકત વગરના નિર્ણયો. એક જ શબ્દમાં કહીએ તો તે 'કર્મ' પ્રકૃતિ છે. તે નિષ્પક્ષ છે. તેને કોઈને માટે પણ ભેદભાવ નથી. સૂર્ય બધા પર એકસરખો પ્રકાશ પાથરે છે, વરસાદ બધે એકસરખો વરસે છે, હવા બધાને એકસરખો પ્રાણવાયુ આપે છે, તેમ છતાં જેમ કમળાવાળો બધું પીળું જ દેખે તેમ આપણા અજ્ઞાનથી આપણે વિશ્વનું સાચું સૌન્દર્ય જોઈ શકતા નથી. પ્રકૃતિનું અસીમ સૌન્દર્ય આપણી આગળથી પસાર થઈ જાય છે પણ આપણે તેનો લાભ લઈ શક્તા નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ મનનાં આ છિદ્રો કેવી રીતે પૂરી દેવાં? તેનો જવાબ છે પૌષધ કરો. અર્થાત તમારા મન પર ઘણાં છિદ્રો પાડનાર ઘણી અશુભ પ્રવૃત્તિઓથી પાછા હઠી, તે ઘા પૂરવા. આત્માની સમીપ જવ. ધ્યાનની ઉંડી શાંતિ પ્રાપ્ત કરવા થોડાક કલાક, થોડાક દિવસો, થોડાંક અઠવાડિયાં અલગ ફાળવો. .. આપણામાંના ઘણાને ખબર નથી કે આપણી અંદરના ઘામાંથી લોહી વહી રહ્યું છે. બહારના ઘા મટાડવા આપણે બાહ્ય પાટા પીંડી કરી છે. દવાઓ લીધી છે, મનના આનંદ માટે આપણે નિરર્થક મનોરંજનનો ઉપભોગ કરીએ છીએ અને એવી બીજી ઘણી પ્રવૃત્તિમાં મશગુલ રહીએ છીએ. આપણે જ્યાં સુધી યુવાન અને નિરોગી રહીએ ત્યાં સુધી આ ક્ષણિક “પીડાનાશક” ઉપાયોથી થતી ક્ષતિને જોઈ શકતા નથી. પણ એક સમય એવો આવે છે, જ્યારે આપણે અધોમુખી બનીએ છીએ, કારણ કે અંદર પોકળતા, brooding. નબળાઈ અને થાક છે. સમય એવો આવશે, જ્યારે આપણે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે. આપણાં ઘા-પીડાનું મૂળ શોધી તેનો રામબાણ ઈલાજ કરવો પડશે. એસ્પીરીનથી, કળતું માથું ક્ષણિક મટાડવું એ હવે આપણને નહી પાલવે. અંદરની નબળાઈ માટે આંખ-મીંચામણાં કરવાં પણ નહિ પાલવે. આ માટે નીચેના ઉપાયો બતાવ્યા છેઃ પ્રતિકમણ-માયાજાળથી પાછા હઠી તમારી વાસ્તવિક ચેતનાનાં દર્શન કરો. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વિશ્વના બધા દેશોના ભૂતકાળ અને વર્તમાનના ખરા પ્રાણ પુરુષોએ તેમનાં દિવસરાત પોતાના આંતરનિરીક્ષણ, સમજ અને ધ્યાનમાં ગાળ્યાં, તેમના અંતરનાં અવાજે શબ્દોનું રૂપ પકડી આપણને આંતરદષ્ટિ અને પરિપકવ જ્ઞાન આપ્યું. તેમની અનંત કરુણામાંથી જન્મેલા તેમના ઉપદેશોએ આપણને પ્રેરણા અને ઉન્નતિ આપી. આ મહાપુરુષોએ શું જોયું? બધા જીવોમાં શાશ્વત સુંદર, શાંત એકતા સાધનાર ચેતનાશકિત જોઈ. તે શું સમજયા ? તે એ સમજયા કે વિશ્વ એક કોમ્યુટર જેવું છે, જેમાં આપણાં બધાં આંદોલનો અને કંપનો નોંધાય છે. તેના કંપન મુજબ તે સૂક્ષ્મ અને આકર્ષે છે. આ અણુઓમાંથી આપણા વિચારો, ભાષા અને આકાંક્ષાઓ ઘડાય છે. આ રીતે પ્રાચીન પ્રાણ પુરુષો માણસના રોગનું નિદાન કરી શકતા કે દર્દ બહારથી આવતું નથી પણ તે અંદરના કોઈ તત્ત્વના કારણે આવે છે અને તે છે આપણાં પોતાનાં જ ખંડનાત્મક કંપનો. - મનનાં છિદ્રો પૂરીને આપણી જાતને પૂર્ણ બનાવવાના ત્રણ રસ્તા છે. (૧) પ્રતિતી Realize (૨) પુનઃપ્રાપ્તિ Recover (૩) જીવનમાં ઉતારવું Retain.... તમે જે છો તેને બરાબર સમજો. તમે દરેક વ્યકિત બ્રહ્માંડની એક લઘુદુનિયા છો. અદશ્યને ઓળખતાં પહેલાં દશ્યને જોવાની શરૂઆત કરો. અરૂપીને અનુભવતાં પહેલાં રૂપી પદાર્થના રૂપની ઓળખ કરો. રૂપી પદાર્થ તરીકે તમે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિશ્વનાં તત્ત્વોને જેવા છે તેવા જુઓ. તમારાં હાડકાં, નખ, ચામડી, દાંત, વાળ વગેરે શરીરના ભાગો પૃથ્વીતત્ત્વ છે. તમારાં આંસુ, લાળ, પરસેવો, લોહી વગેરે પ્રવાહી તત્વો જળતત્ત્વ છે. રાસાયણિક પ્રક્રિયાઓ, જેવી કે પાચનશકિત-શરીરની ગરમી વગેરે અગ્નિતત્ત્વ છે. શ્વાસોશ્વાસ વાયુતત્વ છે. તેથી જે બહાર છે તે જ અંદર છે. દુનિયાથી જુદા નથી. તમારી અંદર તમે જે રૂપ જુઓ છો તે જ રૂપ બ્રહ્માંડનું સુક્ષ્મ સ્વરૂપે છે. પ્રાચીન જૈન તાડપત્રવાળાં શાસ્ત્રોમાં કલાકારોએ બ્રહ્માંડનું સ્વરૂપ માણસ જેવું બતાવ્યું છે. વ્યકિત અને સમષ્ટિ વચ્ચેના આ ઊંડા સંબંધને લીધે જ તુઓનું પરિવર્તન થાય છે. બહાર ઠંડી હોય છે તો આપણને ઠંડક લાગે છે, બહાર ગરમી હોય તો આપણે પણ ગરમી અનુભવીએ છીએ, જેમ પ્રકૃતિનાં સ્વરૂપોમાં સતત પરિવર્તન છે તેમ આપણા રૂપમાં પણ સતત પરિવર્તન છે. આ પરિવર્તનનું રહસ્ય શું છે? તુચક્ર પાછળ કયો નિયમ કામ કરી રહ્યો છે ? પુનર્જીવિત કરવાનો અને તાજા રહેવાનો, પાણીને તાજા રહેવા માટે ભરતી અને ઓટમાં મોજાંનું વહેવું જરૂરી છે, તેવું જ જીવનના વહેણનું વહેવું જરૂરી છે. પ્રકૃતિના નિયમોને અનુકૂળ થવા બધા પદાર્થો પરિવર્તનને માન્ય કરે છે. આપણે વૃક્ષો પાસેથી પણ શીખી શકીએ. પાનખર ઋતુમાં તેઓ પાંદડાંને ખરવા દે છે. તેઓ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વિરોધ કરતાં નથી. આ પ્રક્રિયા, વિરેચન, ઉપવાસ, શુદ્ધિકરણ અને છેદની ક્રિયા છે. નૂતન પ્રાપ્તિ માટે જીર્ણને છોડવાનું છે. ત્યાં શોક યા પીડા નહી ઊંડી ધીરજ છે. ઊંડું ડહાપણ છે. તેઓ જાણે છે કે ઉપરથી પાંદડાં ખરવા છતાં અંદર જીવનતત્ત્વ કાયમ છે. મૂળિયાંમાં ઉષ્મા અને આદ્રતા છે. શોક કે ચિંતા શા માટે ? નવાં પાંદડાં જોઈતાં હોય તો જૂનાને છોડવાં જ પડશે.” તે જ રીતે જો સદા તાજા રહેવું હોય તો નૂતન પ્રાપ્તિ માટે જગ્યા કરવી પડશે. તમારા જીવનમાંથી દરેક ઋતુમાં નકામાં તત્ત્વોને નીકળી જવા દો, ખરવાની ક્રિયા થવા દો. દરેક ક્ષણે તમે તાજા રહેવાનો અનુભવ કરો. તમારા જીર્ણ-પુરાણા વિચારોને સૂકાં પાંદડાંની માફક ખેરવી નાંખો અને યોગ-ક્ષેત્ર-કાળ-ભાવ સાપેક્ષ નૂતન વિચારસરણી અને ભાવોને જીવનમાં પ્રવેશ માટે દ્વાર ખુલ્લાં મૂકો, તો જ તમે વિસ્તાર અને વિકાસ કરી શકશો, વિશ્વ સાથેના સંબંધો સતત રચનાત્મક, ગ્રહણશીલ અને સંભાવનાશીલ રાખી શકશો. પૂર્વની સંસ્કૃતિના ઉપદેશમાં મુખ્ય સિદ્ધાન્ત છે નિરાસકિત-અનાસકિત. આ કયું તત્ત્વજ્ઞાન છે. તેની સાથે સંવાદીપણે જીવવાની કલા છે. તેનો સાર એ છે કે આ ક્ષેત્રો જે સંગત છે-જરૂરી છે તે આ જ ક્ષણ માટે યોગ્ય છે, પણ બીજી પળે તે સંગત ન પણ હોય. આમ છતા બદલાયેલા સંજોગોમાં પણ તમે જૂના વિચારો-રૂઢિઓને અહિતકારી હોય તો ય વળગી રહો તે છે આસકિત. જ્યારે તમે વસ્તુને વળગી પડો છો, ત્યારે તે વસ્તુ તે ક્ષણે સંગત છે કે નહિ તે તમે જાણતા નથી. આ આસકિત Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ બે વસ્તુમાં પરિણમે છે. (૧) તેને વળગી રહેવામાં તનાવ થાય છે અને (૨) છોડી દેવામાં શોક થાય છે. તે જાય તો જવા દો. તુપરિવર્તન સાથે અનુકૂળ થઈ જાવ. અનાસકત માનપૂર્વક ત્યાગ કરે છે પાનખરતુમાં પાંદડાં ખરે ત્યારે તે જાણે નાચતાં હોય તેમ લાગે છે, તેમ તમે પણ, જાય છે તેનો આનંદથી ત્યાગ કરો. આ જ સાચી અનાસકિત છે પ્રાપ્તિમાં જેમ આનંદ છે તેમ તેના ત્યાગમાં પણ આનંદ હોવો જોઈએ. આમ છતાં જો આપશો નહિ તો મળશે પણ નહિ. આ એક સંગીન ગણિત છે. જ્યારે તમે સંતુલન સાથે, આનંદપૂર્વક આપો, ત્યાગ કરો ત્યારે તમારી દૃષ્ટિને આંસુ અવરોધી શકતાં નથી-પીડા અને ખેદ પીડી શકતાં નથી. કોઈ માણસ આપણને છોડીને બહાર જતો હોય ત્યારે આપણે તેને વિદાય આપીએ છીએ, શુભાશિષ આપીએ છીએ, તેમ વસ્તુ જાય ત્યારે આનંદથી વિદાય આપો. વળગી રહેવું અહિતકારક છે. તેનાથી જનાર વ્યકિત અને તમારી શાંતિ એમ બને તમે જુઓ છો અને તેના બદલામાં તમને ખંડનાત્મક-અહિતકર સ્પંદનો સિવાય બીજું કશું જ મળતું નથી. * તમારા સ્વને મેળવવા જીવનના એવા તત્ત્વજ્ઞાનનું ચિંતન કરો જેથી મનની જૂની અહિતકાર