________________
૧૭ સ્વતંત્રતા છે. મહાન આશા છે. જેમ પ્રકાશ મેઘધનુષમાં પ્રસરે છે તેમ શક્તિ બધા જીવંત સ્વરૂપોમાં ઉડી ઊતરી જાય છે. આત્માની શક્તિ અણુ પર એકાગ્ર કરવાથી અશુભ કંપનોને શુભ કંપનીમાં ફેરવી શકાય છે, જેથી દોષો ગુણમાં ફેરવાઈ જાય છે.
આ રીતે શુભ અને શુદ્ધ સ્પંદનોથી પુષ્ટિ પામેલ તમારું આત્મરૂપી કમળ વિકસશે, અને ઊર્ધ્વમાગી બનશે. જેમ જેમ તમે તમારી અંદર ઊંડા જશો, તેમ તેમ તમે વધુ સંતુલિત અને કેન્દ્રિત થશો. તમે અંદર જેમ સંગીન થશો તેમ તમારા સ્વભાવની જાગૃતિ અને શાંતિ વધુ ને વધુ બહાર પણ પ્રકાશશે.
તમે જયારે તમારા વિચારોનું ઇચ્છાઓનું, લાગણીઓનું અને આંતરભાવોનું નિરીક્ષણ કરશો ત્યારે ચમત્કાર થશે. જાગૃતિ વધશે અને અશુભ મલિન તત્ત્વો નાશ પામશે.
તમને એ પ્રતીત થવું જોઈએ કે તમારું મન તમારું નિયંત્રણ કરી શકતું નથી. આત્મા મનને કાબુમાં રાખી શકે છે. આત્મા પાસે જીવંત શકિત છે. ઊડી જાગૃતિ અને બીજા ધણા મૌલિક ગુણો છે.
આત્માની ઊર્ધ્વગતિ ઉત્કૃષ્ટ શિખર પર પહોંચ્યા પછી જ સ્થિર થાય છે. તે છે સિદ્ધશિલા. પણ આ માટે તેણે ધ્યેયપૂર્તિ કરવી જોઇએ. જીવો પ્રતિ પોતાની જવાબદારી પૂરી કરવી જોઈએ અને હૃદયની તીવ્ર ધારાઓને મૃદુ બનાવવી જોઈએ.