________________
૨૦
બની રોકકળ કરી મૂકે છે.
મૃત્યુ સમયે અજ્ઞાની શોકાતુર બને છે અને આંસુ વહાવે છે. આપણાં વહાલાંનો વિયોગ થાય તે સમયે આકંદ અને શોક કરવા કરતાં આપણે વિચારીએ કે મૃત્યુ પામનાર, આપણી બાહ્ય ચર્મચક્ષુ આગળથી અદૃશ્ય થયા છે, પરંતુ સમગ્ર લોકમાંથી નહિ. અત્રે તેનું શરીર નકામું બન્યું પણ તેનો આત્મા તો વિશ્વમાં છે જ. આપણો પ્રેમ તેના નાશવંત શરીર પર હતો કે શાશ્વત એવા આત્મા પર! શરીર પર પ્રેમ હોત તો તે શરીર તો અહીં શબ રૂપે છેપછી આછંદ શા માટે ? અને શરીરનું સંચાલન કરનાર આત્મા પર આપણો પ્રેમ હોય તો તે આત્માએ બીજે ઉચ્ચ સ્થાનમાં જન્મ લઈ લીઘો છે.
આ તત્ત્વજ્ઞાન સમજયા પછી આપણી દષ્ટિ વિશાળ બનતાં આપણે આપણી જાતને પૂછીશું “શું ગયું? માત્ર બાહ્ય રૂપ-પદાર્થ. સોનાના દાગીનો ભાંગી નાંખો કે ગાળી મૂકો, બાહ્ય આકાર જવાનો. મૂળ સોનું તો એ જ સ્વરૂપમાં રહેવાનું. જેમાંથી બીજો સુંદર દાગીનો બનવાનો”.
આત્માની અનંત મુસાફરીમાં આપણે આ જીવનમાં અલ્પ સમય માટે આ ભવમાં આવ્યા છીએ. આ આપણો કાયમી મુકામ નથી. આપણી ધ્યેયપૂર્તિ માટે આ નાશવંત. શરીરનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો છે. આપણે એમ વિચારવું જોઈએ કે આપણા સ્વજનનું મૃત્યુ થયું અને તે પોતાના ધ્યેયની પૂર્તિ માટે બીજે કયાંક ગયા છે. તમારો તેની સાથેનો સંબંધ, ઋણાનુબંધ બાકી હશે તો બીજા