________________
૫૫
તેમાં તમારો શો ફાળો છે, તે બે વચ્ચેનો સંબંધ શોધી કાઢો.
(૨) બીજા પર દોષારોપણ વૃણા બંધ કરી, તમારી પરિસ્થિતિ માટે તમારી પોતાની જવાબદારી માન્ય કરો.'
(૩) વર્તમાનનું સારું યા ખરાબ વર્તન પૂર્વનાં કર્મોના કારણે છે. આ ભૂતકાળનાં મૃત પડછાયાથી હારો નહિ. વર્તમાનને જીવંત બનાવો. તમારું જીવન તમારા હાથમાં લઈ તેની અનંત સર્જનાત્મક શકિતનો અનુભવ કરો.
પ્રથમ પગલામાં વિશ્વનું તંત્ર જોવાનું છે. તેના પોતાના પણ નિયમો છે, અને તે બરાબર કામ કરે છે, તેમાં કોઈ ભૂલ પક્ષપાત યા મહેરબાની ચાલી શકતા નથી. સૂર્યોદય અને સૂર્યાસ, ભરતી અને ઓટ, ઋતુઓના પરિવર્તનની જેમ તે તંત્ર અતિ નિયમિત છે. આપણને જે અકસ્માતરૂપ લાગે છે તેની પાછળ કોઈ નિશ્ચિત કારણ છે. હકીકત એ છે કે અસંખ્ય ભવોમાં અજ્ઞાનદશામાં આ ચેતનાએ ઉત્ક્રાનિકમમાં અનેક શરીરો ગ્રહણ કર્યા અને મૂકયાં. પછી એક સમય આવ્યો. જ્યારે આ પ્રક્રિયા જાગૃત દશામાં થવા માંડી, તે સમયે આપણી સમગ્ર બાહ્ય પરિસ્થિતિઓનું નિર્માણ આપણે પોતે કર્યું.
પ્રક્રિયા આ રીતે કામ કરે છે ઃ રાગ અને દ્વેષની પળોમાં આપણે અશુભ ખંડનાત્મક અથવા શુભ સર્જનાત્મક આંદોલનો વિશ્વમાં ફેંકીએ છીએ, અને તેનાં ફળ ભોગવવા તે પ્રમાણે આપણે બીજો જન્મ લઈએ છીએ. આપણા ઉપયોગ યા જાગૃતિની કક્ષા મુજબ આપણે વિશ્વમાંથી તે પ્રકારનાં આંદોલનો ગ્રહણ કરીએ છીએ.