________________
જડ અને ચેતન . શક્તિના ભેદનું જ્ઞાન
આ વિશ્વ જડ અને ચેતનનું ઘર છે. જીવન માટે બનેની ભાગીદારી જરૂરી છે. ચેતનના સંસર્ગથી જડ જીવત બને છે. મનને વિચાર, કાનને શ્રવણ, આંખોને દૃશ્ય, નાકને સુગંધ, જીભને સ્વાદ અને શરીરને સ્પર્શ કોણ કરાવે છે ? આ એકમાત્ર ચેતના છે. ચેતના વિના મગજ અને પાંચ ઇન્દ્રિયો આ બધા જીવનરહિત અને કાર્યશીલતા રહિત બની જાય છે.
બધાં બાહ્ય રૂપો ની પછવાડે અગોચર કોઈ તત્વ છે. જીવન-અર્પણ કરનાર આ અદશ્ય તત્વને શું નામ આપવુ? સંસ્કૃતમાં આને આત્મા કહે છે. અંગ્રેજીમાં સોલ, સ્પીરીટ, સેલ્ફ, ડીવાઈનલાઈફ કહેવાય છે. ખરી રીતે આ બધા અંગ્રેજી શબ્દો આત્માનો પૂર્ણ અર્થ બતાવી શક્તા નથી. શબ્દ સાંભળતાં પ્રાણવત જીવંત શક્તિનો અર્થ પ્રગટ થવો જોઈએ. તેથી જ મારા વાર્તાલાપમાં હું વારંવાર