કેવો બદલી શકાય. તમારી જાતને કહો, “વૃક્ષો જો પાંદડાંને ખરવા દે છે તો શા માટે હું તેમ ન કરું!” દરેક વિચારને જુઓ. અને જાતને પૂછો, “આ વિચાર ભૂતકાળનો છે? આજે તેની Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ઉપયોગિતા છે ?” તેની ઉપયોગિતા વર્તમાનમાં ન હોય અને છતાં તમે તેને વળગી રહો તો તમે ઋતુ મુજબ જીવતા નથી. તમને લાગે કે તમારું મન પુરાણી-બિનજરૂરી અહિતકારક યાદના જંગલમાં જ રહેવા માંગે છે તો તમારી જાતને કહી અનુભવ કરો કે, “હું જીવનચક્રની બહાર જાઉ છું, કારણ કે હું વીતી ગયેલા ભૂતકાળના નિરર્થક બિનઉપયોગી પદાર્થો-વિચારોને વળગી રહ્યો છું. ભૂતકાળે મને જે ફળ આપવાનું હતું તે આપી દીધું છે, હવે તેને શા માટે ચીટકી રહેવું ?” આ સ્વનિરીક્ષણથી તમે તમારી સાથે એકયમાં જોડાવ છો, તમારે દઢ નિશ્ચય કરવાનો છે કે, “મારે આગળ જવું છે.” ભૂતકાળની ગાંઠ છોડી દો તો ઘણી સારી વસ્તુઓ તમને આવતીકાલ માટે સત્કારવા તૈયાર છે. પ્રકૃતિમાં વસંતૠતુ શિયાળામાં જ આવે છે. વૃક્ષો માટે પાનખર ૠતુમાં તમે જેને વંધ્યત્વ-નિષ્ફળતા ગણો છો તે ખરી રીતે નૂતનના જન્મ માટેનો સુવર્ણ અવસર છે. આ સમય, તમારી સમજ ઊંડી ઉતરી જાય તેની વિચારણા માટેનો છે. વસંતઋતુ-નૂતન જન્મ આવ્યા પૂર્વેનો સમય સંક્રાન્તિનો છે. કવિશ્રી રવીન્દ્રનાથ ટાગોરે એક સુંદર સાદૃશ્ય દૃષ્ટાંત આપ્યું છે. આપણે માતાના સ્તનને ધાવતા બાળક જેવા છીએ. જ્યારે માતા જુએ છે કે એક સ્તનમાં દૂધ ખલાસ થઈ ગયું છે, ત્યારે તે બાળકને તે સ્તનથી વીખૂટું પાડી બીજા સ્તન પર લઈ જાય છે. એક સ્તનના વિયોગની ક્ષણમાં બાળક રડતું હોય છે, પણ આ ફેરફારથી માતાના બીજા સ્તનમાંથી તાજું અને વધુ પ્રમાણમાં દૂધ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મળવાનું છે તેનું એને જ્ઞાન નથી. ત્યાં સુધી જ તે રડે છે. આ રીતે તમે સમજી શકશો કે પુરાણી, બિનજરૂરી, અહિતકારક વિચારની ટેવો તમને કેવા દુઃખી બનાવે છે! વર્તમાન ક્ષણને તમે ભૂતકાળ સાથે સરખાવો છો ! તો પછી જીવનની તાજગીનો આનંદ નહિ મળે. આ રીતે ભૂતકાળને જડ રીતે વળગી રહેવાથી વર્તમાન ક્ષણનો આનંદ લૂંટી શકાતો નથી. અને તમારા સંપર્કમાં આવતા અન્ય લોકો પણ તમારાથી એટલા માટે કંટાળે છે. કે તમે હંમેશાં જીર્ણ થઈ ગયેલ, બિનઉપયોગી ભૂતકાળને સંભારી રોદણાં રડો છો. પછી તમને બીજો કોઈ તમારા જેવો જ મળે તો તમે બને એક-બીજાને ખેંચતાણ કરી નીચાં પાડો છો. - પરિવર્તન અને કંપનોનું તત્ત્વજ્ઞાન તમારી જીવનપદ્ધતિ બદલી નાંખે છે. તમારી ચેતનાની કક્ષાના અંતે સમાન કક્ષાની ચેતનાવાળાને આકર્ષે છે. તેથી તમારી ચેતનાનું ઊર્ધીકરણ થાય છે. માત્ર બોલવાથી નૂતન જીવન પ્રગટી ન શકે. તે આવી શકે માત્ર નૂતન વિચારણા-નૂતન કંપનોમાંથી. નવાં કંપનો પ્રગટાવવા જૂનાં કંપનોને કાઢી મૂકો. કચરો ફેંકી દો. તમારી જાતને કહો, “મારે હવે બિનઉપયોગી, પુરાણા વિચારો, વિધ્વંસક યાદદાસ્ત યા બંધનકારક વિચારો નથી જોઈતા.” મનને ખાલી કરવાથી તે હલકું બને છે. પણ આ પુરાણા વિચારો માયાવી છે. જતાં પહેલાં તે તમને છેતરવા પ્રયત્ન કરે છે. તમે જો કાળજી ન રાખો તો તે તમારી ચેતના પર નવા કારી ઘા કરશે. ખજાનાની ઓળખ ન હોય Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તો તેની ઈચ્છા પણ નહિ થાય. તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ નહિ થાય. શરૂઆતને જ તમે અંત માનો તો પ્રગતિ કયાંથી થાય? આ માટે તમારામાં તમને અડગ શ્રદ્ધા હોવી જોઈએ. આજ સુધી તમે તમારી જાત સિવાય બીજા બધા દેવદેવીઓમાં-મૂર્તિઓમાં વિશ્વાસ રાખ્યો છે, પણ હવે તમને સમજાય છે કે તમારા હાથમાં એક અમૂલ્ય રત્ન છે. હવે જરૂર છે ફકત તેના પરનો મેલ કાઢવાની અને અસલ ચળકાટ પ્રગટ કરવાની. આ નહિ કરો તો તે ઘણા મેલથી આવરાયેલ ખરબચડો પથ્થર બની જશે. માટે હે માનવ, તારી જાતને શોધ. તમારી જાતને કહો, “અત્યારે હું ખરબચડો હીરો છું, પણ મને ખાતરી છે કે મારી અંદર ઝળહળતો પ્રકાશ છે, સુષુપ્ત શકિત છે. તેનો સ્પર્શ કરી મારા અસલ તેજને મારે પ્રગટ કરવાનું છે.” આવો વિશ્વાસ પ્રગટે પછી પ્રગતિ શરૂ થાય છે. ઉપનિષદ” ઉપ” એટલે નજીક અને “નિષદ” એટલે બેસવું. તમારા જ આત્માની પાસે બેસવું. બીજા કોઈની પાસે બેસવાનું નથી. બીજાની પાસે બેસવું હોય તો તેવાની પાસે બેસો કે જે તમારો મેલ દૂર કરીપાલીશ કરી તમારું અસલી હીર-તેજ પ્રગટાવે. ગુરુનાં કપડાં પહેરે તેટલા માત્રથી ગુરુ થવાતું નથી. જે અજ્ઞાન દૂર કરે તે ગુરુએક વખત તમારા આત્મા પરથી કચરો કાઢી નાંખો એટલે તમે તમારા પોતાના ગુરુ બની જવાના. એક રાજાને શિકારનો બહુ શોખ હતો. એક વખત તે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પોતાના મહેલના ઝરુખામાં સંધ્યાકાળે ઊભો હતો. વર્ષાઋતુ હોવાના કારણે સપ્તરંગી સુંદર મેઘધનુષ્ય રચાયેલું હતું. પ્રકૃતિના આ સૌન્દર્યથી તેને ખૂબ આનંદ થયો. આ ક્ષણિક સુખને મેઘધનુષના રંગોની ઉપમા આપવામાં આવે છે. મેઘધનુષના રંગો વીખરાઈ ગયા. સર્વત્ર અંધકાર વ્યાપી ગયો. તેજીને ટકોરો ઘણો' છે. પ્રજ્ઞાવાન્ પુરુષોને અલ્પ નિમિત્ત પણ બોધ આપી જાય છે. આવા અપ્રતિમ સૌન્દર્યનો વિલય અને અંધકારનું અવતરવું આ નિમિત્તથી રાજાએ વિચાર્યું, “મારું જીવન પણ શું આવું નથી ? હું ક્ષણિક સુખમાં આનંદ પામતો હતો, પણ તે સંધ્યાના રંગ-મેઘધનુષ જેવું નથી ? પળે પળે મારું મરણ થઈ રહ્યું છે. વીતી ગયેલું આયુષ્ય પાછું આવવાનું નથી. યુવાનીના રંગો વીખરાઈ જાય તે પહેલાં મારે ચેતી જવું જોઈએ. મનુષ્યજીવનની સફળતા માટે મારે કાંઈક કરી લેવું જોઈએ.” રાજા એટલા બધા ઊંડા આત્મચિંતનમાં ઊતરી ગયો કે તેણે ત્યાં ને ત્યાં જ પોતાની પૂર્વની કુટેવો-વ્યસનો છોડી દીધાં. સૂર્યાસ્તનાં વિખરાતા રંગે તેના આત્માને જાગૃત કર્યો હતો, જેનાથી તેના જીવનનું ઊર્વીકરણ થઈ ગયું. આ પ્રસંગ સૂર્યાસ્ત તેમનો ગુરુ બન્યો. ધ્યાન આ છે. ચેતનાનું સંપૂર્ણ શુદ્ધિ કરણ-અંદર રહેલી વિશ્વવ્યાપી અવિનાશી સુષુપ્ત શકિતનું પ્રગટીકરણ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૫ મન પરનાં જડ આવરણો દૂર કરી અંદરની સુષુપ્ત શકિતનો સંપર્ક કરવાથી તમને અનુભવ થશે કે ચેતનશકિત, પદાર્થને ચેતનનો સ્પર્શ કરાવે છે. જો તે ચેતન આપી શકતી હોય તો તે શા માટે ભૌતિક પદાર્થવાસનાઓનો ગુલામ બને ? અરૂપી રૂપની ઉપરની ભૂમિકા હોય છે. તેથી જ તે રૂપીને જીવન આપી શકે છે. ઉપનિષદમાં એક સુંદર કથા છે. બાર વર્ષના અભ્યાસ પછી ગુરફળમાંથી એક વિદ્યાર્થી પોતાના પિતાને ત્યાં ઘેર આવે છે. તે પિતાને કહે છે, “હે પિતા, મેં ઘણા પ્રયોગો કર્યા, પણ આત્મા કયાંય દેખાયો નહિ.” પિતાએ જવાબ આપ્યો, “વડના ઝાડનું ફળ લાવી તેને ફોડી નાંખ. તેમાં રહેલાં હજારો બીજોમાં વૃક્ષ કયાં છે તે બતાવ.” પુત્રે પ્રત્યુત્તર આપ્યો, “વૃક્ષને જન્મ આપનાર તત્ત્વ અદશ્ય છે. તે કેમ દેખાય?” - પિતાએ કહ્યું “હા બરાબર છે. તે જ રીતે તેને જીવન આપનાર તત્ત્વને પણ કોઈપણ સાધનથી ન બતાવી શકાય, ન માપી શકાય. આત્મા અરૂપી છે, તેમ છતાં તે દૃશ્ય વિશ્વને શકિત આપે છે. બધા દશ્ય પદાર્થોમાં તે વ્યાપે ત્યારે જ તે બધા જીવંત બની કાર્ય કરી શકે છે. આ શકિત એ “તું” અને હું છીએ.” આ સમજણ આવે ત્યારે ધ્યાનનો હેતુ સમજાય છે. તમારી અંદર રહેલ અરૂપીના સંસર્ગમાં આવવું. તેને ઓળખવું. પછી જ એ દષ્ટિ આવે છે કે તમારી શકિતશાળી ચેતના તમારી પોતાની જ ખંડનાત્મકતાથી આવરાયેલી