________________
૪૦ બે વસ્તુમાં પરિણમે છે. (૧) તેને વળગી રહેવામાં તનાવ થાય છે અને (૨) છોડી દેવામાં શોક થાય છે. તે જાય તો જવા દો. તુપરિવર્તન સાથે અનુકૂળ થઈ જાવ.
અનાસકત માનપૂર્વક ત્યાગ કરે છે પાનખરતુમાં પાંદડાં ખરે ત્યારે તે જાણે નાચતાં હોય તેમ લાગે છે, તેમ તમે પણ, જાય છે તેનો આનંદથી ત્યાગ કરો. આ જ સાચી અનાસકિત છે પ્રાપ્તિમાં જેમ આનંદ છે તેમ તેના ત્યાગમાં પણ આનંદ હોવો જોઈએ.
આમ છતાં જો આપશો નહિ તો મળશે પણ નહિ. આ એક સંગીન ગણિત છે. જ્યારે તમે સંતુલન સાથે, આનંદપૂર્વક આપો, ત્યાગ કરો ત્યારે તમારી દૃષ્ટિને આંસુ અવરોધી શકતાં નથી-પીડા અને ખેદ પીડી શકતાં નથી. કોઈ માણસ આપણને છોડીને બહાર જતો હોય ત્યારે આપણે તેને વિદાય આપીએ છીએ, શુભાશિષ આપીએ છીએ, તેમ વસ્તુ જાય ત્યારે આનંદથી વિદાય આપો. વળગી રહેવું અહિતકારક છે. તેનાથી જનાર વ્યકિત અને તમારી શાંતિ એમ બને તમે જુઓ છો અને તેના બદલામાં તમને ખંડનાત્મક-અહિતકર સ્પંદનો સિવાય બીજું કશું જ મળતું નથી.
* તમારા સ્વને મેળવવા જીવનના એવા તત્ત્વજ્ઞાનનું ચિંતન કરો જેથી મનની જૂની અહિતકાર કેવો બદલી શકાય. તમારી જાતને કહો, “વૃક્ષો જો પાંદડાંને ખરવા દે છે તો શા માટે હું તેમ ન કરું!” દરેક વિચારને જુઓ. અને જાતને પૂછો, “આ વિચાર ભૂતકાળનો છે? આજે તેની