________________
૧૬
ન સમજતાં એને જ દેવ કે ઈશ્વર માની તેના પર આધાર રાખતો.
આ કંપનો આઘાત-પ્રત્યાઘાત યા પરસ્પર પ્રભાવિત થવામાં કાર્ય કરે છે, તમારું બાહ્ય રૂપ તમારા પોતાનાં કંપનીએ વિશ્વમાંથી ખેંચેલ અણુ-પરમાણુનું પરિણામ છે તે જાણ્યા બાદ તમને પ્રતિતી થશે કે તમારા ભાગ્યના તમે પોતે ઘડવૈયા છો. તમારા વહાણનાં તમે પોતે જ કપ્તાન છો, પછી તમારું જીવનઘડતર તમે તમારા હાથમાં લેશો. પછી તમે જોઈ શકશો. કે ક્રોધ જ ક્રોધને, ભય જ ભયને, લોભ જ લોભને કેવી રીતે આકર્ષે છે અર્થાત જેવું વાવો તેવું લણો. મનના જેવા વિચાર તેવાં કંપનો-તેવાં કર્મો બંધાય અને તેનાં પરિણામો આવે.
એક વખત તમે શકિ-તેનાં કંપની અને કર્મોને અનુભવથી સમજો, પછી તમારી દૃષ્ટિ બદલાઈ જશે અને તે સાથે તમારા કંપનો પણ બદલાઈ જશે. આ કપનો પ્રવાહી અને પરિવર્તનશીલ છે. તમારી અંદર રહેલ માનસિક, અને શારિરીક લાગાણીઓની વૃતિઓ સાથે વ્યક્તિગત રૂપ અને જીવનપદ્ધતિનો સંબંધ કરશો એટલે વિનાશકારી સ્પંદનોમાંથી તમે સર્જનાત્મક સ્પંદનો કેમ થઈ શકે તે વિષે વિચારી શકશો. તમારે શું થયું છે તેની તમને ખબર પડશે, અને તમે તમારી ભાવિ કારકિર્દી નક્કી કરી શકશો.
સ્પંદનો-કંપનો સતત બદલાયા કરે છે. તે સતત પ્રવાહી રહે છે - તે જીવંત જીવને દર્શાવે છે. અહીં તમારી