છે, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જેથી તેનો વિકાસ થતો નથી. તેનો પ્રકાશ દેખાતો નથી, તેની શકિત અનુભવાતી નથી. આ શોધ પછી તમારા મિત્ર કોણ અને શત્રુ કોણ તેનું જ્ઞાન થશે. તમારી શક્તિ આવરનાર વિષય-કષાય તમને શત્રુ લાગશે. તમારી શકિત પ્રગટાવવામાં મદદરૂપ થનાર સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્ર તમારા સાચા મિત્ર છે તેની પ્રતીતિ થશે. તમારું અસલી નૂર પ્રગટ કરવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવી પડશે. આત્માની અનંત શકિતને આવરનાર આવરણોનો નાશ સતત કરવો પડશે. ધ્યાનનું આ જ સાચું ફળ છે અને તે છે કર્મનો નાશ. એક કુસ્તીબાજને પગ પર ઈજા થાય તો તેના પર પ્લાસ્ટર પાટો લગાવવો પડે. પણ પાટો છોડયા પછી તે તુરત જ ચાલી શકતો નથી. તે માટે તેને માલીશ કરવી પડે-ચાલવાની કસરત ધીરે ધીરે કરવી . પડે. આ રીતે આત્માની શકિત પ્રગટાવવા પણ ધીરજ રાખી પ્રક્રિયા સતત કરવી પડે. જૈનદર્શનમાં એક સિદ્ધાંત છે “કડે માણે કડે, ચલે માણે ચલે, નિજજયમાહો નિજજયએ” કાર્ય શરૂ થયું એટલે પૂરું થયું. ચાલવા માંડયું એટલે મંજિલ મળવાની. તેમ કર્મનિર્જરાની શરૂઆત થઈ એટલે આત્મા શુદ્ધ થવાનો જ. એક વખત કર્મ દ્વારા આત્માને થયેલા ઘાને ધર્મરૂપ હવા ને પ્રકાશ મળવાં શરૂ થયાં, એટલે આત્મા અવશ્ય નીરોગી થવાનો મનનું પોકળ અને શંકાનું નિરાકરણ થાય' અને Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૭ તેમાં સર્જનાત્મક વિચારો ભરવામાં આવે તો આત્મશુદ્ધિનું કાર્ય બહુ સરળ બને. જ્ઞાન વિના આચરણ કેમ થાય? રોગના નિદાન વિના ઈલાજ કેમ થાય? અને ઈલાજ વિના રોગ કેમ જાય? અને રોગ ન જાય ત્યાં સુધી નીરોગી કેમ બનાય ? આ પ્રક્રિયા માટે મનને ધ્યાનના પ્રકાશથી ભરી, આપણી વિચારણામાં પડેલ કાણાં-જ્ઞાન, સમજ અને અનુભવથી ભરવાં પડશે. એક વખત લેશમાત્ર શંકા વિના તમને શ્રદ્ધા થઈ જાય કે તમારી અંદર જ સૌન્દર્ય, સત્ય, શકિત અને સુખનું સમગ્ર વિશ્વ રચાયેલું છે, ત્યારપછી તમારા આત્માની અનંત શકિત પ્રગટાવી શકશો. જે તમારું છે તે તમારું બની બહાર પ્રગટ થશે. * * * Page #55 -------------------------------------------------------------------------- ________________ ક કર્મનાં કાનૂનમાં તમારો ફાળો શો છે ? આ વિશ્વમાં આપણું સ્થાન કયાં છે તેની ખબર ન પડે તો આપણી જાત સાથે સંબંધ કેમ બાંધી શકીએ ? લાગણી, અહમ્ નામ, શરીર – દેહભાવમાંથી બંધાયેલ આપણા “હુથી પેલી પાર જોવાની આપણી દૃષ્ટિ વિશાળ બની ન હોય તો આપણા “સ્વ'નો અનુભવ કરવાની નજીક પણ કેમ આવી શકીશું? ધ્યાનની પ્રક્રિયા દ્વારા આપણા વાસ્તવિક સ્વરની નજીક આવી શકીએ. આ મંજિલ પર પહોંચ્યા પછી જ આપણી અમરતાનું આપણને ભાન થાય છે આ અનુભવના અભાવમાં આપણા જીવનનો કોઈ સંગીન પાયો નંખાતો નથી. ધ્યાનનું ધ્યેય છે સુખના મૂળ સુધી જવું. જ્યાં ભયને કોઈ અવકાશ નથી, જ્યાં પ્રકાશવંત જીવન જ ઝબકે છે, ત્યાં આપણી સાથેનો આ રીતે સંબંધ બંધાય. આ અનુભવ દ્વારા આપણને એ સમજાય છે કે “” હતો, હું છું અને “હું” રહેવાનો છું. આ તત્ત્વની સમજણ થયા બાદ જ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ઉન્નતિની પ્રક્રિયા શરૂ થાય. ડાર્વિનનો સિદ્ધાંત માત્ર ભૌતિક કક્ષાએ હતો. આપણો સિદ્ધાંત આધ્યાત્મિક કક્ષાએ રચાયેલ છે. માનવભવ પ્રાપ્ત થયા પહેલાં વ્યક્તિગત આત્મા એકથી બીજી કક્ષા પર પ્રગતિ કરી વધુ ને વધુ ઈન્દ્રિયો પ્રાપ્ત કરતો જાય છે. પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને અગ્નિના જીવો પાસે માત્ર સ્પર્શની જ ઈન્દ્રિય હોય છે. જીવ જેમ પ્રગતિ કરતો જાય તેમ સ્પર્શ ઉપરાંત સ્વાદ ઊમેરાતાં, તે બે ઈન્દ્રિય જીવ બને છે, પછી ગંધની ઈન્દ્રિય ઉમેરાતાં તે ત્રણ ઈન્દ્રિયવાળો બને છે, દૃષ્ટિ મળતાં ચાર ઈન્દ્રિયવાળો અને છેલ્લે શ્રવણની ઈન્દ્રિય ઉમેરાતાં તે પંચેન્દ્રિય જીવ બને છે. પછી તે આદિવાસી, બુદ્ધિશાળી અને જાગ્રત માનવ બની આત્માનો ઉત્તરોત્તર વિકાસ સાધે છે. આપણે “હું છું”થી શરૂઆત કરી, “હું કોણ છું ?” પૂછીએ છીએ. ઉત્ક્રાન્તિમાં માનવનું આ પ્રથમ પગથિયું છે. આ વિવેક પશુ અને માનવ વચ્ચેનો ફરક સમજાવે છે. આપણે માનવભવમાં શા માટે આવ્યા છીએ ? શું આપણે માત્ર આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લોભ, લોક અને ઓઘસંજ્ઞાની ગુલામી કરવા ‘આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠાં ?” સમજી વિષયભોગના જંતુ બનવા આવ્યા છીએ ? માનવજીવન દુર્લભ છે. તેની એક એક ક્ષણ અમૂલ્ય છે. તેને આવી રીતે વેડફી નાંખવાની ! આ ક્ષણોનો વધુમાં વધુ સદુપયોગ ઉપયોગ અને જાગૃતિમાં કરવાનો છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તેથી જ હું કોણ છું ?” તે ઘણો શક્તિશાળી અને પ્રગતિશીલ પ્રશ્ન છે. તેના જવાબની શોધથી માણસની વિચારવાની શકિત રૂપ છઠ્ઠી ઈન્દ્રિય પ્રગટ થાય છે. આ પ્રશ્ન પર સતત વિચાર કરવાથી ક્ષયોપશમ થતાં બોમ્બના ધડાકાની માફક આવરણો બળી જાય છે. જીવન અર્થપૂર્ણ બનાવી આગળ ને આગળ પ્રગતિ કરાવે છે. આ સાધનામાં તમારી પ્રગતિ કદાચ બાહ્ય દૃષ્ટિથી ન દેખાય, પણ તમે તમારા આંતરમનમાં ઊંડે ને ઊંડે ખોદી ઊંડા સંસ્કાર પાડી અશુભ આંદોલનોને દૂર કરી શુભ આંદોલનથી તેને સમૃદ્ધ બનાવો છો, આપણે એ જોયું કે ચેતના ભૌતિક પદાર્થમાંથી પ્રગટ થતી નથી, પણ ચેતનાથી પદાર્થો કાર્યશીલ બની શકે છે. જેમ દૂધ પાણીને દૂધનો રંગ આપી બન્ને એકરસ બને છે, તેમ જીવ' અને પદાર્થ એવા એક બની જાય છે કે બન્નેને અલગ ઓળખવા પણ મુશ્કેલ બની જાય છે. આ તત્ત્વજ્ઞાન મુજબ અનાદિકાળથી આત્મા અને પદાર્થ એકબીજા સાથે મળી રહેલા છે. માનવથી નીચી જાતના જીવોમાં જેમ માટી વનસ્પતિને દબાવી દે છે તેમ પદાર્થ પ્રધાન બની તેના આત્માને ભારે અને મલિન બનાવે છે. માનવ માટે જીવ અને પદાર્થ એકબીજા સાથે ભાગીદારીમાં જીવે છે. આધ્યાત્મિક વિકાસ માટેની માનવની મૌલિક શકિતની જેમ જેમ વધુ જાણ થાય છે તેમ તેમ આત્મા પદાર્થનો માલિક થતો જાય છે, અને તેનો આત્મશુદ્ધિના Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સાધન તરીકે સદુપયોગ કરતો જાય છે. જ્યારે આત્મશુદ્ધિ વધી જાય છે, ત્યારે તે શરીરનો ધર્મસાધન તરીકે ઉપયોગ કરી ચેતનાને પૂર્ણ બનાવે છે. હવે વિશ્વ સાથે આપણા આંતરસંબંધની દષ્ટિએ આત્મા અને પદાર્થ વચ્ચેના શક્તિશાળી સંબંધને તપાસીએ. નાનામાં નાનાથી મોટામાં મોટા બાહ્ય રૂપ-આકારમાં એક ક્ષણ યા એક દિવસ જેટલો અલ્પ સમય પસાર કરવામાં પણ આપણને વિશ્વની મદદની જરૂર પડે છે. આખું વિશ્વ આપણને જીવવા માટે મદદ કરી રહ્યું છે અને વિશ્વમાંથી આપણને જે કાંઈ મળે તેનું રૂપાંતર અને ઊર્ધીકરણ કરવાની જીવનમાં શકિત છે. હવા શ્વાસ બને છે. ખોરાકમાંથી લોહી અને બીજા કોશાણુ બને છે, જેનાથી આપણે જીવી શકીએ છીએ. એક કોશાણુમાંથી વિશ્વ સાથેનો આપણો સંબંધ શરૂ થયો. આપણે જ્યારે એ સમજીએ કે વિશ્વની સહાય વિના આપણી ઉન્નતિ થઈ ન હોત, યા એક પણ દિવસ જીવી ન શકત, ત્યારે આપણામાંથી કશું નીકળી જાય છે, ઓગળી જાય છે, તે બાદ વિશ્વ સાથેના આપણા સંબંધો સરળ અને સ્વાભાવિક બની જાય છે. પછી આપણે કોઈ પણ કાર્ય પ્રશંસા યા આભાર યા બીજું કોઈ વળતર મેળવવા નથી કરતા, કોઈની પર ઉપકાર કરવાની બુદ્ધિ રાખતા નથી, પણ કર્તવ્યરૂપે તે કરીએ છીએ. પછી આપણે દરેકને બીજા પાસેથી મદદ-ટેકો અને સંપ્રેરણા મેળવતો જોઈએ છીએ, જેથી આપણે વિશ્વ સાથે Page #59 -------------------------------------------------------------------------- ________________ પર પરસ્પર સહકારથી વર્તીએ છીએ. પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં લખ્યું છે, “પરસ્પરોપગ્રહો જીવાનામ્” જીવો પરસ્પર ઉપકારક બની એકબીજાના વિકાસમાં સહાયક બને છે. આ પ્રાચીન સૂકિત બહુ જ સુંદર રીતે વિશ્વમાં આપણું સ્થાન કયાં છે, અને બીજા જીવો સાથે આપણો કેવો સંબંધ છે તે સમજાવે છે. આપણા ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવન અને વિકાસમાં કેટલા બધા જીવોનો ફાળો છે, તેનું આપણને જ્ઞાન કરાવે છે. તે સમજાવે છે કે જ્યાં આપો ત્યાં `આવે જ છે. તેથી જ દાનને સર્વશ્રેષ્ઠ બચત કહી છે. આ બન્ને ભેગાં થાય ત્યાં જ વિકાસ થાય છે. આપણે જે મેળવીએ ત્યાં કોઈ પણ જાતના હેતુ વગર વળતર આપવું જ પડે. કેવી રીતે ? પ્રથમ આપણી અસલ જાતને જાણવી અને પછી આપણા આત્મા અને બીજા બધા જીવો વચ્ચે પૂલ બાંધવો. આ પૂલ કેવી રીતે બાંધવો ? ચિંતન-ધ્યાનથી અને પછી પોતાની જાતને પ્રશ્નો પૂછવાના, મારે ખરેખર શું જોઈએ છે ? કેટલું જોઈએ છે ?” સૌ પ્રથમ તમને સૌથી વધુ પસંદ શું છે ? તમને શું મળે તો તમે સુખી થાઓ ! અને પછી આ જ તત્ત્વો વિશ્વ સુધી વિસ્તારો. પછી તમારી જાતને કહો, “મારે થોડીક સગવડ જોઈએ. રહેવાનું ઘર, ખાવા માટે પૌષ્ટિક ખોરાક, અનુકૂળ પ્રેરણા, મધુર હાસ્ય, ઉષ્માભરી લાગણીઓ” પછી પૂછો, “મારે જે જોઈએ છે તે અન્ય જીવોને આપવા હું તૈયાર છું ?” આપણે શું ઈચ્છીએ છીએ ? સુખ ! સ્વતંત્રતા ! તો Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પછી આપણે આ જ તત્ત્વો બીજાને આપવા કેમ તૈયાર નથી? આ વિચારણાથી વિશ્વની સાથે વિશાળ આંતરસંબંધોમાં આપણે વહેતા થઈ શકીશું. આ પછી એક એવી સમજ પ્રગટ થશે, ત્યારે આપણને એમ લાગશે કે કોઈ પણ વ્યકિત એમ નહી બોલી શકે કે, મારે દુનિયાની કશી પડી નથી.” કોઈપણ વ્યકિત સંપૂર્ણ સ્વતંત્ર નથી યા પરવશ નથી, પણ આધ્યાત્મિક વિકાસના વિશ્વમાં સૌ એકબીજા પર આધારિત છે. હવે આંદોલનોની કક્ષા ઉપર આ પરસ્પર આધારનો સિદ્ધાંત સમજી આપણા જીવનની દરેક ક્ષણે આંદોલનો દ્વારા ચેતનાશકિત વહન કરવાની શકિત આપણે અનુભવીએ છીએ, જેમ ખોરાક શરીરમાં ગયા પછી શકિત બને છે, તેમ સર્જનાત્મક આંદોલનોવાળી વ્યકિત યા નિમિત્તના સંપર્કમાં આવતાં તમે પણ પ્રસન્ન થાઓ છો. આને બદલે તમે કોઈ ઉદાસ-શોકાતુર દીવેલ પીધા જેવા મોઢાવાળાને મળો ત્યારે તમે પણ થાકેલા અને શકિતહીન બની જાવ છો. તમને એમ લાગે છે કે તમને થાક લાગ્યો છે, પણ ખરી રીતે સામી વ્યક્તિ પાસેથી તમે તેવા પ્રકારનાં આંદોલનો મેળવીને થાકયા છો. આંદોલનોનો સિદ્ધાન્ત સમજયા પછી આપણને એ સમજાય છે કે શા માટે કેટલાક માણસો ઝડપી પ્રગતિ કરી વિકાસ સાધે છે ત્યારે કેટલાક ત્યાં ને ત્યાંજ રહે છે. અને કયારેક પીછેહઠ કરી પતન પણ પામે છે. કંપનો તમને આગળ વધારી શકે યા પાછા પાડી શકે તેથી તમારે તમારી Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જાતને પૂછવું જોઈએ કે, “શું હું અનિચ્છનીય આંદોલનો ગ્રહણ કરું છું? આ આંદોલનો મને પ્રભાવિત ન કરે તે માટે હું શું કરું છું?” તમે તમારા અજ્ઞાત મનના શિકાર બનવાથી બચી શકો તો આવાં અશુભ ખંડનાત્મક આંદોલનોની ગુલામીમાંથી બચી શકો. હવે તમે તમારું કાર્ય અને જીવન તપાસો. તમારું કામ તનને પ્રસન્નતા આપે છે કે તમે તેનાથી થાકી જાઓ છો ? તમારી પ્રવૃત્તિઓ તમારા અનુભવોને વ્યાપક બનાવે છે કે તમે માત્ર પેટ ભરવા જીવો છો? તમે આનંદથી જીવન જીવો છો કે માત્ર ટકી રહેવા બધી શકિત વેડફી નાખો છો ? ઘણા લોકો કૃત્રિમ ઉત્તેજના મેળવવા નીકોટીન, કેફીન, પેપ પીલ્સ, ગાંજા-ચરસ મેન્ડેકસ, દારૂ, વહીસ્કી વગેરે માદક પદાર્થો, વ્યભિચાર-જુગાર જેવાં વ્યસનોનો આશ્રય લે છે. આ માટે તેમના પ્રત્યે ધૃણા કરવા જેવું પણ નથી. ગમે તેમ કરી જીવન જીવવા તેઓ આવું કરે છે. આ નશા વિના તેઓ જીવી શકે તેમ નથી, કારણ કે તેમને હંમેશાં ખંડનાત્મક આંદોલનો જ મળ્યા કરે છે. આપણામાંના દરેકે આપણી અંદર ઊંડા ઊતરી જોવું જોઈએ કે આવી વૃત્તિઓ આપણામાં પણ છે કે કેમ ? સાત્વિક જીવન જીવવા સાત્વિક આંદલનો મેળવવાં અત્યંત જરૂરી છે, અને આ માટે જીવનમાં પરિવર્તન લાવવું પડશે. આ પરિવર્તન કેવી રીતે લાવવું? (૧) વિશ્વમાં જે બનાવો સ્વતંત્ર રીતે બની રહ્યા છે, Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૫ તેમાં તમારો શો ફાળો છે, તે બે વચ્ચેનો સંબંધ શોધી કાઢો. (૨) બીજા પર દોષારોપણ વૃણા બંધ કરી, તમારી પરિસ્થિતિ માટે તમારી પોતાની જવાબદારી માન્ય કરો.' (૩) વર્તમાનનું સારું યા ખરાબ વર્તન પૂર્વનાં કર્મોના કારણે છે. આ ભૂતકાળનાં મૃત પડછાયાથી હારો નહિ. વર્તમાનને જીવંત બનાવો. તમારું જીવન તમારા હાથમાં લઈ તેની અનંત સર્જનાત્મક શકિતનો અનુભવ કરો. પ્રથમ પગલામાં વિશ્વનું તંત્ર જોવાનું છે. તેના પોતાના પણ નિયમો છે, અને તે બરાબર કામ કરે છે, તેમાં કોઈ ભૂલ પક્ષપાત યા મહેરબાની ચાલી શકતા નથી. સૂર્યોદય અને સૂર્યાસ, ભરતી અને ઓટ, ઋતુઓના પરિવર્તનની જેમ તે તંત્ર અતિ નિયમિત છે. આપણને જે અકસ્માતરૂપ લાગે છે તેની પાછળ કોઈ નિશ્ચિત કારણ છે. હકીકત એ છે કે અસંખ્ય ભવોમાં અજ્ઞાનદશામાં આ ચેતનાએ ઉત્ક્રાનિકમમાં અનેક શરીરો ગ્રહણ કર્યા અને મૂકયાં. પછી એક સમય આવ્યો. જ્યારે આ પ્રક્રિયા જાગૃત દશામાં થવા માંડી, તે સમયે આપણી સમગ્ર બાહ્ય પરિસ્થિતિઓનું નિર્માણ આપણે પોતે કર્યું. પ્રક્રિયા આ રીતે કામ કરે છે ઃ રાગ અને દ્વેષની પળોમાં આપણે અશુભ ખંડનાત્મક અથવા શુભ સર્જનાત્મક આંદોલનો વિશ્વમાં ફેંકીએ છીએ, અને તેનાં ફળ ભોગવવા તે પ્રમાણે આપણે બીજો જન્મ લઈએ છીએ. આપણા ઉપયોગ યા જાગૃતિની કક્ષા મુજબ આપણે વિશ્વમાંથી તે પ્રકારનાં આંદોલનો ગ્રહણ કરીએ છીએ. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આપણે જો અશુભ-ખંડનાત્મક આંદોલનો ફેંકયાં હશે તો આપણને દુઃખ અને પીડા મળશે. આપણે જે શુભ સર્જનાત્મક આંદોલનો ફેંકયાં હશે તો પડઘાની માફક સુખ અને આનંદ પાછાં ફરશે. આ આંદોલનો પડઘાની માફક પાછા ફરી આત્મા પર તે તે પ્રકારની કર્મજ ચોંટાડી તે તે પ્રકારનાં પરિણામો પ્રગટાવશે. આ આંદોલનો પૂર્વના અનેક ભવોનાં હોય, આ જ ભવનાં પૂર્વભાગનાં હોય અથવા તો ગઈકાલનાં પણ હોય. પણ તે આપણે જ ફેકેલાં છે. તેથી આપણને તે તે પ્રકારનાં ફળ આપે છે. આ શુભ-અશુભ પડઘાથી કર્મગાંઠ યા સંબંધો બંધાય છે. પણ એવો કોઈ ભૂતકાળ નથી કે જે આપણાં ભાવિ નક્કી કરી શકે. આધ્યાત્મિક વિકાસ માટે વર્તમાન ક્ષણ એ જ મહામૂલ્યવાન છે. આપણા ભૂતકાળનાં આંદલનોથી અમુક ગાંઠો બંધાઈ છે, જેને પૂર્ણ કરવા-છોડવાચા નાશ કરવા વર્તમાનકાળ જ ઉપયોગી છે. વર્તમાન જીવનની શી કિમત છે? આપણે એ કેવી રીતે કહી શકીએ કે વર્તમાનમાં બધું શકય છે! આનો ઉત્તર એ છે કે જીવે બાંધેલાં કર્મ જીવ જ છોડી શકે છે યા તેનું રૂપાંતરણ યા સંક્રમણ કરી શકે છે પૂર્વનાં અશુભ-ખંડનાત્મક કર્મોનો નાશ વર્તમાનનાં શુકલ ધ્યાનમાં સર્જનાત્મક આંદોલનોથી થઈ શકે છે. વર્તમાનમાં શુદ્ધ ભાવનાઓથી પૂર્વનાં અશુભ-શુભમાં સંક્રમણ થઈ શકે છે. (કર્મ-ઉદયમાં ન આવ્યા હોય, સત્તામાં હોય તો જ આ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૭ સંકણિકરણ કરી શકાય છે.) ધ્યાનમાં આનો અનુભવ થવો જોઈએ. આ બૌદ્ધિક અનુભવ નથી. જ્યાં તર્કનો અંત આવે છે ત્યાં જ અધ્યાત્મની શરૂઆત થાય છે. પૂર્વજન્મના કર્મો અનેક રીતે અનેક સંબંધોમાં વ્યકત થાય છે. આ સંક્રમણ અનુભવગમ્ય છે તેને તર્કથી સમજાવવાં શકય નથી. દા.