________________
( આંતર દર્શન
'
જ કરી
ક
જયારે એક બાળક ખેડૂતને જમીનની અંદર ખાડો ખોદી બીજ વાવી ઉપર માટી તથા પાણી નાખતો જુએ છે, ત્યારે અણસમજથી તે એમ માને છે કે આ બીજનો વિનાશ થઈ ગયો. તેને એ કલ્પના પણ ન આવે કે જમીનની અંદર ભંડારેલું આ બીજ, આ જમીનને ફોડીને એક વૃક્ષ બની ફૂલ આપશે, પણ અનુભવી માણસ આ હકીકતને બરાબર સમજે છે.
આ બીજ ઊગશે, એ તમે શેનાથી જાણો છો ? અને બાળકને આની કેમ ખબર નથી ? તે છે અનુભવ. મોટાને અનુભવ છે, બાળકને અનુભવ નથી.
આવી જ રીતે સમદષ્ટિ અને મિથ્યાષ્ટિ વચ્ચે તફાવત છે. જ્ઞાનીને મૃત્યુ ભયજનક લાગતું નથી. કારણકે તે જાણે છે કે શાશ્વત ફરતા કાળચક્રમાં પદાર્થો પરિવર્તનશીલ છે અને આત્મા અમર છે. દષ્ટિ વગરના અજ્ઞાનીને પેલા બાળકની માફક મૃત્યુ એ જીવનનો અંત લાગે છે. ભાવિ પ્રત્યે તેની દૃષ્ટિ જ નથી, અને તેથી “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠાં” માની પોતાના જીવન ને વિકારમય બનાવી જીવે છે, અને મૃત્યુ આવતાં અશાંત