________________
ખાલી આત્માની જ વાતો કરે અને પુરુષાર્થ ની ઉપેક્ષા કરે છે તેઓ નિમ્ન સ્તર પર જીવન વિતાવે છે, પ્રગતિ પ્રતિ ઉદાસીન બને છે અને દુખી જીવો પ્રતિ કઠોર બને છે.
કાદવમાં જન્મ પામવો એ કર્મનું ફળ છે, એમાં ગુરુતા પણ નથી અને લઘુતા પણ નથી, પરંતુ એમાંથી કમળ બનવું એ જ એની મહત્તા છે.
જીવવા માટે આત્મા અને પુદગલ પદાર્થ એ બનેની જરૂર છે. આ બન્ને વચ્ચે સંતુલનની આવશ્યકતા છે. આપણે આપણા કેન્દ્રમાં બેસી આત્મા અને અણુ બન્નેનું નિરીક્ષણ કરવું જરૂરી છે. પ્રજ્ઞાચક્ષુથી આપણી જાતને તપાસતાં આપણને એ સમજાશે કે આપણે વ્યુહગ્રહિત નથી યા પવિત્ર પણ નથી, પણ હદયની વિશાળતા અને ચેતનાના વિકાસ પ્રતિ આગળ વધનાર મુસાફર છીએ.
આ સંતુલનનો અનુભવ કેવી રીતે કરવો? પુદ્ગલ પર આધ્યાત્મિક આત્માનો પ્રકાશ વેરવો, ધ્યાન દ્વારા કેન્દ્ર અને વર્તુળનું જ્ઞાન મેળવવું, જડ અને ચેતનનો ભેદ સમજવો. તે સમજાયા પછી ગતિનું વિષચક્ર નહિ પણ પ્રગતિ ની ચોક્કસ દિશા પ્રાપ્ત થશે. પછી આ રીતે આપણી ચેતનાશક્તિ પોતાની અંતિમ શુદ્ધિ પ્રતિ ઝડપથી ગતિ કરી શકશે.
આત્મા અને પુદ્ગલ વચ્ચેના, સંબંધની સમજણને વિકસિત કરવાથી, આત્માની શાશ્વત અનંત શક્તિઓ સાથે ધ્યાન દ્વારા સુસંવાદિતા પ્રગટાવવાથી આપણે આપણી