ત. માતા બાળકને જન્મ આપે કે તુરત જ તેને બાળક માટે પ્રેમ ઉત્પન્ન થાય છે. તેના સ્તનમાં રકતને સ્થાને દૂધ ઉભરાય છે. માબાપ એક બાળકરૂપી અજાણ્યા આગંતુક માટે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થાય છે. પ્રેયસી પ્રિયતમ માટે મૃત્યુને વરવા તૈયાર થાય છે, એરપોર્ટ પર અચાનક એક અજાણ્યા માનવીને મળવાથી પ્રથમ પરિચયમાં પ્રેમ બંધાઈ જાય છે, જે કુટુંબીજન કરતાં પણ વધુ વ્હાલા લાગે છે. આ બધું અનુભવ ગમ્ય છે. આવું કેમ બને છે! એક વ્યકિત પ્રતિ રાગ અને બીજી પ્રતિ હેષ! હૃદયની વાતોને તર્ક સમજાવી ન શકે. પાસ્કલે કહ્યું કે, માનવો નદીમાં તરતાં લાકડાના ટૂકડા જેવા નથી, જે ઘડીમાં મળે ને ઘડીમાં છૂટા પડી જાય.” મનની મર્યાદિત શકિતને કારણે તેઓ આ સંબંધ સમજી ન શકે અને તેમ છતાં એવું કોઈ તત્ત્વ છે જે કેટલાકને પ્રેમથી જોડે છે અને કેટલાકને પરસ્પર વેર કરાવે છે. Heart has a Reason which Reason cannot define. જ્યારે તમારુ હદય ભાવના કરે છે ત્યારે તે કંપનો કરે Page #65 -------------------------------------------------------------------------- ________________ * ૫૮ - છે. તમને તમારા જીવનનું ધ્યેય આ હદય જણાવે છે. તેથી હદયને સતત સાંભળો. આ આંતર અવાજના શ્રવણથી તમારો અદ્ભુત વિકાસ થશે. ભારતના એક કુટુંબનો નબીરો અમેરિકામાં અભ્યાસ કરતાં ત્યાં એક અમેરિકન કન્યા સાથે પ્રેમ થવાથી ત્યાં જ પરણી ગયો. વર અને વધૂ બને ભારત આવ્યાં. તેનાં કુટુંબીઓએ તેનો દેખાવ, ઊંચાઈ, વર્તણૂક વગેરે જોઈ ટીકા કરતાં કહ્યું, “આ તારી કેવી પસંદગી છે ? આ કઈ જાતની છોકરી છે!” પુત્રે જવાબ આપ્યો, “તેને જોવા તમારે મારી ચક્ષુદષ્ટિ જોઈશે. મારી દષ્ટિ વિના તમે તેને જોઈ નહિ શકો.” ઘરડાં માબાપ આનો મર્મ સમજયાં નહિ. એક વખત તેઓ મને મળ્યાં અને પૂછયું, “અમારો પુત્ર શું કહેવા માંગે છે ? તેની આંખો અમારે કેમ લેવી? અમારી આંખોમાં કંઈ ખામી છે? અમારી આંખો તેના જેવી નથી ?” આ પ્રશ્ન સંબંધનો કર્મના ઉદયમાં આવતાં કંપનોનો છે. કશુંક જોડે છે. કશુક તોડે છે હદયનું જોડાણ હોય ત્યાં વિકાસ થાય છે. તે એકબીજાની ખામી ચલાવી લે છે. તેઓ રચનાત્મક કર્મસંબંધમાં જોડાય છે-આસકિત અને લાલસાથી નહી, પણ પરસ્પરનાં વિકાસનાં વિનાશમાં કાં વિનાશના વિકાસમાં સહાયક થવા માટે. આ રીતે કર્મોના વિલય માટે આવાં જોડાણ કરનાર કર્મો વિકાસનો સુંદર માર્ગ બને છે. મિત્ર, ભાગીદાર, શિક્ષક, બાળક વિ. એકબીજાનો હાથ પકડવાથી આપણો વિકાસ થાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૯ આપણા સંબંધોનો વિશ્વમાં બનતા બનાવોમાં કેટલો કાળો હોય છે તે બાબતમાં પ્રાચીન તત્ત્વજ્ઞાન મુજબ શું રહસ્ય છે તે હવે સમજીએ. દા.ત. એક માણસને શાન પ્રત્યે નફરત છે, શાની, શાનનાં સાધનો તેને ગમતાં નથી. આ અણગમાનાં આંદોલનોથી તે જ્ઞાનને આવરનારાં કર્મોને ખેંચે છે. આ કર્મોને “બાનાવરણીય કર્મ' કહેવાય છે. આ કર્મબંધ સમયે તેની અણગમાની તીવ્રતા, મંદતા અને સ્થિતિ મુજબ એવાં ગાઢ, મધ્યમ યા મંદ કર્મો બંધાય છે, જેનાથી બીજા ભવમાં તેની બુદ્ધિ અતિ મંદ હોય છે. મૂર્ખ જેવો પણ બની શકે છે. ' જે માણસ કરણાથી-પ્રેમથી બીજ જીવોને સહાય કરે છે, તે સાતા-વેદનીય કર્મ બાંધે છે, જેનાથી બીજા ભવમાં જન્મથી ચારેબાજુ તેના પર સુખ-શાંતિની વર્ષા થાય છે. આવો માણસ બધે બહુમાનને પાત્ર પણ બને છે. " બીજી બાજુ જે માણસ બીજને ધિક્કારી તેમને નુકસાન પહોંચાડે છે તે અસાતા-વેદનીય તથા બીજ ભાવમાં તેને પીડા-ખ ભેટે છે. લોકો તેને ધિક્કારે છે, ભલે પછી તે આ ભવમાં લોો માટે ઘણાં સેવાનાં કાર્યો કરતો હોય. - વધારામાં જે માણસ માત્ર બીજાને પીડા પહોંચાડતો નથી, પણ વગર કારણે બીજાનું જીવન પણ હરી લે છે દાત. શિકારી માત્ર પીડામાં પરિણમનારાં ભયંકર ક જ બાંધતો નથી, પણ સાથે સાથે અલ્પાય પણ બાંધે છે. જીવોને પ્રતિ Page #67 -------------------------------------------------------------------------- ________________ FO મૈત્રી અને કરૂણા ઉપજાવનાર અભયદાની સાતા વેદનીય દીર્ધાયુ બાંધે છે. " તમારું શરીર સુંદર હોય પણ બીજા કદરૂપાની મશ્કરી કરો, તેના પ્રતિ શબ્દો, સંજ્ઞાઓ, ઠઠ્ઠામશ્કરીઓ, હાસ્ય યા ધૃણા કરો તો તેનાથી અશુભ શરીર બંધાવનાર કર્મોને તમે આમંત્રણ આપો છો. તમે સ્વનિરીક્ષણ કરો. તમારામાં કોઈ ખામી દેખાય તો તમે તમારી જાતને કહો કે “પૂર્વે મેં અજ્ઞાનવશ કોઈની મશ્કરી કરી બીજાને પીડા પહોંચાડી છે. મારી ખામી મારા પૂર્વનાં આવાં અશુભ કર્મોને લીધે છે.” તમે અમુક માબાપને ત્યાં જન્મ્યા. શા માટે? તેનું પણ કારણ છે, કારણ કે કોઈ કાર્ય કારણ વગર થઈ ન શકે. આ માબાપ તમારી પસંદગીનાં છે યા તેમની પસંદગીનું તમે પાત્ર છો. પૂર્વભવના સંબંધો પર આધારિત આ ઊંચ યા નીચ ગોત્ર હોઈ શકે. પૂર્વનો સંબંધ જે પીડાજનક હશે તો તેનો બદલો લેવા તમે આવ્યા છો, અથવા તો માબાપનાં પુણ્ય પૂર્વકર્મોના ઉત્તરરૂપે તમે સેવા કરવા આવ્યા છો. સૌથી મહત્વનું છે તમારું જીવનસ્વ. તમારા ઘડતરની આ પ્રથમ મારી છે. તમારા વિશિષ્ટ વિચારો, ભાષા, કાર્યોના આધારે અર્થાત્ પૂર્વની મન-વચન કાયાની પ્રવૃત્તિથી બંધાયેલ કર્મો અનુસાર તમને આ ભવમાં એવું કુટુંબ મળશે જ્યાં તમારું પૂર્વભવનું જીવનસ્વખ સિદ્ધ થશે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૧ આ કારણોને લીધે જ આ વિશ્વમાં તમારી કોપી જેવી બીજી કાર્બન વ્યક્તિ ક્યાંય મળશે નહિ! તમારું જીવનસ્વપ્ન જેટલું તમારા હ્રદયમાં ઊંડુ ઊતર્યું હોય તેટલું જ જીવન પ્રત્યેના જીવંત અભિગમની અને સ્વપ્નસિદ્ધિની નજીક આવી શકાય છે. દા.ત. જે આત્માઓ ઘણા લાંબા સમય સુધી-ત્રણ-ચાર ભય સુધી જગતના બધા આત્માઓને દુઃખ, પીડા, હિંસામાંથી બચાવવા, તેમને ધર્મ-રસિયાં કરવાની ઉત્કટ ભાવના રાખે છે કે તેમનો અણુઅણુ આ ભાવનાથી રંગાઈ જાય છે. કા અને દયાનાં આ સુંદર કંપનોથી તેઓ પાતાની બધી અશુભ ભાવનાઓ, અને કર્મોનો નાશ કરે છે. ધીરે ધીરે તેમની ચેતના બધા જીવોને મદદ કરવાની અને સુખી જોવાની ભાવનાથી સમૃદ્ધ બની જાય છે. આવા આત્માઓને પછી ભારે ચીકણાં કર્મોનો બંધ થઈ શકતો નથી. તેમનાં શુભ કંપનો-કર્મોથી તેઓ નીરોગી-સમૃદ્ધ-શક્તિશાળી માબાપને ત્યાં જન્મ લે છે. ગર્ભ ધારણ કરનાર માતા પણ અત્યંત પ્રભાવશાળી હોય છે. બાળકનો દરેક કોષાણુ એટલો બધો લોહચુંબકીય અને શક્તિશાળી હોય છે કે તેમના માત્ર સંપર્કમાં આવનાર વ્યક્તિનો ભાવોલ્લાસથી ઉદ્ધાર થાય છે. આ ભવમાં આ બાળકનો અવાજ મધુર હોય છે, ભાષાપ્રભુત્વ હોય છે, વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે, જેથી તેમનું સ્વપ્ન બધા જીવોને દુઃખમાંથી બચાવી પ્રકાશ તરફ લાવવાનું સહજ-સરળ રીતે સિદ્ધ થાય છે. માનવજાત માટે આ દુનિયામાં કશું અશક્ય નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ આ વિજ્ઞાનયુગમાં નવીનવી શોધો કરનાર માનવી ચંદ્ર પર પગ પણ મૂકી શકે છે. જે ચમત્કારી શોધો થઈ છે, તે બધું માનવચેતના અને તેની શક્તિને આભારી છે. જે કોઈ આધ્યાત્મિક પ્રગતિ અનુભવાય છે તે આપણી વિકાસની ઈચ્છા અને બીજાને મદદ કરવાની ભાવનાનું પરિણામ છે. પણ કેટલીક વાર જુની ટેવો પાંગરે છે અને ધ્યાનમાં વિબ નાંખી તેનાં શુભ કંપનો હરી લે છે. ધ્યાનમાં જન્મેલ નૂતન સુખ-શાંતિ, ઉત્સાહ, જાગૃતિ વિ. ગુણો પાછા દબાઈ જાય છે. તેથી સૌથી વધુ જરૂર છે પોતામાં અખૂટ શ્રદ્ધા અને સમજ. તમારી જાતને સતત કહો કે : “બીજા કોઈ તે કાર્ય કરી શકે તો હું શા માટે નહિ ! - શાંતિથી સામાયિકમાં વિચારો કે જે “હું” પેલા અજ્ઞાત વ્યક્તિત્વમાં હતો તે જ “હું” હવે જ્ઞાનથી - પુરુષાર્થથી વિચારી શકે એવી કક્ષામાં આવ્યો છું “હું આ ન કરી શકું” એ બહારના અને સમાજના પ્રભાવે પૂર્વગ્રહ પિડિત એ નબળો નકારાત્મક વિચાર છે, આ અંતરાય તોડવા પ્રવાહની સામે તરો અને કહો કે, “હું કરી શકીશ. હું આ શુભ કાર્ય કરવા અને પૂર્વનાં અશુભ કંપનોનો નાશ કરવા સમર્થ છું.” પોતાનો માત્ર-વિચાર કરવાની પ્રવૃત્તિઓના પૃથક્કરણથી અને નકારાત્મક ટેવોના વિશેષણથી અશુભ તત્ત્વોની નાશ સરળ બને છે. તમારે જે કંપનો ન જોઈતાં હોય-જે તમને અહિતકારક લાગતાં હોય તેને ગ્રહણ કરવા તમને કોણ ફરજ પાડી શકે? બીજું કોઈ નહિ. તે માત્ર તમે એક જ છો. