________________
૨૨
કરે છે, ત્યારે આત્મા કર્મરહિત પુર્ણ સ્વરૂપને પામે છે.
આ દૃષ્ટિ પ્રાપ્ત થાય તો તમારું જીવન બદલાઈ જશે, તમારું જીવન જળપ્રવાહ જેવું નિર્મળ, સદા વહેતું અને પ્રફુલ્લિત રહેશે. કારણકે ઉત્ક્રાંતિની શ્રેષ્ઠ કક્ષારૂપ માનવજીવનમાં તમે તમારી વાસ્તવિકતા સાથે સંપર્ક કરી શકયા છો, તમારો શાશ્વત સ્વભાવ જોઇ શકયા છો. તમારા “સ્વ” સાથે સંબંધ જોડી શકયા છો.
આ રહસ્ય જયારે તમને માત્ર માનસિક યા સંકલ્પરૂપે નહિ પણ અનુભવથી પ્રતીત થશે, ત્યારે બધી ચિંતાઓ અને ભયો તમારાથી દૂર ભાગશે. જેમ એક ધનિક 28તુ પ્રમાણે ઘર બદલે તેમ તેમ જુદા જુદા દેશો, હવા, ઉપગ્રહો, પરિસ્થિતી, યા જન્મોમાં ફરતા હો પણ તમને ત્યારે પણ એક જ લાગશે કે તમે કયાંક ગયા નથી. તમે ફકત બાહ્ય ખોળિયું બદલ્યું છે. તમે તો એના એ જ છો.
તમે જેને “હું કહો છો તે માત્ર નામ છે. “તે યા તેણી'ની જેમ હું પણ એક બાહ્ય રૂપ છે. જયારે તમે એમ કહો છો કે મે ગઈ કાલે કામ કર્યું તે જ રીતે આજે કરીશ ત્યારે તમારો “હું ફકત સમયની અપેક્ષાએ છે. આ બધા હું માં તમે નથી. જેમ તૂટેલા અરીસાના ટુકડાઓમાં અનેક પ્રતિબિંબ દેખાય તેમ તમારી જુદી જુદી શ્રીમંત, ગરીબ, ક્રોધી, શોકાતુર, સુખી-દુઃખી, વિગેરે અવસ્થાઓનાં અનેક રૂપો બને છે હું તમારા મૌલિક ગુણો બતાવતું નથી. તે બધાં બંધનો છે. સુખ અને દુઃખ, ચડતી-પડતી આ બધું સમયની મર્યાદામાં પરિવર્તનશીલ છે. તે આવે છે, ને જાય છે.
રીબ, કોરી બને છે. આ
શીલ છે.