________________
પર
પરસ્પર સહકારથી વર્તીએ છીએ. પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં લખ્યું છે, “પરસ્પરોપગ્રહો જીવાનામ્” જીવો પરસ્પર ઉપકારક બની એકબીજાના વિકાસમાં સહાયક બને છે. આ પ્રાચીન સૂકિત બહુ જ સુંદર રીતે વિશ્વમાં આપણું સ્થાન કયાં છે, અને બીજા જીવો સાથે આપણો કેવો સંબંધ છે તે સમજાવે છે. આપણા ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવન અને વિકાસમાં કેટલા બધા જીવોનો ફાળો છે, તેનું આપણને જ્ઞાન કરાવે છે. તે સમજાવે છે કે જ્યાં આપો ત્યાં `આવે જ છે. તેથી જ દાનને સર્વશ્રેષ્ઠ બચત કહી છે. આ બન્ને ભેગાં થાય ત્યાં જ વિકાસ થાય છે.
આપણે જે મેળવીએ ત્યાં કોઈ પણ જાતના હેતુ વગર વળતર આપવું જ પડે. કેવી રીતે ? પ્રથમ આપણી અસલ જાતને જાણવી અને પછી આપણા આત્મા અને બીજા બધા જીવો વચ્ચે પૂલ બાંધવો. આ પૂલ કેવી રીતે બાંધવો ? ચિંતન-ધ્યાનથી અને પછી પોતાની જાતને પ્રશ્નો પૂછવાના, મારે ખરેખર શું જોઈએ છે ? કેટલું જોઈએ છે ?”
સૌ પ્રથમ તમને સૌથી વધુ પસંદ શું છે ? તમને શું મળે તો તમે સુખી થાઓ ! અને પછી આ જ તત્ત્વો વિશ્વ સુધી વિસ્તારો. પછી તમારી જાતને કહો, “મારે થોડીક સગવડ જોઈએ. રહેવાનું ઘર, ખાવા માટે પૌષ્ટિક ખોરાક, અનુકૂળ પ્રેરણા, મધુર હાસ્ય, ઉષ્માભરી લાગણીઓ” પછી પૂછો, “મારે જે જોઈએ છે તે અન્ય જીવોને આપવા હું તૈયાર છું ?”
આપણે શું ઈચ્છીએ છીએ ? સુખ ! સ્વતંત્રતા ! તો