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૩ અશુભ કંપનો તમારામાં ઘર કરી બેઠાં છે, કારણ કે તે તમને અહિતકારક લાગતાં નથી. તેને તમે કાઢી મૂકવા પુરુષાર્થ કર્યો નથી. જ્યારે તમે સમજશો કે, “હું કોણ છું.” અને “હું તે કરી શકીશ” ત્યારે તમારામાં અદ્દભુત શક્તિ પ્રગટે છે. બીજા પર દોષારોપણ કરવાને બદલે તમે પોતે તેની જવાબદારી લો છો. હવે તમે જૂનાં અશુભ કંપનોનો વિલય કરવા શુભ કંપનોના ઉપયોગની કલા જાણો છો. તમારા મનમાં એવા વિચારો હોય કે જે તમને ચિંતા કરાવતા હોય, તમને ગમતા ન હોય - તેને યોગ્ય શબ્દોમાં બ્લેક, બોર્ડ પર લખો. પછી સફેદ પાટિઆ પર તમારે જે સંગીન રચનાત્મક ચીજો જોઈતી હોય તેની યાદી લખો. પછી કાળા પાટીયા પરની એક એક લીટી ભૂંસતા જાવ અને સફેદ પાટિઆ પર લખેલી લીટીઓ પૂરી એકાગ્રતાપૂર્વક વાંચી તે તમને મળી રહી છે તેવું કલ્પનાચિત્ર મગજમાં લાવો. આ રીતે તમારી ચેતનાની દિશા સંપૂર્ણ બદલાઈ જશે. જ્યારે તમારે શું જોઈએ છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય, ત્યારે અનિચ્છનીય ચિત્ર પ્રતિ આકર્ષણ નહિ થાય. જ્યારે તમારી જાતને જાણો, ત્યારે તમારી તલાશ શી છે તે પણ ખબર પડશે અને તે પછી બીજની ઈચ્છાઓ પણ માલૂમ પડશે. પોતાની જાતને જાણ્યા વિના બીજને કેમ જાણી શકાય ? યોગશાસ્ત્રમાં લખ્યું છે કે : જ્યારે તમારામાં રહેલ આત્માનું તમને જ્ઞાન થાય, ત્યારે જ બીજાના આત્માનું જ્ઞાન થશે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૪ બધા જીવો સુખ ઈચ્છે છે, કોઈને દુઃખ ગમતું નથી. તેથી તમને જેવું ગમે તેવું બીજ પ્રત્યે વોં. તમને ન ગમે તેવું બીજા પ્રતિ ન આચરો. - એક વખત એનીબેસન્ટ ભારતમાં આવ્યા. તેમને એક ફૂલ બહુ ગમતું હતું તેથી તે જ્યાં જ્યાં ગયા ત્યાં તે ફૂલનાં બીજો વાવ્યાં. તે કહેતાં કે “હું તમારી સામે બે કે ત્રણ દિવસ રહી. હવે તમારા ઘરમાં મારા પ્રેમના પ્રતિકરૂપે અતિપ્રિય આ ફૂલ વાવવું છે.” અને લોકો એક કૂંડું, થોડુંક ખાતર અને પાણી લાવતા અને પેલી બાઈ તેમાં આ ફૂલનાં બીજો વાવતી. આ રીતે મદ્રાસ, મુંબઈ, બેંગલોર વિગેરે સ્થળોએ તે જ્યાં ગયા ત્યાં આ બીજો ફૂટયાં. છોડ થયા ને ફૂલ આવ્યાં ને સુગંધ ફેલાવી. આનો એક જ સંદેશ છે, તમે જે ચાહો છો તે બીજાને આપો. તેથી થોડાક સમય માટે મૌન રાખી તમારું જીવનસ્વપ્ન શું છે તે શોધો. તમે જ્યારે તમારા સ્વપ્ન સાથે એકરસ થાવ છો, ત્યારે આ સ્વપ્ન સાકાર કરવા માટેનાં શુભ સ્પંદનોની શક્તિ મેળવો છો. પૂર્વપુણ્યથી મળેલી સમૃદ્ધિનો બીજા જરૂરતવાળા જીવોને લાભ આપવાથી ભૌતિક યા આધ્યાત્મિક અશુભ સ્વાર્થોધ વૃત્તિનો વિલય થાય છે. બધાં પરિવર્તનોની અંદર રહેલા અપરિવર્તનીય તત્ત્વ સાથેના સંપર્કથી તમે બધાની સાથે સંબંધ બાંધી શકશો. તમારા સ્વાર્થી “માંથી નીકળી જવાથી આખા વિશ્વમાં તમે વિસ્તરી જશો. સમસ્ત વિશ્વ તમારું કુટુંબ થશે. Page #72 -------------------------------------------------------------------------- ________________ (તમારાં કંપનોનું રૂપાંતર ' છે તમે કોઈ રેડિયો સ્ટેશન પર બોલવા જાવ, ત્યારે ત્યાં એક લાલબત્તી હોય છે, જે તમને એક સૂચન કરે છે કે તમે હવે આકાશવાણી પર છો. પછી તમે જે કાંઈ ત્યાં બોલો તે ચારે દિશામાં પ્રસરી જાય અને લાખો લોકો તેને સાંભળી શકે છે. ટેલિફોન, રેડિઓ, ટેલિવીઝન અને બીજી શોધોથી બસો વર્ષ પહેલાં જે ચમત્કારરૂપ લાગતું હતું તેને વૈજ્ઞાનિકોએ પુરવવાર કર્યું છે કે શબ્દને કોઇ અવરોધ નથી. શબ્દ સાગર પાર જઈ શકે છે, અને તમારા ધ્વનિનો પડઘો તમે પણ સાંભળી શકો છો. તમારી પ્રતિચ્છાયા ટેલિવીઝન મારફત અનેક માઈલો સુધી દૂર, વગર અવરોધે જઈ શકે છે, અને તમે પણ તે જોઈ શકો છો. વિશ્વમાં જ્યાં જ્યાં શબ્દ અને ચિત્રને ગ્રહણ કરનાર રેડિયો-ટેલિવીઝન વિ. સાધનો હોય ત્યાં આ વ્યવહાર ચાલે છે. જે બોલાય તે સંભળાય છે. જે દેખાય તે લાખ્ખો માઈલ દૂર જઈ શકે છે. જન્મથી આપણે રેડિઓ સ્ટેશનમાં છીએ. પણ જીવનમાં કોઈ લાલબત્તી નથી. જીવનમાં માત્ર શબ્દ યા Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રતિચ્છાયા સફર કરે છે તેવું નથી, પણ તમે જે કંઈ વિચારો તે પણ વિશ્વમાં પ્રસરી ઘૂમીને પડઘાની માફક પાછું ફરે છે. આપણે જો વિશ્વમાંથી સુંદરતા મેળવવી હોય તો મૈત્રીપૂર્ણ શુભ વિચારો પ્રસારવા જોઈએ, આપણે જો અશુભ કંપનો ફેંકીએ તો સારાં કંપનો અને શાનિ શી રીતે મળે! આપણી અશુભ ભાવનાનાં અશુભ ફળો મળે એમાં નવાઈ જેવું શું છે ? જેમ શબ્દ, ચિત્ર વિ. મેળવવા યોગ્ય રેડિયો સ્ટેશન યા ટેલિવીઝનની ચેનલ યા નંબર મેળવવા પડે, તેમ વિશ્વમાંથી સુંદર કંપનો મેળવવા પણ યોગ્ય કેન્દ્રોનો સ્પર્શ કરવો પડે. આ માટે આપણાંમાં રસ અને બુદ્ધિ અને જરૂરી છે. આપણામાં બધી શક્તિ છે, પણ જેમ યોગ્ય સંચાલક વિના યંત્ર ન ચાલે તેમ આપણી શક્તિને પ્રગટ કરવા યોગ્ય રસ્તા પર ચાલવું પડે, જીવનનું આપણું આ જ ધ્યેય છે, આપણી મૌલિક શક્તિને કેવી રીતે પ્રગટ કરવી ! કર્મ વિજ્ઞાન એ વિશ્વ અને સ્વના ઊંડા દૃષ્ટાઓના જીવંત અનુભવ પર રચાયેલું વિજ્ઞાન છે. માત્ર શ્રદ્ધા નહિ, પણ તમારા પોતાના અનુભવથી આ તત્ત્વજ્ઞાનને કસવાનું કર્મની પ્રક્રિયા આ છે : જ્યારે તમને રાગ યા દ્વેષ થાય, ત્યારે કંપન ઉત્પન્ન થાય છે, જે વિશ્વમાં પ્રસરતાં કર્મરજને આકર્ષી તમારા પર ચોંટાડે છે, અને તમારી સ્પષ્ટ દષ્ટિને આવરે છે. ટેપ રેકોર્ડરના રેકોર્ડિંગ હેડ પર કચરો હોય તો ટેપનો અવાજ બરાબર ન સંભળાય, તેવી જ સ્થિતિ તમારા આત્માની થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ આ કર્મબંધન તમારી શુદ્ધ ચેતનાને આવરી તેના સંપર્કના અનુભવને અટકાવે છે. આ કર્મરજની-બંધનની ઘનતા યા મંદતાની આધાર તમારા કષાયોની ઘનતા યા મંદતા પર આધાર રાખે છે. આ કર્મબંધનથી ઘણા શારિરીક અને માનસિક રોગો પણ ઉત્પન્ન થાય છે. આ કર્મો શું છે ? વિશ્વમાંથી ખેંચેલી કર્મર આત્મા સાથે ચોટે એટલે તે કર્મ બને છે. આ પ્રક્રિયા અતિ સૂકમ ચેતના સાથે આ કર્મર ત્યારે જ ચટે જ્યારે આત્મા પ્રમાદમાં હોય, જાગૃત ન હોય. પ્રમાદ અવસ્થામાં રાગ યા ઠેષ ઉત્પન્ન થાય છે. રાગ કેવી રીતે ઉત્પન્ન થાય છે! પ્રેમનું જ્યારે વાસનામાં રૂપાંતર થાય છે ત્યારે તે પ્રેમ રહેતો નથી. શરીર-રૂપનું આકર્ષણ એ વાસના છે. આત્માના ગુણોનું આકર્ષણ એ પ્રેમ છે. વાસના બંધનરૂપ બની ઘૂણામાં પરિણામે છે. આસક્તિ પરિગ્રહ કરાવે છે - જ્યારે તમારામાં ઉડી પરિગ્રહવૃત્તિ હોય છે ત્યારે તમે બીજી વ્યક્તિને ખિસ્સામાં રાખવાની વસ્તુ માની તેની સ્વતંત્રતા ઝૂંટવી લો છો. તેનું વ્યક્તિત્વ મિટાવી દઈ તમારી ઈચ્છાનું રમકડું બનાવવા માંગો છો. - તમારું પ્રેમમાત્ર બીજી કોઈ તમારી અણગમતી વ્યક્તિ સાથે વાત ન કરે, તેવું તમે ઈચ્છો છો. શત્રુનો શત્રુ તમારો મિત્ર બને છે. શત્રુનો મિત્ર તમારો મિત્ર બની શકતો નથી. તેથી તમારી અંધ ઈચ્છાઓ દ્વારા તમે બીજાને જુઓ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮ છો, માટીની જેમ તમે તેને ઘાટ ઘડવા માંગો છો. તમારું કહ્યું ન કરે ત્યાં તુરત જ તમને ધિક્કાર ઉત્પન્ન થાય છે. ક્રોધ ઉત્પન્ન થાય છે. • તમે તમારા પ્રેમપાત્રને મુક્ત રીતે જીવવા ન દો તો તેનાથી તેનો વિકાસ પણ રૂંધાઈ જાય છે. માણસ ભૂલોમાંથી શીખે છે. વિકાસ માટે જુદી જુદી જાતનાં દુઃખો સહન કરવાં જરૂરી છે. સર્વ વિકાસમાં સ્વાર્થત્યાગસહનશીલતા અનિવાર્ય છે. ગ્રેજ્યુએટ થવા માટે રમતગમત, મનોરંજન વિ. મૂકી દેવાં પડે છે. માતા ગર્ભધારણ કરી માતૃત્વનો આનંદ મેળવવા પ્રસવ વેદના વિ. કેટલું બધું સહન કરે છે! આસક્તિ રહિત પ્રેમ માટે પોતાનો અહ, પશુવૃત્તિ પરિગ્રહવૃત્તિ વિ. ઘણું છોડવું પડે છે. તેથી જે કંપની અને કર્મનું વિજ્ઞાન જાણે છે તે લોકો તેનાથી અજ્ઞાત લોકો કરતાં જુદી રીતે જીવે છે. તે જાણે છે કે અંદરના કષાયો કંપનો ઉત્પન્ન કરે છે, જે કર્મબંધ કરે છે. તેથી તેઓ મુખ્યત્વે જીવનમાં “સંવર-કર્મબંધને અટકાવવાનો પ્રચંડ પુરુષાર્થ કરે છે. તેથી જેમ રેડિયો સ્ટેશન યા ટી.વી. સ્ટેશન પર માઈક આગળ ઊભેલો માણસ બોલતાં પહેલાં ચેષ્ટા કરતાં પહેલાં શાનિથી વિચારે છે, તેમ દુનિયામાં માણસ મમ-વચન-કાયાની કોઈપણ પ્રવૃત્તિ કરતાં પહેલાં કેવો કર્મબંધ થશે તે વિચારે છે. કારણ કે આ બંધ મુજબ તેને ફળ મળવાનું છે. જેવાં સંવેદનો ફેંકો તેવાં પાછાં ફરે છે. ભાવના તેવું ફળ. એક કથા આ સિદ્ધાનને વધુ સ્પષ્ટ કરશે. એક પ્રૌઢ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૯ સ્ત્રી પોતાની યુવાન દીકરી સાથે દસ માઈલ દૂર એક ગામમાં સગાંવહાલાંને મળવા જતી હતી. ઘણું ચાલ્યા પછી છોકરી થાકી ગઈ. આ વખતે રસ્તામાં એક માણસ ઊંટ પર બેસીને આવ્યો. પ્રોઢાએ આ ઊંટસવારને તેની છોકરીને ઊંટ પર બેસાડી સગાંના ગામે પહોંચાડવા વિનંતી કરી. ઊંટસવારને તે વખતે આ માંગણી ન ગમી એટલે છોકરીને ઊંટ પર બેસાડવા ઈન્કાર કર્યો, અને ત્યાંથી આગળ વધ્યો. થોડાક સમયમાં તે માણસનો વિચાર બદલાઈ ગયો. તેને વિચાર આવ્યો કે “હું કેવો મૂર્ખ છું કે આવી સુંદર કન્યા અને તેનાં મૂલ્યવાન ઘરેણાં બનેને જવા દીધાં. ઊંટ પર બેસાડી હોત તો આ બન્નેનો લાભ મળી શકત. પાછો જઈ કન્યાને લઈ આવું.” આ દરમ્યાન પેલી પ્રૌઢાના વિચારો પણ બદલાયા. તેનેય વિચાર આવ્યો કે “હું કેવી મૂર્ખ કે આવા અજાણ્યા માણસ સાથે ઘરેણાં પહેરાવેલ મારી સુંદર યુવાન પુત્રીને મોકલવાનું મેં વિચાર્યું? આવી મૂર્ખાઈથી શું ને શું ન થાત !” ત્યાં આગળ જતાં ઊંટસવારે આ યુવાન કન્યાને ઊંટ પર બેસાડી લઈ જવાની તૈયારી બતાવી. પેલી પ્રૌઢાએ હસીને જવાબ આપ્યો કે, “તને કહી ગયો તે મને કહી ગયો !” તને જે વિચાર આવ્યો તેનો મને અણસાર થઈ ગયો! પહેલાં મેં ‘હા’ કહી ત્યારે તે “ના” કહી, તે વખતે આપણે બને પ્રામાણિક હતાં. પણ હવે તારા મનમાં પાપ ભરાયું છે, જેથી મારા મનમાં પણ શંકા જન્મી છે.” • જે માણસ પ્રકૃતિનો આ નિયમ સમજતો નથી, તે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પોતાની હારને આમંત્રે છે. એકાંતની ક્ષણોમાં આપણે અશુભ વિચારો કરીએ છીએ-જેનું મનન વધતાં તે એવાં ચીકણાં બને છે કે જેનો નાશ કઠિન છે. તેનાં ફળ ભોગવવાં જ પડે. આ વિશ્વમાં દરેક ક્ષણે કંપનો ઉત્પન્ન થાય છે. વસ્તુઓનું પરિવર્તન થાય છે. તેથી જ ઊંચામાં ઊચું ધ્યાન આત્મજાગૃતિ છે. આ જાગૃતિમાં તમે ગમે તે પ્રવૃત્તિ કરતા હો છતાં તમારું ધ્યાન ઉપયોગમાં છે, તમારી દરેક પ્રવૃત્તિથી કયા પ્રકારનાં કંપનો ઊભાં થાય છે તેની તમને સતત જાગૃતિ છે. આવી સતત જાગૃતિથી જીવન આનંદની પ્રક્રિયા બને છે, સમૃદ્ધિનો પથ બને છે. સમૃદ્ધિ એટલે શું! સમૃદ્ધિ એટલે અંતરાત્માના અવાજ પ્રમાણે મુક્ત રહીને જીવવાની વતંત્રતા, તમારે જેની પર કાબૂ મેળવવો હોય તેનો કાબૂ મેળવવો, બીજાને રચનાત્મક રીતે પ્રભાવિત કરવા, અને તમારા તંત્રને નીરોગી વિચારોથી ભરવું. વિશ્વનો નિયમ ગરીબીનો નથી. આપણે જો શારીરિક, માનસિક યા આધ્યાત્મિક દષ્ટિથી દરિદ્ર લાગતા હોઈએ તો, તેનું કારણ આપણા જીવન અને વિચાર પ્રત્યેના આપણા અભિગમમાં કાંઈક ખામી છે. આ તત્ત્વજ્ઞાન આપણને બીજા કોઈની કૃપા, મહેરબાની યા પક્ષપાત પર આધાર રાખવાની મના કરે છે. આ સિદ્ધાન સૂર્ય અને વરસાદના જેવો છે. સૂર્ય અને વરસાદ બધા માટે છે, પછી “મારા ભગવાન, તમારું સ્વર્ગ, Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૧ હું તમને સાંભળું તો મારા ભગવાન નાખુશ થશે” વિ. સંકુચિતતા માટે અવકાશ જ ન રહે. જે સ્વર્ગમાં ઝઘડા અને પક્ષપાત હોય ત્યાં કેવી દુઃખદ સ્થિતિ થાય ! આપણે એ ફેમ સમજતા નથી કે આપણે પોતે જ માનસિક વિભાગો ઊભા કર્યા છે. આ મતભેદોમાં કટ્ટર ઝનૂનવાદી સંપ્રદાયોનાં, ધર્મોને નામે થતાં હિંસક યુદ્ધોનાં કારણો એ છે કે આપણે વરસાદ, પવન અને સૂર્યપ્રકાશની સર્વવ્યાપકતા અને નિષ્પક્ષતા સમજયા નથી. આપણે એ સમજયા નથી કે વિશ્વનાં સ્પંદનો બધા માટે એકસરખાં ખુલ્લાં છે. આપણે આ સ્પંદનોના સમુદ્રમાં, આપણાં શઢ ખોલી નાવ ચલાવવી જોઈએ. આપણા મનને ખુલ્લું મૂકી, સતત જાગ્રત બનીએ તો વિશ્વના હરહમેશ તૈયાર આશીર્વાદોના પવનથી આપણી નાવને સામે કિનારે આનન્દથી લઈ જઈ શકીએ. આપણી દૃષ્ટિ બદલાય તો આપણી ગ્રહણશક્તિ પણ વધી જાય. આ જ સાચી સમ્યગ્દષ્ટિ છે. ભગવાન મહાવીરે જ્યારથી રાજ્ય, સગાંવ્હાલહાં બધાનો ત્યાગ કર્યો, ત્યારથી તે રાગ-દ્વેષ રહિત થઈ નિર્ભયતાથી રહેવા લાગ્યા. તેમની દશા પૂર્ણ સંતુલનની હતી. તેઓ પ્રેમથી સમૃદ્ધ હતા. લોકો તેમને પૂજે કે ધિક્કારે, નિંઢે કે પ્રશંસા કરે તેમણે પોતાના જીવનની હરેક ક્ષણ પ્રેમપૂર્ણ બનાવી દીધી. પ્રેમને તેમણે જીવનનો પ્રક્રિયા-પ્રયોગ બનાવ્યો. એક વખત ભગવાન મહાવીર પાદવિહાર કરતા Page #79 -------------------------------------------------------------------------- ________________ હર હતા ત્યારે રસ્તામાં એક ભરવાડે તેમને રોક્યા અને કહ્યું કે, “અહીંથી આ દિશામાં આગળ ન જશો, કારણ કે ત્યાં એક ભયંકર વિષધર સર્પ રહે છે, અને આજ સુધીમાં ત્યાં જનાર બધાને તેણે મારી નાંખ્યા છે.” ભગવાન મહાવીર તો નિર્ભય હતા. તેમણે વિશ્વમૈત્રી પર ધ્યાન એકાગ્ર કર્યું અને વિચાર્યું કે મારા જીવ પ્રત્યેના પ્રેમની આ ઉત્તમ કસોટી છે. મારા સમગ્ર કોષાણુઓમાં આ પ્રેમ વ્યાપ્ત છે કે કેમ તે મને જોવા દો. નહીં તો મારાં તત્ત્વજ્ઞાન, ધ્યાન, સાધના અને તપસ્યાનો શો અર્થ છે !’ તેઓ ભરવાડની વાત પર ધ્યાન ના આપતાં આગળ વધ્યા. એક ઝાડ તળે એક મોટો રાફડો હતો, જ્યાં આ ચંડકૌશિક નામનો સાપ રહેતો હતો. માણસની ગંધ પારખી તે રાફડામાંથી બહાર આવ્યો. બીજા માણસો તો આ જોઈને ડરી જઈ ભાગી જાય, ત્યાં પૂર્ણ પ્રેમથી ભરેલ મહાવીર ઊભા રહ્યા. તેઓ તેમની આંખમાંથી પ્રેમનાં શુદ્ધ ભાવ સ્પંદનો વરસાવતા હતા. તેમ છતાં ક્રોધી સર્પે તેમના પગે ભયંકર ડંખ માર્યો, પણ લોહી નીકળવાની જગ્યાએ પગમાંથી દૂધ નીકળ્યું. સર્પ આ જોઈ આશ્ચર્ય પામ્યો. જો માતાના એક બાળક પ્રત્યેના પ્રેમથી તેના સ્તનમાં લોહીનું દૂધમાં રૂપાંતર થાય છે, તો પછી મહાવીર તો વિશ્વના, સમગ્ર જીવોના માતા સમાન હતા. તેમની રગેરગમાં વિશ્વની સમગ્ર જીવરાશિ પ્રતિ વાત્સલ્ય ભરેલ હતું. તેથી પગમાંથી લોહીને બદલે દૂધ જ નીકળે ને ! મહાવીરે સર્પને કહ્યું, “ઓ ચંડકૌશિક-જાગૃત થા. તારા ક્રોધથી તું સર્પ બન્યો છે. હવે શાંત થા.” Page #80 -------------------------------------------------------------------------- ________________ આપણે ક્રોધ કરીએ તો ક્રોધનાં કંપનો પ્રસરે છે, તેથી સામી વ્યક્તિને પણ ક્રોધ થાય છે. મહાવીરે પ્રેમની નદી વહાવી તો આવો ભયંકર સર્પ પણ શાંત થઈ ગયો. વિચારનાં કંપનો શરીરના કોષાણુઓ પર અસર કરે છે. તમારે નીરોગી જીવન જીવવું હોય તો શુભ વિચારો કરો-શુભ કંપનો પ્રસારો. તમારા કેન્દ્રમાં પ્રેમનું લોહચુંબક છે, તેથી વિશ્વભરમાં પ્રસરી રહેલ શુભ કંપનો તમે ગ્રહણ કરી શકો છો. આ ગ્રહણ પ્રક્રિયા માટેની જાગૃતિ જોઈએ. અર્થાત્ સારી ભાષામાં તમારા મન-વચન-કાયાની પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેથી તમે શુભ કંપનો પ્રસારી, શુભ કર્મબંધ કરી પુરયના ઉદય સમયે બીજાને પણ સુખશાનિમાં સહાયક બનો. તેથી હવે આપણે એ જાણી શકીએ કે આપણામાં જે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે તે ખરેખર શુભ છે કે અશુભ ! આ જાગૃતિમાં સમજાય કે અશુભ એટલે આત્માને-સ્વ-પર અહિતકારી હોય. દાત. ક્રોધ, ધિક્કાર, ઈર્ષ્યા, સંઘર્ષ, આસક્તિ, માયા, પ્રપંચ, ઘમંડ વિ. જેનાથી અશુભ કંપનો ઉત્પન્ન થઈ અશુભ કર્મજ ખેંચી અશુભ કર્મબંધ થાય તેનાથી શારીરિક માનસિક-આધ્યાત્મિક એમ સર્વાગી પતન થાય. આત્માની અનંત શક્તિની ઓળખાણ સુધ્ધાં ન થાય. આત્મામાં અનંત શક્તિ છે, આ અશુબ કર્મબંધ તેને આવરે છે. અશુભ કર્મબંધ લોખંડની બેડી જેવા છે, જેને તોડવા ખૂબ મુશ્કેલ છે. તે જ રીતે શુભ કર્મબંધ પણ છેતો બેડી, પણ તે છે સોનાની. તેનાથી બાહ્ય સુખ સગવડ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સાતા મળે છે અને આસક્તિ તૂટતાં તે તૂટી જાય છે. પણ તે શુભ ત્યારે જ બની શકે જ્યારે તેનો ઉપયોગ ધિક્કારને સ્થાને પ્રેમ, ઈર્ષાને સ્થાને ગુણપ્રશંસા, ક્રૂરતાને બદલે કરુણા અને પ્રમાદને સ્થાને જાગૃતિને પ્રગટાવે. સોનાની બેડીનો સદુપયોગ થાય તો સુખશાનિ આપે, પણ જો દુરુપયોગ થાય તો દુઃખી બનાવે. પરોપકાર એ શ્રેષ્ઠ સદુપયોગ છે. હવે આ કર્મર આત્મા સાથે ચોંટી જાય તે પહેલાં આપણે શું કરી શકીએ ? પ્રથમ ઉપાય છે, સંવર, કર્મપ્રવાહ આવી છે. અશુભ વિચારોને ઊગતા જ ટાળી દો. ગતિ જ ન કરવા દો, નહીં તો તે ભયંકર પાપ કરાવશે. બીજો ઉપાય છે નિર્જરા. જેનો અર્થ છે કર્મરજનું બાષ્પીભવન કરવું, ખંખેરી નાંખવું, બાળી મૂક્યું. અજ્ઞાનમાં કર્મબંધ થઈ જાય તો જ્યારે પણ ખબર પડે ત્યારે તેનો જાગૃતિપૂર્વકસંકલ્પપૂર્વક નાશ કરવો. " તમે તમારી જાતને કહો, “આ વિચાર મારામાં ઘર કરી જશે તો હું કદી સુખી થઈ નહિ શકું. જેમ ભૂલથી પણ બાવળનાં બીજ જમીનમાં પડી જાય તો કાંટાળા બાવળનું ઝાડ ઊગે છે તેમ કર્મ ચોંટયા બાદ ભયંકર પરિણામો લાવે છે. તેથી જ જ્ઞાનીઓએ લખ્યું છે કે, “બંધ સમયે ચેતીએ, ઉદયે શો સંતાપ?” અર્થાત્ કર્મબંધ સમયે જ આત્માએ ખૂબ જાગૃત રહેવું પડે. તેથી પાપના અશુભ વિચાર સમયે તેના મૂળમાં જવાય. તમે અગ્નિની ભઠ્ઠીની જેમ તીવ્ર રીતે જાગૃત થઈ આ કર્મબંધને બાળી શકશો. જૈનદર્શનના સ્વાધ્યાય, ઉચ્ચ વિચારો, અધ્યવસાયો Page #82 -------------------------------------------------------------------------- ________________ - ૭૫ પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વિનય વિ.ને પણ કર્મબંધને નાશ કરનાર તીવ્ર તપ કહ્યું છે, જેનાથી જૂનાં અશુભ તત્ત્વ બળી જાય છે. ધ્યાન તો મહાઅનલ છે. તેથી સંવર અને નિર્જરા આ બે ઉપાયોથી ચેતનાશક્તિની ગુલામીમાંથી, કર્મબંધનમાંથી મુક્ત થઈ શકે છે. તળાવના જૂના-ગંદા પાણીને સૂકવી દેવામાં આવે, પછી પાળ બાંધવામાં આવે, પછી સ્વચ્છ નહેર મારફત નવું તાજુ શુદ્ધ સુગંધી પાણી અંદર દાખલ કરવામાં આવે તેવી આ ક્રિયા છે. જૈનદર્શનનો સાર બે જ શબ્દોમાં કહેવો હોય તો તે છે “સંવર અને નિર્જરા.” આ પ્રક્રિયાથી તમારું શરીર આત્માને રહેવા માટેનું એક પવિત્ર, સુંદર મંદિર બની જશે. પછી તમારું મન એ મિથ્યા તર્કો, ધૃણા અને અશુભ વિચારોનું સંકુચિત સંગ્રહસ્થાન નહીં બને. તમે સ્વયં દિવ્ય પુરુષ-બની જશો. વિશ્વના સઘળા આશીર્વાદ, વગર આમંત્રણે સામે પગલે ખેંચાઈ આવશે. તમારો આત્મા વિશ્વપ્રેમથી સમૃદ્ધ બની જશે. કર્મવિજ્ઞાન સમજવામાં આવે તો વ્યક્તિ પોતાના ભાગ્યનો ઘડવૈયો બની શકે. તેના મુદ્દા નીચે મુજબ છેઃ શુભ વિચાર જ કરો. શુભ કંપનો ફેંકો જેથી બંધ થાય તો સ્વ-પર-હિતકારી શુભવેદ જ થાય. આને શાસ્ત્રીય પરિભાષામાં પુણ્યાનુબંધી પુણ્ય કહે છે, પુણ્યના ઉદયથી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સર્વાગી બાહ્ય અત્યંતર સુખ-શાંતિ મળે અને તેનો ઉપયોગ પણ સ્વ-પર હિતકારી પ્રવૃત્તિઓમાં જ થાય, જેથી પુનઃ શુભ પુણ્ય જ બંધાય. મન-વચન-કાયાની. શુભ પ્રવૃત્તિ થાય ત્યાં તેની વારંવાર અનુમોદના-પ્રસંશા કરી તેનો અનુબંધ પાડી તેણે ચીકણી બનાવો, જેથી પુણ્ય પણ ચીકણું બંધાય. આ જ રીતે મન-વચન કાયાની અશુભ પ્રવૃત્તિ, પ્રમાદ યા અજ્ઞાનથી થઈ જાય તો તેની નિંદા ગહ કરી તેને મંદ પાડો, ખતમ કરી નાંખો, જેથી પાપનો નાશ થાય. અશુભ કર્મ બંધાઈ ગયું હોય પણ તે ઉદયમાં આવ્યું ન હોય ત્યાં સુધી તેને શુભ વિચાર-પ્રવૃત્તિ દ્વારા અશુભને શુભમાં ફેરવી શકાય છે. સતત શુભ પ્રવૃત્તિ કરનારને “શુળીનો ઘા સોયથી જાય ! એ આ રીતે બને છે. જીવનસાગરની નૌકાને ચલાવવા જાગૃતિરૂપ સઢ ખોલી નાંખવા જોઈએ. આપણાં મનની બારીઓ ખુલ્લી રાખી વિશ્વના આશીર્વાદોને પ્રવેશવા દો. આપણે જ્યારે માનસિક અંતરાયો તોડી નાંખીએ, મિથ્યા દૃષ્ટિને તિલાંજલિ આપીએ ત્યારે જ વિશ્વમાં ઘૂમી રહેલ શુભ આંદોલનો આપણામાં પ્રવેશી શકે. તમારા પ્રિયપાત્રને મુક્ત રીતે કાર્ય ન કરવા દેવાથી તમે તમારી જાતની યા તેની પ્રગતિ થવા દેતા નથી. સર્વ પ્રકારના વિકાસમાં સહન કરવું જ પડે, ત્યાગ કરવો જ પડે. આસક્તિરહિત પ્રેમ કરવા વ્યક્તિએ પોતાનો અહં, પશુતા Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૭ અને પરિગ્રહવૃત્તિ છોડવાં જ પડે. | માટે શુભની ઈચ્છા રાખતા પહેલાં અશુભને છોડવાની તૈયારી રાખવી જોઈએ. િ સંપૂર્ણ શક જ Page #85 --------------------------------------------------------------------------  Page #86 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી ચિત્રભાનુજી લિખિત અન્ય ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો... ધર્મજીવનના અજવાળા જીવન માંગલ્ય સાધનાનું સૌન્દર્ય પ્રતિબિંબ 30 દિવસની, 30 વાતો પ્રતિબિંબ (હિન્દી) બંધન અને મુક્તિ Realize What You Are (Published in New York). Psychology Of Enlightenment (Published in New York) Twelve Facets of Reality (Published in New York) Man With A Vision Philosophy of Soul and Matter Ten Days Journey Into Self Bondage and Freedom Reflections Parable a day Printed By: Sagar Art Printers 2-C-42. Shantinagar, Meera Road (Bombay)