________________
ચેતનાશક્તિ' શબ્દનો ઉપયોગ કરી આત્મા, સોલ સ્પિરીટ, અથવા સેલ્ફ પાછળની મૌલિક શક્તિ સમજાવવા પ્રયત્ન કરું
ચેતનાને વધુ સ્પષ્ટ સમજીએ - સામાન્ય રીતે તેનો અર્થ એ થાય કે જે ઇન્દ્રિયો દ્વારા વરૂને જાણી શકે તે. તેની બીજી વ્યાખ્યા “ચેતન મન પણ છે. પણ હું જે અર્થ કહેવા માંગુ છું કે આ બધી વ્યાખ્યાઓ કરતાં વિશાલ છે. આપણામાંના દરેકમાં ચેતના છે. જે ચેતનાત્મક જાગૃતિ છે, ઉપયોગ છે.
આ પ્રવચનોનો પણ એ જ હેતુ છે કે, આત્માને આપણા સૌથી નજીકના સાથી તરીકે જાણવો, અનુભવવો. આ જાગૃતિ માનવ ચેતના પર અવતરવી જોઈએ. જ્યારે આપણે આત્મા અને પદાર્થ વચ્ચેનો ભેદ સમજી શકશ, ત્યારે આપણે ચેતનાનો અનુભવ કરી શકીશું. પ્રાચીન ત્રષિઓના શબ્દોમાં ઃ
કોઈ શસ્ત્ર તેને કાપી શકતું નથી કોઈ અગ્નિ તેને બાળી શકતો નથી. કોઈ સાગર તેને ડુબાડી શકતો નથી. તો કોઈ વાયુ તેને સૂકવી શકતો નથી. તે આત્મા છે. અમર-શાશ્વત આત્મા છે.
હવે આપણે વિશ્વમાં કામ કરતી બિલકુલ જુદા જ પ્રકારની (૧) ચેતન (૨) જડ અથવા પુદગલ શક્તિઓનો અભ્યાસ કરીશું. આ તત્ત્વજ્ઞાનમાં પદાર્થના નાનામાં નાના