________________
૨૧
ભવમાં પણ રહેવાનો જ છે. તેથી તેના પર સાચો પ્રેમ હોય તો તેને તમારાં શુદ્ધ-શુભ અને પવિત્ર આંદોલનો મોકલતા રહોં. તમારાં આંસુ તેને પહોચવાનાં નથી. પણ તમારાં આ શુભ-શુદ્ધ સ્પંદનો આંદોલનો જરૂર પહોંચવાનાં.
દરેક બીજમાં, દરેક રૂપમાં શાશ્વતતાના સાતત્યને તાદૃશ્ય જુઓ. આ જ સિદ્ધાન્ત આપણે પોતાને લાગુ પાડો. બાહ્ય રૂપ-શરીર સડશે, નાશ પામશે-પણ દરેક શરીર યા રૂપના કેન્દ્રમાં કશુંક શાશ્વત છે. અને તે છે ચેતનાશકિત.
આ શકિતને પ્રગટીકરણ આરંભવેળાએ નાનકડા બીજમાં જોયું તેમ તેની શકિત જોઈ શકીએ છીએ. તેનું ફૂટવું એટલું બધું જોરદાર હોય છે કે તે કઠણ પૃથ્વીને પણ ફોડી શકે છે. વિકાસ માટે તેની ઈચ્છાશકિત એટલી બધી પ્રબળ હોય છે કે તે તેને ઢાંકતી પૃથ્વીને ફાડીને ઉપર આવી શકે છે, શા માટે? કારણકે તેની પાસે ચેતનાશકિત છે. આપણે માનવો પણ જો આપણામાં પરાકાષ્ઠાના વિકાસને - યોગ્ય ચેતનાશકિતને બરાબર ઓળખી લઈએ, તો જીવનવિકાસની પ્રક્રિયામાં આપણને ઢાંકી દેતી - બોજ લાગતી ગુલામીની બેડીમાં રાખતી કર્મસત્તાને ફેંકી દઈ શકીએ છીએ.
રૂનો ઢગલો ગમે તેટલો મોટો હોય - પણ તેમાં સળગતી દીવાસળીનો એક તણખો માત્ર પડી જાય તોયે ક્ષણમાત્રમાં તે બળીને ભસ્મ થઈ જાય છે, તેમ આત્માની અનંત શકિત ને આવરનાર કર્મોના ઢગ ગમે તેટલા મોટા હોય - પણ ચેતનાશકિત જયારે પ્રબળ બની તેનો નાશ